નવી મુંબઈમાં ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC)ના એક ઑઇલ વૅરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા પછી આસપાસના વિસ્તારોમાં ધુમાડાના કાળા ગોટા ફેલાઈ ગયા હતા.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, અગ્નિશામક દળના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાના પ્રયાસોમાં લાગેલા હતા.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરાયો હતો. વીડિયોમાં એક ઇમારત આગની જ્વાળાઓથી ઘેરાયેલી દેખાય છે અને અગ્નિશામક કર્મચારીઓ બચાવ કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

















