'રાત-દિવસ કોઈ જોયા કરે છે', સેક્સ વીડિયો માટે ઘરમાં ઘૂસીને લોકોની ફિલ્મ બનાવનાર પકડાયો, પીડિત મહિલા પર શું વીતી

મહિલા, મહિલાના અધિકાર, બીબીસી ગુજરાતી, સેક્સ, જાતીય ગુના
ઇમેજ કૅપ્શન, લ્યુસી ડોમેલે જાતીય અપરાધનો ભોગ બનેલી વ્યક્તિ તરીકે પોતાનું નામ ગુપ્ત રાખવાનો ઇનકાર કર્યો છે, જેથી તેઓ જણાવી શકે કે આ વોયરિઝમની અસર તેમના પર કેવી થઈ છે
વાંચવાનો સમય: 5 મિનિટ

યુકેના ગર્નસેમાં એક મહિલાનો તેમના જ ઘરમાં ગુપ્ત રીતે વીડિયો બનાવી લેવાયો હતો. તેમનું કહેવું છે કે આ અનુભવે "તેમનું જીવન કબજે કરી લીધું" અને તેઓ અસુરક્ષિત અનુભવી રહ્યાં છે.

આ મહિલાનું નામ છે લ્યુસી ડોમેલ. તેમણે જાતીય અપરાધનો ભોગ બનેલી વ્યક્તિ તરીકે પોતાનું નામ ગુપ્ત રાખવાનો ઇનકાર કર્યો છે, જેથી તેઓ જણાવી શકે કે આ વૉયરિઝમની અસર તેમના પર કેવી થઈ છે. (વૉયરિઝમ એટલે ગુપ્ત રીતે અન્ય લોકોને તેમની અંગત પળોમાં નિહાળવા)

તેઓ કહે છે, "મને ઊંઘ નથી આવતી, દરેક વખતે જ્યારે દરવાજો ખૂલે કે અવાજ આવે, ત્યારે એવું લાગે છે કે તમને કોઈ રાત-દિવસ જોઈ રહ્યું છે."

તેઓ કહે છે કે "તેણે મારા જીવન પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. તે મારા મનને ખાઈ ગયું છે."

ગયા વર્ષે ઑક્ટોબરમાં ગર્નસે પોલીસે લ્યુસીને કહ્યું હતું કે તેઓ વૉયરિઝમનો ભોગ બન્યાં છે.

એક માણસ જેને તેઓ છેલ્લાં અંદાજે 25 વર્ષથી ઓળખતાં હતાં, તેણે ગુપ્ત રીતે જ્યારે લ્યુસી પોતાના ઘરમાં શાવરમાંથી નીકળી રહ્યાં હતાં, તે સમયે વીડિયો ઉતારી લીધો હતો.

તેણે બારીની બહારથી પડદામાં રહેલી થોડી અમથી જગ્યામાંથી આ વીડિયો બનાવી લીધો હતો.

ત્યારથી લ્યુસીના મગજમાં આ જ ઘટના ફરી રહી છે.

તેમણે કહ્યું, "હું પહેલાં જેવી વ્યક્તિ નથી. તે ઘટનાએ જાણે આત્માને નષ્ટ કરી દીધી અને આ બધું બહુ ત્રાસદાયક છે."

એ ઘટના પછી તેઓ અસુરક્ષા અનુભવી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, "જ્યારે તમે ઘરે જાઓ છો, ત્યારે તે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તમે સુરક્ષિત અનુભવતા હો, પણ મેં તે સંપૂર્ણપણે ગુમાવી દીધી છે."

તેઓ કહે છે, "હું ભ્રમિત થઈ ગઈ છું, મને ઊંઘ નથી આવતી... મેં તે બધું ગુમાવી દીધું છે."

લ્યુસીના પરિવાર પર આ ઘટનાની શું અસર થઈ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લ્યુસી એક સુપરમાર્કેટમાં ફરતાં હતાં, ત્યારે તેમના પતિએ તેમને ફોન કરીને કહ્યું કે બે સાદા કપડાંવાળા ઑફિસર તેમના ઘરે આવ્યા છે અને તેમની સાથે વાત કરવા માગે છે.

ત્યાર બાદ તેમને ખબર પડી કે તેઓ કર્ક બિશપનો ભોગ બન્યાં છે, જેના ગુનાઓ ગયા મહિને ગર્નસે પોલીસના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નોંધાયેલા જોયા હતા.

તેમણે કહ્યું કે આ "ઇમોશનલ ટ્રૉમા"નો અર્થ એ થયો કે તેઓ હવે "પહેલાં જેવી વ્યક્તિ નથી - મને નથી લાગતું કે હું ક્યારેય એવી થઈ શકીશ."

લ્યુસી બે બાળકનાં માતા છે. તેમનું કહેવું છે કે આ ઘટના બાદ તેઓ ઘરમાં તેમની સાથે પહેલાંની જેમ વાતચીત નથી કરી શકતાં.

તેમણે કહ્યું કે "કેટલીક વાર કોઈ બાળક બાથરૂમમાંથી બહાર નીકળે અને કપડાં પહેર્યાં વિના તેમના બેડરૂમમાં દોડી જાય છે. મને હવે આવું જોઈતું નથી."

"તેણે મારાં બાળકોની નિર્દોષતા છીનવી લીધી છે. હું સતત એનું ધ્યાન રાખું છું કે તેઓ ઢંકાયેલાં રહે."

40 વર્ષીય બિશપને 29 જાન્યુઆરીના રોજ ગર્નસેની રૉયલ કોર્ટમાં અને 9 ફેબ્રુઆરીના રોજ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં 12 અલગ-અલગ પીડિતો સાથે સંબંધિત કુલ 20 આરોપોમાં દોષિત ઠરાવ્યા હતા.

આ ગુનામાં જાતીય અપરાધ કરવાના ઇરાદાથી મંજૂરી વિના ઘૂસવું, હુમલો, જાણીજોઈને ચોરી કરવી અને ડ્રગ્સ રાખવું સામેલ છે. આ બધું 2022 અને 2025ની વચ્ચે બન્યું હતું.

કેટલાક કિસ્સાઓમાં તે લોકોના ઘરમાં ઘૂસી જતો હતો અને સેક્સ માણતા લોકોના વીડિયો ઉતાર્યા હતા.

બિશપ દોષિત ઠેરવાયો હોવા છતાં, લ્યુસીએ કહ્યું કે પોલીસ અને ન્યાય વ્યવસ્થા સાથેના તેમના અનુભવે તેમને એ વિચારવા પર મજબૂર કર્યાં છે કે શું તેઓ ભવિષ્યમાં કોઈ ગુનો નોંધાવવા જશે.

તેમણે કહ્યું કે બિશપે તેમની સાથે જે કર્યું તે સાંભળ્યા પછી અધિકારીઓએ તેમને જે સલાહ આપી હતી તેમાંની એક એ હતી કે "તમારા પડદા યોગ્ય રીતે બંધ કરો".

તેમણે કહ્યું હતું કે, "મને ખરેખર ગુસ્સો આવ્યો હતો."

તેમણે એ પણ શોધી કાઢ્યું કે બિશપના એક ડિવાઇસ પર તેમના ચહેરાનો જે ફોટો મળ્યો હતો, એ ખરેખર તો એક વીડિયોમાંથી લેવામાં આવેલી સ્ટિલ ઇમેજ હતી, જે શરૂઆતમાં પોલીસ સ્ટેશનના કેટલાક સ્ટાફને તેમની ઓળખ માટે મોકલાઈ હતી.

એ સમયે લ્યુસીએ કહ્યું કે તેમને લાગ્યું કે તેમની ગોપનીયતાનો ફરીથી ભંગ થયો છે.

તેમણે કહ્યું કે "તે મને યોગ્ય નથી લાગતું."

"તરત જ એની અસર શરૂ થાય છે, આ બધું આટલે જ નહોતું અટકતું."

તેમને પછીથી કહેવાયું કે બે વીડિયો હતા.

લ્યુસીએ કહ્યું કે "જ્યારે પણ તમને એમ લાગે કે બધો નીવેડો આવી ગયો છે, ત્યારે તમારી સામે કંઈક બીજું ફેંકી દેવામાં આવે છે."

લ્યુસી માને છે કે તેમના કેસને બહુ ખરાબ રીતે ઉકેલવામાં આવ્યો છે, તેમણે કહ્યું કે "આટલી બધી ભૂલો, આટલી બધી ત્રુટીઓ. મને ખરેખર એવું નથી લાગતું કે હું હવે કંઈ પણ વસ્તુ માટે તેમની પાસે જઈ શકું."

બિશપ પોતાનો પક્ષ રજૂ કરવા આવે એ પહેલાં કોર્ટે આ કેસની સુનાવણી છ વાર ટાળી હતી.

'આ એક જટિલ કેસ હતો'

મહિલા, મહિલાના અધિકાર, બીબીસી ગુજરાતી, સેક્સ, જાતીય ગુના

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, કેટલાક કિસ્સામાં કર્ક બિશપે લોકોના ઘરમાં ઘૂસીને તેમના સેક્સ માણતા વીડિયો ઉતાર્યા હતા

ગર્નસે પોલીસે જણાવ્યું હતું કે તપાસ અત્યંત જટિલ હતી અને પોલીસ લ્યુસી પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને કહ્યું હતું કે જાતીય ગુનાઓની અસરને "વધારીને ન કહી શકાય".

પોલીસે ઉમેર્યું હતું કે તેઓ તેમને મળ્યા હતા, તેમના પ્રતિભાવને ધ્યાનમાં લીધા હતા અને "દુ:ખ છે" કે તેમને (લ્યુસીને) લાગ્યું કે તપાસમાં સમસ્યાઓ છે.

ગર્નસેની રૉયલ કોર્ટે કહ્યું હતું કે ચાલુ કેસ અથવા કેસની સુનાવણી કેટલી વખત ટાળવામાં આવી તે બાબતે ટિપ્પણી નહીં કરી શકે કારણ કે સજા સંભળાવાય તેની રાહ જોવાઈ રહી છે.

ગર્નસે પોલીસના મુખ્ય અધિકારીએ કહ્યું કે "આ એક જટિલ કેસ હતો, જેમાં મોટા ભાગના પીડિતોને ઓળખ કરવા માટે ફોટો સિવાય કશું નહોતું.

"અમે લ્યુસી ડોમેલ અને અન્ય લોકોને ખાતરી આપી છે કે ઉપયોગમાં લેવાયેલો કોઈ પણ ફોટો માત્ર તેમના ચહેરા સુધી સીમિત હતો અને તેને ફેરવવા પર સખત નિયંત્રણ હતું."

"અમે એ પણ સુનિશ્ચિત કર્યું કે અમે ફોટાની ઓળખ કેમ માગી રહ્યા છીએ, તે સ્ટાફને આપેલી માહિતીમાં સામેલ નહોતી, જેથી પ્રાઇવસીના અધિકારનો આદર કરી શકાય, પરંતુ પીડિતોને ન્યાય મળવાની જરૂરિયાતને સંતુલિત કરી શકાય.

કિચને ઉમેર્યું કે "બિશપ હવે જેલમાં છે, ત્યાંથી એ વધુ નુકસાન નહીં કરી શકે.

"જો અમે ફોટોના ઉપયોગ માટે સંતુલિત અભિગમ ન અપનાવ્યો હોત, તો કેટલાક પીડિતોને ખબર ન પડત અને તેમને ન્યાય ન મળ્યો હોત. અમને આશા છે કે બધા પીડિતો એ વાત પર ભરોસો મૂકી શકે કે તેમને ન્યાય મળ્યો છે."

વૉયરિઝમ માટે શું સજા હોય છે

મહિલા, મહિલાના અધિકાર, બીબીસી ગુજરાતી, સેક્સ, જાતીય ગુના

ઇમેજ સ્રોત, Facebook/Guernsey Police

લ્યુસીએ કહ્યું કે તેઓ એ જાણીને પણ નારાજ હતાં કે જાતીય ગુનાઓ (બેલીવિક ઑફ ગ્વેર્નસે) કાયદા 2020ની કલમ 95 હેઠળ વૉયરિઝમ માટે મહત્તમ સજા બે વર્ષની અથવા દંડ છે.

ગર્નસે કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને અંગત કામ કરતા જુએ અને તે વ્યક્તિ સંમતિ ન આપે તો તે વૉયરિઝમ ગુનો બને છે.

લ્યુસીએ કહે છે, "પીડિતોની સંખ્યા ગમે તેટલી હોય, તેને ફક્ત બે વર્ષની સજા થઈ શકે છે."

"મને સાચે જ લાગ્યું કે હું આ (જાતીય ગુના કાયદો) ખોટો વાંચી રહી છું.

"તેણે મારી સાથે જે કર્યું છે તેના માટે તેને છ અઠવાડિયાંની સજા ભોગવવી પડશે."

ગર્નસેની ગૃહ બાબતો માટેની સમિતિએ નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે ખાસ કરીને આ કેસ પછી તે આર્યલૅન્ડના જાતીય ગુના કાયદામાં સુધારા પર કામ કરી રહી છે, જેથી વૉયરિઝમની સજા વધુ સખત કરી શકાય.

ફેબ્રુઆરીમાં ગર્નસે રાજ્યોના અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ "માર્ચ અથવા એપ્રિલ ડિબેટ" પર કામ કરી રહ્યા છે.

જોકે આ બાબતે હજુ સુધી કોઈ પૉલિસી પ્રકાશિત થઈ નથી.

લ્યુસીએ કહ્યું કે આ એક હકારાત્મક પગલું હતું, પરંતુ તેઓ ગુસ્સામાં હતાં, કેમ કે આ તેમના કેસ પર લાગુ નહીં થાય.

તેમણે કહ્યું કે "જો તમે કોઈએ કરેલા ગુનાના આધારે કાયદો બદલી રહ્યા છો, તો ચોક્કસપણે તેમને તેના અનુરૂપ સજા થવી જોઈએ?"

બિશપને 15 મેના રોજ સજા સંભળાવાશે.

લ્યુસીએ અંતમાં કહ્યું કે "ગર્નસે અંગે એક સૌથી સારી બાબત એ હતી કે તમે સુરક્ષિત અનુભવતાં હતાં. મેં તે બધું ગુમાવી દીધું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન