BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
વીડિયો, 'દરેક જૉબ ઉપર તલવાર લટકી રહી છે,' IT સેક્ટરમાં AIને કારણે કેવો માહોલ છે?, અવધિ 6,12
સમય સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માનવજાત અને તેના વ્યવસાયો સાથે સંકળાયેલાં જોખમો અંગે ચર્ચા વધુ ને વધુ જોર પકડતી જઈ રહી છે.
ગુજરાતના આ તાલુકાઓમાં ઓછો વરસાદ, દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું હોય?
ગુજરાતમાં દોઢેક મહિના બાદ ફરી વરસાદ પડ્યો છે અને વરસાદનો આ રાઉન્ડ આગામી કેટલાક દિવસ ચાલુ રહેશે તેવી આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે. જોકે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરના કેટલાક તાલુકામાં વરસાદની હજુ ઘટ છે.
શું ઊંઘમાં તમે દાંત કકડાવો છો? કારણ અને સમસ્યાના ઉપાયની રીત સમજો
બ્રિટનમાં એલાની જેમ લાખો મહિલાઓ બ્રુક્સિઝમથી પીડાય છે. કેટલાક અભ્યાસ દર્શાવે છે કે લગભગ દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. બ્રિટિશ ડેન્ટલ ઍસોસિયેશનના જણાવ્યા અનુસાર, દાંત કકડાવવાની સમસ્યા વધી રહી હોવાના કેટલાક સીધા પુરાવા છે, પરંતુ તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.
વીડિયો, ગુજરાતનાં એ આદિવાસી મહિલા, જે બોન્સાઈ આર્ટ શીખીને પરિવારનો ટેકો બન્યાં, અવધિ 4,44
શારદાબહેન તડવી એકતાનગર ખાતે આવેલાં બોન્સાઈ ગાર્ડનનાં આર્ટિસ્ટ છે. અગાઉ શાકભાજી વેચવાનું કામ કરનારાં શારદાબહેન હવે બોન્સાઈ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે.
બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતે નવી ટીમ જાહેર કરતા વિવાદ, કૉંગ્રેસે શું કર્યું?
કૉંગ્રેસને ગુજરાતમાં લોકસભાની એકમાત્ર બેઠક જ્યાં મળી છે, તે બનાસકાંઠામાં હાલમાં આંતરિક વિખવાદની ચર્ચા થઈ છે. બે દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસનું આખું માળખું રદ કરવામાં આવ્યું છે અને આ કારણથી પ્રદેશ અને જિલ્લા કૉંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે.
પત્નીને ઘેનની દવા આપીને 20 વર્ષ સુધી બળાત્કાર કર્યો, પતિએ 60 ગુના કબૂલ્યા
માન્ચેસ્ટરની એક વ્યક્તિએ પોતાનાં પત્નીને તેમની જાણ વગર ઘેનની દવા આપીને 60 વખત બળાત્કાર કર્યો હોવાની વાત કબૂલી છે. આ વ્યક્તિ પોતે 60 વર્ષથી વધુ વયની હોવાનું મનાઈ રહ્યું છે.
તરણેતરનો મેળો : લાડુ ખાવાની સ્પર્ધા સહિત અનેક આકર્ષણો જુઓ તસવીરોમાં
સુરેન્દ્રનગરના તરણેતરમાં યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો તરણેતરનો મેળો તેની લાડુ સ્પર્ધા માટે પણ વિખ્યાત છે. આ ઉપરાંત મેળામાં બીજાં ઘણા આકર્ષણો હોય છે.
પેટ્રોલ, ફોન બિલ સહિત કયાં-કયાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ, કોણ ચૂકવશે, શું મફત રહેશે? જાણો તમામ મહત્ત્વના પ્રશ્નોના જવાબ
યુપીઆઈને લઈને સરકારે નવું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. તેના બાદ સૌથી મોટો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે શું હવે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા પર સામાન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે?
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, પછી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થશે
મંગળવારે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર એક લૉ પ્રેશર એરિયા સર્જાયો હતો, જે મંગળવારે કચ્છ અને દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર પણ હતો. તેના કારણે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ સ્થિત છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
વીડિયો, તરણેતરના મેળામાં 30 મિનિટમાં 28 લાડવા ખાઈને વિજેતા બનનાર વ્યક્તિએ શું કહ્યું?, અવધિ 2,11
તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે. પોતાની ભાતીગળ સંસ્કૃતિના કારણે આ મેળો વિશ્વવિખ્યાત છે.
'મને જે કૅન્સર હતું જ નહીં, તેની 11 વર્ષ સુધી કીમોથેરાપી કરાવી', એક મહિલાનું જીવન કેવી રીતે 'અંધકારમય' બની ગયું?
બૅકી જૉન્સ માત્ર 21 વર્ષનાં હતાં ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમના મગજમાં જીવલેણ ગાંઠ છે. તેઓ હવે માત્ર થોડા મહિના જ જીવી શકશે. કૅન્સરના એક અનુભવી નિષ્ણાતે આ નિદાન કર્યું હતું. ત્યાર પછી 11 વર્ષ સુધી બૅકીએ કીમોથેરાપી કરાવી. આ સારવારથી તેમનું જીવન બદલાઈ ગયું. પરંતુ 11 વર્ષ પછી તેમને ખબર પડી કે તેમને કૅન્સર થયું જ નહોતું.
જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે કોર્ટમાં કહ્યું કે 'અમે હિન્દુ નથી'
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિનિધિઓએ દેશની સુપ્રીમ કોર્ટમાં એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે તેઓ હિન્દુ ધર્મમાં આવતા નથી. આ કિસ્સામાં પણ દલિતોનો મંદિરપ્રવેશ અને તેમની સાથેનો ભેદભાવ કારણભૂત હતા.
હિમાલય ઝડપથી પીગળી રહ્યો છે, ભારતનું અર્થતંત્ર કેવી રીતે 'જોખમમાં' મુકાઈ રહ્યું છે?
નેપાળ અને તિબેટમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર પછી આ તારણો પ્રકાશિત થયાં છે. આ પૂરથી 1,300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વ્યાપક વિનાશ થયો હતો. ઝડપથી બદલાતા હિમાલયના પર્યાવરણને કારણે વધી રહેલાં જોખમોને આ ઘટનાએ ઉજાગર કર્યાં છે.
મેટા હવે બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી અંગેની માહિતી સીધી ભારતીય સત્તાવાળાઓને આપશે
જુલાઈમાં પ્રકાશિત આ તપાસમાં જાણવા મળ્યું હતું કે Instagram ભારતમાં આવી સામગ્રીને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો ચલાવી રહ્યું હતું. આ ખુલાસાઓ બાદ ભારત સરકારે મેટાને તેના પ્લૅટફૉર્મ્સ પરથી CSAMને પ્રોત્સાહન આપતી તમામ જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
EPFOએ પ્રોવિડન્ટ ફંડધારકો માટે વૉટ્સઍપ ચૅનલ શરૂ કરી, કેવી-કેવી સુવિધા મળશે તે જાણો
પ્રોવિડન્ટ ફંડધારકો માટે એક નવી સુવિધા શરૂ થઈ છે. તે કઈ રીતે કામ કરશે અને તેમાં જોડાવા માટે શું કરવું તે જાણો.
ગુજરાત રેન્ટ બિલ 2026 : મકાન ભાડે આપવાના નિયમોમાં કેવા ફેરફાર થશે, કેટલી ડિપૉઝિટ લઈ શકાશે, ક્યારે ખાલી કરાવાશે?
ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં ગુજરાત ભાડા વિધેયક 2026 પસાર કરવામાં આવ્યું. આ વિધેયક કઈ રીતે ખાસ છે અને તેનાથી ભાડૂઆતો તથા મકાનમાલિકો પર કેવી અસર પડશે.
અફઘાનિસ્તાનના પ્રાચીન ગારદેઝ ગણપતિની કહાણી, કેવા હતા કાબુલના 'મહાવિનાયક' ?
કાબુલમાં હતા ત્યારે આ ટુકડીના સભ્યોને ગણેશની એક મૂર્તિ વિશે માહિતી મળી હતી. સંગેમરમરની બનાવવામાં આવેલી આ મૂર્તિ વીસમી સદીમાં કાબુલથી 70 કિલોમીટર દૂર આવેલા ગારદેઝ નજીક મળી આવી હતી, એવું તેમને જણાવવામાં આવ્યું હતું.
ચોમાસા બાદ 44 વર્ષમાં ના આવ્યું હોય એવું વાવાઝોડું ભારત પર આવશે? શું છે આ આગાહી પાછળની હકીકત
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની આ શાખાના કહેવા પ્રમાણે ઑક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ વાવાઝોડાં સર્જાઈ શકે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































