ગુજરાત તરફ આવતી વરસાદી સિસ્ટમ આગળ વધી, ત્રણ દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં તમામ જિલ્લામાં સક્રિય થયેલું ચોમાસું થોડા સમય માટે થંભી ગયું છે અને હવે ફરી વરસાદ પડે તેવી શક્યતા છે.
જોકે છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં 23 અને 24 જુલાઈએ ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરેલાં છે. આ દરમિયાન ધીમું પડેલું ચોમાસું ફરી સક્રિય થાય અને વધુ વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલુ સિઝન દરમિયાન પડેલા વરસાદને કારણે રાજ્યનાં જળાશયોમાં પણ પાણીની આવક વધી છે.
ગુજરાત જળસંપત્તિ વિભાગના 27 જુલાઈ, 2026ના અહેવાલ પ્રમાણે, રાજ્યનાં કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યનાં 13 ડૅમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 21 ડૅમ 'હાઈ ઍલર્ટ' પર છે.
જોકે રાજ્યના કેટલાક જિલ્લા એવા પણ છે, જ્યાંના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં ચોમાસું કેવું જામશે?

ઇમેજ સ્રોત, imd
હવામાન વિભાગ અનુસાર, છેલ્લા કેટલાક કલાકોમાં ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કે સામાન્યથી વધુ રહે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
28 જુલાઈએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
અને તે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા, દક્ષિણ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
હાલના સમયે મૉન્સૂન ટર્ફ સરેરાશ દરિયાઈ સપાટીથી દક્ષિણ તરફ ખસી રહ્યો છે. વરસાદી સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા, દક્ષિણ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.
જો વરસાદી સિસ્ટમ તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે.
ગુજરાતમાં આગામી દિવસો ફરી ક્યાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
આવતી કાલે, એટલે કે 30 જુલાઈએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, તેમજ અમદાવાદ, આણંદ અને મહીસાગરમાં કેટલાંક સ્થળોએ વરસાદની શક્યતા છે.
તેમજ દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદ પડી શકે છે.
એવી જ રીતે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં કેટલાંક સ્થળોએ અને મોરબી, દ્વારકા,જામનગર, પોરબંદર, અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
એ પછીના દિવસે 31 જુલાઈએ પણ મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદમાં, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ અને દક્ષિણમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં, રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
પહેલી ઑગસ્ટની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા અને આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદ વરસી શકે છે.
તો સૌરાષ્ટ્ર-કચ્છ તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવું અનુમાન છે.
ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ ક્યાં પડશે?

ઇમેજ સ્રોત, sachin pithwa/bbc
ઉપર જણાવેલા દિવસોમાં ક્યાંક સામાન્ય વરસાદ, તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ એવા રહેશે જ્યારે વરસાદનું જોર વધશે.
30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે. તેમજ છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે.
તો 31 જુલાઈએ છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે.
તેમજ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ , દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે.
આ સિવાય અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
તો પહેલી ઑગસ્ટે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે.
તેમજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ વરસાદનું પ્રમાણ રહી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























