ગુજરાત હવામાન: ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, શું છે આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે ફરી ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતાઓ બતાવી છે.
જુલાઈ મહિનાના અંતમાં પડેલા ભારે વરસાદને કારણે ગુજરાતમાં દક્ષિણના જિલ્લાઓ અને મોરબીની આસપાસના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ત્યાર બાદ વરસાદે ગુજરાતમાં વિરામ લીધો હતો.
જો કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થયો હતો.
ત્યારે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને આગામી દિવસોમાં કેટલાક જિલ્લાના વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળે એવી શક્યતા છે.
હવામાન વિભાગે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે.
તેમજ આવનાર બે દિવસ સુધી હવામાન વિભાગે ગુજરાતને લઈને અન્ય શું શું આગાહી કરી જાણો આ અહેવાલમાં.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતને લઈને આ આગાહી કરી

ઇમેજ સ્રોત, imd
આજે હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવતીકાલે પણ હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
11 ઓગસ્ટની સ્થિતિએ, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
12 ઓગસ્ટની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
13 અને 14 ઑગસ્ટને લઈને પણ હવામાન વિભાગે આવી જ આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થોડાં સ્થળોએ, દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.
ભારતમાં ચોમાસાની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં એક અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે.
મોનસૂન ટ્રફ દિલ્હી, દેઓમાલી, સીધી, દીઘા અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશની આસપાસના વિસ્તારપરથી લો-પ્રેશર એરિયાના કેન્દ્ર પરથી પસાર થઈ રહ્યું છે.
દક્ષિણ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા પર પણ એક લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત છે.
સવારનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ તરીકે યથાવત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન






















