પુતિન આ વર્ષના પ્રથમ વિદેશ પ્રવાસ પર ચીન પહોંચ્યા, શું છે તેમની યોજના?- ન્યૂઝ અપડેટ

રશિયા, પુતિન, ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ચીનની મુલાકાતે પહોંચ્યા છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની મુલાકાત બાદ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ચીન પહોંચ્યા છે. તેઓ ચીનની રાજધાની બેઇજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખરમંત્રણા કરશે.

આ વર્ષે પુતિનનો આ પહેલો વિદેશ પ્રવાસ છે અને તે વર્તમાન વાતાવરણમાં ચીનના મહત્ત્વને પણ ઉજાગર કરે છે.

પશ્ચિમી પ્રતિબંધો હોવા છતાં, ચીન રશિયાના ઑઇલનું સૌથી મોટું ખરીદનાર અને પ્રમુખ સહયોગી રહ્યું છે.

વ્લાદિમીર પુતિન આ સંબંધને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.

આ બેઠકમાં ખાસ કરીને નવી ગૅસ પાઇપલાઇન પર ચર્ચા થશે, જે દર વર્ષે 50 અબજ ક્યુબિક મીટર નૅચરલ ગૅસ ચીન સુધી પહોંચાડી શકે છે.

તાજેતરના મહિનાઓમાં ઘણા વૈશ્વિક નેતાઓએ વેપાર અને આર્થિક સહયોગને વેગ આપવા માટે ચીનની મુલાકાત લીધી છે, જેમાં વ્લાદિમીર પુતિન પણ જોડાયા છે.

વૈભવ સૂર્યવંશીએ લખનૌ સામે 38 બૉલમાં 93 રન ફટકાર્યા, રાજસ્થાન રોયલ્સને માટે પ્લે-ઑફમાં સામેલ થવાની તક વધી

ક્રિકેટ, આઈપીએલ, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીએ 53 છગ્ગા ફટકાર્યા છે.

આ વર્ષે ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલની મૅચમાં 38 બૉલમાં 93 રન ફટકારીને રાજસ્થાન રૉયલ્સને લખનૌ સુપર જાયન્ટ્સ સામે જિતાડીને ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્લે-ઑફમાં પહોંચવાની રાજસ્થાનની તકો વધારી દીધી છે.

15 વર્ષીય વૈભવે ગઈ કાલની તેમની શાનદાર ઇનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા, જેની મદદથી તે ટુર્નામેન્ટના રન-સ્કોરિંગ ચાર્ટમાં ટોચ પર પહોંચી ગયા છે.

વૈભવ સૂર્યવંશીના 93 રનમાંથી 88 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા.

તેઓ આ સિઝનમાં પોતાની બીજી સદીની નજીક હતા ત્યારે, લખનૌના મોહસીન ખાનના બૉલ પર તેમની વિકેટ પડી ગઈ હતી.

સૂર્યવંશીની વિકેટ પછી રૉયલ્સની બૅટિંગ લાઇન ધીમી પડી હતી.

પરંતુ ધ્રુવ જુરેલ 38 બૉલમાં 53 રન ફટકારીને રાજસ્થાનનો વિજય સુનિશ્ચિત કર્યો હતો અને ટીમને ટેબલમાં ચોથા સ્થાને પહોંચાડી દીધી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલી પહોંચ્યા, પાંચ દેશોના પ્રવાસે છે પીએમ મોદી, શું છે એજન્ડા?

ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની સાથે

ઇમેજ સ્રોત, @GiorgiaMeloni

ઇમેજ કૅપ્શન, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં મંગળવારે (સ્થાનિક સમયાનુસાર) ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા.

વડા પ્રધાન મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા સાથે મુલાકાત કરશે, વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને અન્ય કેટલાક રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ પછી તેઓ બુધવારે ભારત જવા રવાના થશે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની મુલાકાતની વિગતો શેર કરતા વડા પ્રધાન મોદીએ લખ્યું, "હું ઇટાલીની રાજધાની રોમ પહોંચી ગયો છું. અહીં હું રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા અને વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળીશ અને તેમની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીશ."

"આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ઇટાલી વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો રહેશે, ખાસ કરીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈસી). ધ જૉઇન્ટ સ્ટ્રેટેજિક ઍક્શન પ્લાન 2025-2029ની પણ સમીક્ષા કરવામાં આવશે."

મોદીએ લખ્યું, "હું સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (એફએઓ) મુખ્યાલયની પણ મુલાકાત લઈશ. આ બહુપક્ષીયતા અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે."

બીજી તરફ, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું, "વેલકમ ટુ રોમ, માય ફ્રેન્ડ!"

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂન 2024માં જી7 સમિટમાં હાજરી આપવા માટે ઇટાલીની મુલાકાતે ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન