IND vs NZ : અચાનક બદલાયો કેએલ રાહુલનો 'અવતાર', જાણો ક્રિઝ પર કેવી રીતે બદલ્યો બેટિંગનો અંદાજ

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડ સાથેની પહેલી ટેસ્ટમૅચમાં કેએલ રાહુલે 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
    • લેેખક, શુભમ ગર્ગ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

કેએલ રાહુલે કહ્યું, "મારું ધ્યાન મારી ટેકનિક બદલવા કરતાં યોગ્ય સ્ટાન્સ અને બેટિંગ પોઝિશન પર હતું. હું એવી પોઝિશન શોધી રહ્યો હતો જેનાથી હું મારી જાતને પરિસ્થિતિ મુજબ ઢાળી શકું."

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે વૅલિંગ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટમૅચમાં કેએલ રાહુલે 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ સદી સાથે, રાહુલ ન્યુઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યા.

રાહુલે ઓપનર તરીકે બેટિંગ કરતાં 290 બૉલનો સામનો કર્યો. તેમણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

આ એ જ કેએલ રાહુલ છે, જેમનાં ફૉર્મ પર છેલ્લા ઘણા સમયથી સવાલો ઊભા થતા રહ્યા છે. પરંતુ હવે એવું શું બદલાયું છે કે તેઓ સતત રન બનાવી રહ્યા છે?

આ વર્ષે ટેસ્ટમાં 70થી વધુની એવરેજ

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડ સામે બેટિંગ કરી રહેલા રાહુલની તસવીર.

ક્રિકઇન્ફો મુજબ, વર્ષ 2022માં કેએલ રાહુલની ટેસ્ટ સરેરાશ લગભગ 17 હતી. વર્ષ 2023માં તે વધીને લગભગ 28 થઈ. જ્યારે 2024માં તેમની સરેરાશ લગભગ 35 રહી.

તેમણે 2025માં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના વિદેશી પ્રવાસો કર્યા. આ વિદેશી પ્રવાસો છતાં તેમની સરેરાશ 45.16 રહી.

જ્યારે 2026માં રાહુલે અત્યાર સુધી ચાર ટેસ્ટમૅચ રમી છે. તેમાં તેમની સરેરાશ 74.20 રહી છે. આ વર્ષે તેઓ બે સદી પણ ફટકારી ચૂક્યા છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સદી ફટકાર્યા પછી રાહુલને પ્રેસ કૉન્ફરન્સમાં એજ પૂછવામાં આવ્યું હતું કે, તેમણે છેલ્લાં બે વર્ષમાં તેમની ટેસ્ટ સરેરાશ સુધારવા માટે કયા ફેરફારો કર્યા છે?

રાહુલે શરૂઆતમાં ટૂંકો જવાબ આપ્યો. તેણે કહ્યું, "મેં વધુ રન બનાવ્યા."

પછી તેણે ઉમેર્યું, "સાચું કહું તો મને નથી લાગતું કે બહુ બધું બદલાયું છે. જ્યારે મને ટેસ્ટ કૅપ મળી ત્યારથી હું હંમેશાં આ જ રીતે તૈયારી કરતો આવ્યો છું. મેં એટલી જ મહેનત કરી છે, જેટલી અત્યારે કરી રહ્યો છું. બસ પહેલાં રન નહોતા બની રહ્યા."

તેમણે આગળ કહ્યું, "મને નથી લાગતું કે મારી તકનિકમાં કોઈ સમસ્યા હતી. પરંતુ સમય જતાં મૅચ જોવા અને સમજવાનો મારો દૃષ્ટિકોણ બદલાયો છે. તમે જેટલું વધુ રમો છો, તેટલી જ તમે તમારી ભૂલો ઓળખો છો. તમે સમજો છો કે ક્યાં અને કેવી રીતે સુધારો કરવો. આ અનુભવ સાથે આવે છે."

જ્યારે વરિષ્ઠ રમત પત્રકાર નીરુ ભાટિયાએ પણ રાહુલની ઇનિંગની પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે રાહુલે ચારેય 'SENA' દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ)માં ટેસ્ટ સદી ફટકારી છે. તેનાથી ખબર પડે છે કે તેમની તકનિક ક્યારેય ખરાબ નહોતી.

"વિદેશની ધરતી પર સદી ફટકારવી સરળ નથી હોતી. રાહુલે તે કરી બતાવ્યું છે."

'બૉલ છોડવાની પ્રૅક્ટિસથી મળી મદદ'

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, કવર ડ્રાઇવ ફટકારતા રાહુલની તસવીર.

આ જ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલે કહ્યું, "હું ઘણા સમયથી અહીં છું. મેં નૅટમાં પણ ઘણો સમય વિતાવ્યો છે. કમનસીબે, ઇન્ડિયા-એ તરફથી રમતી વખતે હું વધારે રન બનાવી શક્યો નહોતો."

તેમણે કહ્યું, "હું અહીં આવીને તે સમજવા માંગતો હતો કે આ પરિસ્થિતિઓમાં હું કેવી રીતે સારું પ્રદર્શન કરી શકું છું."

રાહુલે આ ઇનિંગમાં 290 બૉલનો સામનો કર્યો, જેમાંથી તેમણે અડધાથી વધુ બૉલ છોડી દીધા હતા.

રાહુલે કહ્યું કે બૉલ છોડવાની પ્રૅક્ટિસથી તેમને ઘણી મદદ મળી.

તેમણે કહ્યું, "લગભગ 15 મહિના સુધી મને મિડલ ઑર્ડરમાં બેટિંગ કરવાની જવાબદારી મળી. આ દરમિયાન મને દરેક બૉલ પર બેટ ફેરવવાની આદત પડી ગઈ હતી. સીમ અને સ્વિંગવાળી પરિસ્થિતિમાં આ આદત નુકસાન પહોંચાડે છે."

તેમણે આગળ કહ્યું, "મને ક્યારેય નહોતું લાગ્યું કે મારી તકનિકમાં કોઈ સમસ્યા હતી. પરંતુ જ્યારે બૉલ સીમ થાય છે, ત્યારે બૉલ અને બેટ વચ્ચે ઓછામાં ઓછો સંપર્ક રાખવો જ વધુ સારું રહે છે."

તકનિકમાં સુધારો

વરિષ્ઠ રમત પત્રકાર સંજય કિશોરે કહ્યું કે, રાહુલે પોતાની તકનિકમાં સુધારો કર્યો છે. તેઓ માનસિક રીતે પણ પહેલાં કરતાં વધુ મજબૂત બન્યા છે.

તેમના મુજબ, "રાહુલની રમતમાં સૌથી મોટો બદલાવ તેમના સ્ટાન્સમાં દેખાય છે. એટલે કે, તે મેદાન પર કેવી રીતે ઊભા રહે છે તેમાં."

સંજય કિશોરે કહ્યું, "રાહુલે તેના ફ્રન્ટ ફૂટ પોઝિશન પર ઘણી મહેનત કરી છે. પહેલા તેમનું માથું બૉલની લાઇનથી હટી જતું હતું. પરંતુ હવે તેમનું સ્ટાન્સ વધુ ખુલ્લું છે. તેનાથી તેમનું બેટ સીધું બૉલની લાઇનમાં આવે છે."

તેમનું કહેવું છે, "રાહુલના શૉટ પસંદ કરવાની રીતમાં પણ બદલાવ આવ્યો છે. પહેલાં તેઓ બહાર જતાં બૉલ પર પણ બેટ ફેરવવાની કોશિશ કરતા હતા. હવે તેઓ આવા બૉલ છોડવાનું વધુ સારું સમજે છે."

સંજય કિશોરના મુજબ, "રાહુલની રમતમાં આ બદલાવ સ્પષ્ટ દેખાય છે. પહેલાં તેમનામાં ધીરજની કમી જોવા મળતી હતી. પરંતુ અનુભવ સાથે તેમણે તેના પર કાબૂ મેળવી લીધો છે."

'છેલ્લા છ-સાત મહિનાથી કરી રહ્યો હતો તૈયારી'

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના સઈદ અનવર

આ સદી સાથે રાહુલ પાકિસ્તાનના સઈદ અનવર પછી ચારેય 'SENA' દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર બીજા એશિયન ઓપનર બન્યા.

મૅચ બાદ રાહુલે જણાવ્યું કે તેઓ છેલ્લા છ-સાત મહિનાથી ન્યૂઝીલૅન્ડમાં ટેસ્ટ રમવા વિશે વિચારી રહ્યા હતા.

તેમણે કહ્યું, "જ્યારે તમે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમો છો અને કૅરિયરના છેલ્લા તબક્કામાં પહોંચો છો, ત્યારે તમે ઇચ્છો છો કે અલગ-અલગ દેશોમાં પોતાની જાતને પડકાર આપવાની તક મળે. તમે દુનિયાના શ્રેષ્ઠ બૉલિંગ આક્રમણ સામે રમવા માંગો છો."

રાહુલે કહ્યું, "ન્યૂઝીલૅન્ડ એવો દેશ છે, જ્યાં ઘણા બૅટ્સમૅનો માટે રન બનાવવા મુશ્કેલ હોય છે. અહીંની પરિસ્થિતિ પણ સરળ નથી. તેથી હું અહીં ટેસ્ટમૅચ રમવા માંગતો હતો. જ્યારે મને આ તક મળી, ત્યારે હું તેનો પૂરો ફાયદો ઉઠાવવા માંગતો હતો. એટલે જ મેં વહેલા આવવાનો નિર્ણય કર્યો, જેથી તૈયારી માટે પૂરતો સમય મળી શકે."

'રાહુલે પહેલાં કરતાં વધુ ધીરજ દર્શાવી'

નીરુ ભાટિયાના મતે, એક સમયે રાહુલનો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હતો, અને તે દરમિયાન તેમની રમતમાં કેટલીક ખામીઓ સ્પષ્ટ દેખાઈ હતી. જોકે, પછીથી તેમણે તેના પર કામ કર્યું અને સુધારો કર્યો.

તેમણે કહ્યું, "રાહુલે તેમની રમતમાં કોઈ મોટા ફેરફાર કર્યા નથી. ફરક ફક્ત એટલો જ છે કે હવે તેમણે વધુ સકારાત્મક માનસિકતા સાથે રમે છે અને પહેલાં કરતાં વધુ ધીરજ બતાવે છે."

જ્યારે વરિષ્ઠ રમત પત્રકાર સંજય કિશોરે કહ્યું કે, તેમણે લખનઉ સુપર જાયન્ટ્સમાં રાહુલને નજીકથી જોયા અને સમજ્યા છે.

તેમણે કહ્યું, "રાહુલ એમ જ બેટિંગ કરવા મેદાનમાં નથી ઉતરતા. મૅચ પહેલાં તેમના મગજમાં આખી તૈયારી હોય છે. તેઓ પરિસ્થિતિઓ અને પિચને જુએ છે. આ પછી, તે મૅચની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે અને પછી મેદાન પર ઉતરે છે. તેથી, આ સદી માત્ર એક સંયોગ નથી, પરંતુ તેમના આયોજનનું પરિણામ છે."

'કેએલમાં હજુ ઘણું ક્રિકેટ બાકી'

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, વર્ષ 2010માં ન્યૂઝીલૅન્ડ સામે નાગપુર ટેસ્ટમાં બેટિંગ કરી રહેલા સચીન તેંડુકલર અને રાહુલ દ્રવિડ. (ફાઇલ ફોટો)

નીરુ ભાટિયાએ કહ્યું કે રાહુલ એ બૅટ્સમૅનોમાં સામેલ નથી, જે ખરાબ ફૉર્મમાં ઉતાવળ કરે છે અને પોતાની વિકેટ ગુમાવી દે છે.

તેમની ખાસિયત એ છે કે જ્યારે તેઓ સદી ફટકારે છે, ત્યારે મોટેભાગે તેને મોટી ઇનિંગમાં બદલી નાખે છે.

જોકે, ઘણી વખત તેઓ સદીની નજીક પહોંચીને આઉટ પણ થયા છે. પરંતુ આવું મોટા બૅટ્સમૅનો સાથે પણ થાય છે. સચીન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પણ ઘણી વખત સદી પૂરી કરતાં પહેલાં આઉટ થયા છે.

નીરુ ભાટિયાએ કહ્યું કે, તેઓ રાહુલને અંડરઅચીવર નથી માનતા. તેમની પાસે હજુ ઘણું ક્રિકેટ બાકી છે. તેમની ફિટનેસ પણ સારી છે.

'ભારતને ઘણા સમય બાદ મળી મજબૂત ઓપનિંગ જોડી'

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, કેએલ રાહુલ સામે આઉટની અપીલ કરી રહેલા ન્યૂઝીલૅન્ડના વિકેટકીપર.

વરિષ્ઠ રમત પત્રકાર સંજય કિશોરે કહ્યું કે, હાલની ભારતીય ટીમમાં રાહુલ સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ છે. ભલે તેઓ કૅપ્ટન ન હોય, પરંતુ ટીમને સાથે લઈને ચાલવાની જવાબદારી તેમની પણ છે.

તેમના મુજબ, જ્યારે ટીમના સિનિયર ખેલાડીઓમાં આત્મવિશ્વાસ હોય છે, ત્યારે તેની અસર અન્ય ખેલાડીઓ પર પણ પડે છે.અસર અન્ય ખેલાડીઓ પર પણ પડે છે.

તેમણે કહ્યું, "રાહુલ પોતે સંયમ જાળવી રાખે છે. સાથે જ અન્ય બૅટ્સમૅનોને ખુલીને રમવાની આઝાદી પણ આપે છે."

યશસ્વી જયસ્વાલ અને રાહુલની ઓપનિંગ જોડી વિશે વાત કરતાં સંજય કિશોરે કહ્યું કે, અત્યારે તેની સરખામણી સચીન-સેહવાગ કે ગંભીરની જોડી સાથે કરવી યોગ્ય નહીં રહે.

જોકે, આ જોડી લાંબા સમય સુધી સાથે રમી શકે છે. ચાર-પાંચ વર્ષ બાદ તેમની પોતાની અલગ ઓળખ બની શકે છે. ભારતને ઘણા સમય બાદ એક મજબૂત ઓપનિંગ જોડી મળી છે.ઓળખ સ્થાપિત કરી શકે છે. ભારતને લાંબા સમય પછી એક મજબૂત ઓપનિંગ જોડી મળી છે.

આ દરમિયાન, નીરુ ભાટિયાએ કહ્યું કે, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરની જોડી પછી, ભારતીય ટીમને યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલના રૂપમાં એક મજબૂત ઓપનિંગ જોડી મળી છે.

'આઈપીએલ મારી કારકિર્દી માટે એક મહત્ત્વપૂર્ણ સિઝન'

કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? કેએલ રાહુલે કેવી રીતે બદલ્યો બેટિંગનો આ અંદાજ? ભારત ક્રિકેટ ભારતીય ટીમ કેએલ રાહુલ બીસીસીઆઈ ન્યૂઝીલૅન્ડ ટેસ્ટમૅચ બીબીસી ગુજરાતી સ્પૉર્ટ્સ ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આઈપીએલમાં બેટિંગ કરી રહેલા રાહુલની ફાઇલ તસવીર.

ટી-20 ક્રિકેટ વિશે વાત કરતાં સંજય કિશોરે કહ્યું કે, ભવિષ્યમાં ખેલાડીઓની પસંદગી ઘણા અંશે આઈપીએલમાં તેમના પ્રદર્શન પર નિર્ભર રહેશે.

તેમણે કહ્યું કે આઈપીએલમાં દિલ્હીની ટીમને એક કૅપ્ટનની શોધ છે. તેમને લાગે છે કે લખનઉ ફ્રૅન્ચાઈઝીને કેએલ રાહુલને જવા દેવાનો અફસોસ થઈ રહ્યો હશે.

સંજય કિશોરના મુજબ, આવનારી આઈપીએલ સિઝન રાહુલના કૅરિયર માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે.

જોકે, હાલ પૂરતી ભારતીય ટી20 ટીમમાં તેમની વાપસી થોડી મુશ્કેલ લાગી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન