એશિયન ગેમ્સ 2026 : કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું; મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓની કહાણી

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, વર્ષ 2000માં સિડની ઑલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરી ઑલિમ્પિક પદક જીતનારાં પહેલા ભારતીય મહિલા બન્યાં હતાં.
    • લેેખક, નૌરિસ પ્રીતમ
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

વર્ષ 2000ની સિડની ઑલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરી ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં. વેઇટલિફ્ટિંગમાં બ્રૉન્ઝ મેડલ જીતીને તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

મેડલ જીતવાની વાત જવા દો, આંધ્ર પ્રદેશની આ યુવતી માટે ઑલિમ્પિક્સ સુધી પહોંચવું પણ ઍવરેસ્ટ સર કરવા જેટલું મુશ્કેલ હતું.

સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ તથા સુવિધાઓના અભાવ વચ્ચે તેમણે પોતાનું વતન શ્રીકાકુલમ્ છોડ્યું અને બહેન સાથે દિલ્હીસ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનો રસ્તો પકડ્યો, જેથી ત્યાં તાલીમ લઈ શકે.

તેમનાં માતા પણ તેમની સાથે આવ્યાં. માત્ર એટલા માટે કે તેઓ પોતાની દીકરીઓ માટે જમવાનું બનાવી શકે. કારણ કે હોટલમાં રહેવાનો ખર્ચ તેમના ગજા બહારનો હતો.

'નવા ભારત'માં પણ સ્થિતિ બહુ બદલાઈ નથી'

આજે 26 વર્ષ પછી પણ સોશિયલ મીડિયાની ઝાકઝમાળ, કૉર્પોરેટ જગતની ચમકદમક અને 'નવા ભારત'ના સરકારી નારાઓ વચ્ચે ભારતીય ખેલાડીઓની સ્થિતિમાં, શરૂઆતના દિવસોમાં તો ખાસ કોઈ ફેરફાર થયો નથી.

આજે પણ કોઈ ખેલાડીના પરિવારજનો ગાય-બળદ વેચી રહ્યા છે, કોઈ પોતાની પૈતૃક જમીન વેચી રહ્યા છે, તો કોઈ ઉધાર પૈસા લઈ રહ્યા છે, જેથી તેમનાં સંતાનો રમતગમતમાં ટકી શકે.

મહિલા ખેલાડીઓ માટે રમતગમતની સફર વધુ મુશ્કેલ છે, કારણ કે તેમને મેદાનમાં પોતાની જાતને સાબિત કરવાની સાથે સામાજિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

બીબીસીએ આવાં જ કેટલાંક ભારતીય મહિલા ખેલાડીઓની કહાણી રજૂ કરી છે, જેમણે આ બધી મુશ્કેલીઓ છતાં જાપાનના નાગોયા શહેરમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને મેડલ પણ જીત્યાં.

મીરાબાઈ ચનુ

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મીરાબાઈ મણિપુરના અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ યાદીમાં સૌથી પહેલું નામ વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુનું જ હોવું જોઈએ. આજે મીરાબાઈ એક મોટાં સ્ટાર ખેલાડી છે એ સાચું, પરંતુ શરૂઆતના દિવસોમાં તેમના માટે પણ રમતમાં ટકી રહેવાનો મોટો પડકાર હતો.

નાગોયામાં મીરાબાઈએ એ મેડલ પણ જીત્યો, જેની ખોટ તેમને લાંબા સમયથી સાલતી હતી. 28 વર્ષ પછી ભારતને વેઇટલિફ્ટિંગમાં એશિયન ગેમ્સનો મેડલ અપાવવો તેમના માટે મોટી સિદ્ધિ છે.

તેઓ ગોલ્ડ મેડલ જીતવામાં ભલે સફળ ન રહ્યાં, પરંતુ સિલ્વર મેડલ પણ ઘણો મહત્ત્વનો છે.

મીરાબાઈ મણિપુરનાં છે, જેને ભારતના દૂરના વિસ્તારોમાંનું એક માનવામાં આવે છે. તેમનું ઘર નૉંગપોક કાકચિંગ ગામમાં છે, જે રાજધાની ઇમ્ફાલથી પણ લગભગ 20 કિલોમીટર દૂર છે.

6 ભાઈ-બહેનોમાં સૌથી નાનાં મીરાબાઈનો પરિવાર સામાન્ય હતો. તેમના પિતા સાઇખોમ કીર્તિ સરકારી વિભાગમાં મજૂર હતા. ઘરખર્ચમાં મદદ કરવા માટે તેમનાં માતા તોમ્બીદેવી ચાની દુકાન ચલાવતાં હતાં.

બૉક્સર મૅરી કોમની જેમ મીરાબાઈ પણ માતાને મદદ કરવા જંગલમાંથી લાકડાં વીણી લાવતાં હતાં. આ લાકડાં ચૂલામાં બાળીને તેઓ રસોઈ માટેના તેલના થોડા પૈસા બચાવી શકતાં હતાં.

કદાચ લાકડાં વીણવાનું કામ જ તેમને રમતગમત તરફ લઈ જવાનું માધ્યમ બન્યું. તેઓ માત્ર 12 વર્ષનાં હતાં ત્યારે એક દિવસ ભાઈ સાથે લાકડાં વીણવા ગયાં હતાં. લાકડાંનો ભારો ઉપાડવાનો વારો આવ્યો ત્યારે તેમના ભાઈને તે ઉપાડવામાં મુશ્કેલી પડી.

એ જ ભારો મીરાબાઈએ આસાનીથી ઉપાડી લીધો અને પહાડી રસ્તે લગભગ 2 કિલોમીટર ચાલીને ઘરે પહોંચ્યાં. કદાચ અહીંથી જ તેમની વેઇટલિફ્ટિંગની કારકિર્દીની શરૂઆત થઈ.

પછી પૂર્વ વેઇટલિફ્ટર અનીતા ચનુ પાસે તાલીમ લેવા માટે તેઓ ક્યારેક બસમાં તો ક્યારેક ટ્રકમાં લિફ્ટ લઈને પણ જતાં હતાં.

આજે મીરાબાઈ સ્ટાર ખેલાડી છે, પરંતુ શરૂઆતના દિવસો તેમના માટે ખૂબ મુશ્કેલ હતા.

નિકિતાકુમારી

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઈરાન સામેની ફાઇનલ મૅચમાં નિકિતા ઘાયલ થઈ ગયાં હતાં.

કબડ્ડીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં નિકિતાની મોટી ભૂમિકા રહી. 17 વર્ષનાં નિકિતાએ ફાઇનલમાં એક તરફ મજબૂત ડિફેન્ડર તરીકે જવાબદારી નિભાવી, તો બીજી તરફ રેડ કરનારાં ખેલાડી તરીકે પોતાની ટીમ માટે 5 પૉઇન્ટ પણ મેળવ્યા.

પરંતુ આ મુકામ સુધી પહોંચવા માટે નિકિતા અને તેમના પરિવારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હરિયાણાના હિસાર જિલ્લાના હસનગઢ ગામનાં નિકિતાના પિતા અનિલ નયન સામાન્ય ખેડૂત છે, જ્યારે માતા વિનોદકુમારી ઘર સંભાળે છે.

7 ભાઈ-બહેનોમાં ચોથા ક્રમે આવતાં નિકિતાને પોતાના રમતગમતના સપનાં પૂરાં કરવા સહારાની જરૂર હતી. આર્થિક મુશ્કેલી હોવા છતાં તેમનાં માતાપિતાએ તેમને પૂરો સાથ આપ્યો.

એક કઝિનને કબડ્ડી રમતાં જોઈને 8 વર્ષની ઉંમરે નિકિતાને પણ આ રમતમાં રસ પડ્યો અને થોડા જ સમયમાં તેમણે રમતમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી.

નાની ઉંમરે હરિયાણા તરફથી રમતાં નિકિતાએ 17 પૉઇન્ટ મેળવ્યા. તેમણે હરિયાણાને નૅશનલ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી.

મનપ્રીતકોર

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, વર્ષ 2006માં મનપ્રીતે પહેલો જૂનિયર નૅશનલ પુરસ્કાર જીત્યો હતો.

હવે વાત મનપ્રીતકોરની, જેમણે 36 વર્ષની ઉંમરે શૉટપુટ જેવી રમતમાં બ્રૉન્ઝ મેડલ જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. રસપ્રદ વાત એ છે કે તેમના પતિ અને 14 વર્ષની દીકરી જાપાનના સ્ટેડિયમમાં આ અદ્‍ભુત ક્ષણના સાક્ષી બન્યાં.

પંજાબના સહૌલી ગામના ખેડૂત પરિવારમાંથી આવતાં મનપ્રીતે 12 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા હતા. ત્યાર પછી તેમની માતાને લકવો થયો. આજે 20 વર્ષ પછી પણ તેઓ આ તકલીફથી પીડાય છે.

વર્ષ 2006માં મનપ્રીતે પોતાનું પહેલું જુનિયર નૅશનલ ટાઇટલ જીત્યું હતું. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ આજે રમત સાથે જોડાયેલાં છે. તેમની હિંમતને સલામ.

રોશિબિનાદેવી

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, રોશિબિનાએ ભયંકર ગરીબીમાં રહીને પણ પોતાની રમતને ચાલુ રાખી છે.

મીરાબાઈ ચનુની જેમ નાઓરેમ રોશિબિનાદેવી પણ મણિપુરનાં છે. તેમનું ઘર બિષ્ણુપુર જિલ્લામાં છે. રોશિબિના પણ કોઈ સમૃદ્ધ પરિવારમાંથી આવતાં નથી. તેમના પિતા દામુસિંહ સામાન્ય ખેડૂત છે.

પોતાની દીકરીની પ્રતિભાને પારખીને તેમણે એક સાહસિક નિર્ણય લીધો. વુશુમાં નિપુણતા ધરાવતી દીકરીની તાલીમ અને આવવા-જવાના ખર્ચને પહોંચી વળવા માટે તેમણે પોતાની જમીન સુધ્ધાં વેચી દીધી.

તેના બદલામાં રોશિબિનાએ જાપાનમાં પોતાના પિતાને ત્રીજો મેડલ અપાવ્યો. આ પહેલાં તેમણે 2018માં જકાર્તામાં બ્રૉન્ઝ અને 2022માં હાંગઝોઉમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

હાંગઝોઉમાં એશિયન ગેમ્સ યોજાવાની હતી ત્યારે મણિપુરની રાજકીય સ્થિતિ સારી નહોતી. ઇન્ટરનેટ બંધ હતું અને રોશિબિનાના જણાવ્યા મુજબ, રમખાણોને કારણે તેમના પિતા પોતાના ખેતરમાં પણ જઈ શકતા નહોતા.

ઘરની આર્થિક સ્થિતિ સતત કથળી રહી હતી, પરંતુ તેમનાં માતાપિતાએ તેમનું મનોબળ તૂટવા દીધું નહીં. પટિયાલામાં યોજાયેલા કૅમ્પમાં જવા માટે 40 હજાર રૂપિયા ખર્ચીને તેઓ ત્યાં પહોંચ્યાં હતાં.

સીમાકુમારી

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મહિલાઓની 10,000 મીટર દોડની ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યા બાદ સીમા ઉજવણી કરતાં નજરે પડે છે.

10 હજાર મીટરની દોડમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સીમાકુમારીની કહાણી કોઈ બોલિવૂડ ફિલ્મથી કમ નથી. હિમાચલ પ્રદેશના ચંબામાં 8-10 વર્ષની કોઈ છોકરી પિતાને ગુમાવે તો જાણે તેનું આખું વિશ્વ વેરવિખેર થઈ જાય. પરંતુ સીમા જુદી માટીનાં બન્યાં હતાં.

તેમનાં માતાના જણાવ્યા મુજબ, સીમા અડગ મનોબળવાળાં અને હિંમતવાળાં હતાં. તેમને નાનપણથી જ રમતગમતનો શોખ હતો.

7 ભાઈ-બહેનના પરિવારમાં પિતા વિના ઘર ચલાવવું મુશ્કેલ બની જાય. તેમાં પણ કોઈ બાળક રમત ચાલુ રાખવાની વાત કરે તો એ થોડું અજુગતું લાગે. પરંતુ સીમાકુમારીએ આ બધી વાતોને બાજુ પર મૂકીને રમત ચાલુ રાખી.

ચંબાના રેતા ગામનાં સીમા માત્ર 11 વર્ષની ઉંમરે ઘરથી દૂર ધર્મશાળામાં સ્પૉર્ટ્સ ઑથોરિટીની હૉસ્ટેલમાં રહીને ઍથ્લેટિક્સની તાલીમ લેવા લાગ્યાં હતાં.

જાપાનમાં સીમા, પ્રીજા શ્રીધરન અને કવિતા રાઉત પછી એશિયન ગેમ્સની 10 હજાર મીટરની દોડમાં મેડલ જીતનારાં તેઓ ત્રીજી ભારતીય મહિલા બન્યાં.

જાપાનમાં દોડ દરમિયાન તેમના સ્પાઇક્સના તળિયામાં પણ કંઈક મુશ્કેલી ઊભી થઈ હતી, પરંતુ ઉત્સાહી સીમાએ હિંમત હારી નહીં.

રસપ્રદ વાત એ છે કે, સીમાએ પોતાનાં વૃદ્ધ માતાને કહ્યું જ નહોતું કે તેઓ એશિયન ગેમ્સ માટે જાપાન જઈ રહ્યાં છે.

સીમાને લાગ્યું હતું કે હૃદયની બીમારી ધરાવતાં માતા ચિંતિત થઈ જશે અને તેમની તબિયત વધુ બગડી શકે છે. પરંતુ સીમાને ખબર નહોતી કે તેમની માતાએ ટીવી પર પોતાની દીકરીની દોડ જોઈ હતી.

પછી પત્રકારો સાથે વાત કરતાં તેમની ભાવુક માતાએ કહ્યું હતું કે સીમાના પિતા હોત તો તેઓ ખૂબ ખુશ થયા હોત.

કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ કોઈએ જમીન વેચી, કોઈએ ઉધાર લીધું: મુસીબતો સામે ઝઝૂમીને મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સ ઑલિમ્પિક જાપાન ભારત ખેલાડી રમતગમત ખેલો ઇન્ડિયા ખેલે ગુજરાત ખેલાડી બીબીસી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

આ સાહસિક મહિલાઓની કહાણીઓ ઘણી લખાઈ ચૂકી છે અને રમતોત્સવ પૂરો થતાં જ તેમના વિશે હજી ઘણું લખાશે. ઉજવણી અને શોરબકોર વચ્ચે સમાજના કેટલાક જાણીતા લોકો અને નેતાઓ ખેલાડીઓ સાથે તસવીરો પણ પડાવશે.

પરંતુ પછી કોઈ મોટી રમતગમતની સ્પર્ધા આવશે ત્યારે આ જ કહાણી ફરી દોહરાશે. એ સાચું છે કે આજની રમતગમતની દુનિયામાં રમત કરતાં તેનું વ્યાપારી પાસું વધુ પ્રબળ બન્યું છે. વ્યવસ્થા સુધરે તો કોઈ પ્રતિભાશાળી ખેલાડીએ અભાવનો સામનો કરવો ન પડે અને કોઈ માતાપિતાને પોતાનાં પશુ કે જમીન વેચવાની ફરજ પણ ન પડે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન