You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુમાં રાજ્યપાલે વિજયને સરકાર રચવા માટે આપ્યું આમંત્રણ, રવિવારે સવારે દસ વાગ્યે શપથવિધિ
તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે ટીવીકે પ્રમુખ વિજયને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે અને સાથે 13મી મે સુધીમાં વિધાનસભાના ગૃહમાં વિશ્વાસમત મેળવવાનું કહ્યું છે. તામિલનાડુના રાજ્યપાલ ભવને જારી કરેલી પ્રેસ રિલીઝ પ્રમાણે વિજયની શપથવિધિ રવિવારે સવારે દસ વાગ્યે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં થશે.
અગાઉ તામિલનાડુમાં સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યોનું (120 ધારાસભ્યોનું) સમર્થન મળ્યા બાદ ટીવીકે નેતા વિજયે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને વ્યક્તિગત રીતે મળ્યા હતા.
રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન વીએસકે અને આઈયુએમએલ પાર્ટી દ્વારા આપવામાં આવેલાં સમર્થનપત્રો પેશ કર્યાં હતાં. વિજયે બહુમતીના આધારે સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો.
તે પહેલાં તામિલનાડુમાં કૉંગ્રેસ, સીપીઆઈ અને સીપીએમ બાદ હવે વીસીકે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ (આઈયુએમએલ) લીગે પણ ટીવીકેને સમર્થન આપવાનું ઍલાન કર્યું હતું.
વીસીકેના નેતા થૉલ થિરુમાવલવને ટીવીકેના નેતા આધવ અર્જુનને પાર્ટીનો સમર્થન પત્ર સોંપ્યો છે. ત્યારે આઈયુએમએલે પણ ટીવીકેને સમર્થન પત્ર આપ્યો હતો.
વીસીકેનો સમર્થન પત્ર મળ્યા બાદ આધવ અર્જુને મીડિયા સાથે વાત કરતાં કૉંગ્રેસ, ડાબેરી પક્ષો અને વીસીકેનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે લોકશાહીની રક્ષા કરવામાં આવશે અને વિજય જનતાના સમર્થનથી તામિલનાડુના મુખ્ય મંત્રી બનશે.
શુક્રવારના ટીવીકે ચીફ વિજયે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વિજયની રાજ્યપાલ સાથે આ ત્રીજી મુલાકાત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યપાલને મળ્યા બાદ ટીવીકે નેતા વિજયે વ્યક્તિગત રીતે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)નાં કાર્યાલયોની મુલાકાત લીધી હતી અને પાર્ટી નેતાઓને મળ્યા હતા.
234 બેઠકોવાળી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકેએ 108 બેઠકો જીતી છે. વિજયે બે બેઠકો પર ચૂંટણી જીતી છે એટલે તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે માટે ટીવીકેની સંખ્યા 107 રહી ગઈ.
તે સમયે સદનની સંખ્યા ઘટીને 233 થઈ જશે, એટલે બહુમતી માટે 117 સભ્યોના સમર્થનની જરૂર પડશે.
કૉંગ્રેસે પાંચ બેઠકો જીતી છે, ત્યારે સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આયુએમએલે બે-બે બેઠકો જીતી છે. આ રીતે હવે ટીવીકે સાથે 121 બેઠકોનો આંકડો થઈ ગયો છે જે બહુમતી માટે જરૂરી આંકડાથી વધારે છે.
રાજ્યપાલને ફરિયાદ
શનિવારે તામિલનાડુમાં વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થઈ હતી. એએમએમકે પાર્ટીના મહાસચિવ ટીટીવી દિનાકરને રાજ્યપાલને મળીને ટીવીકેની ફરિયાદ કરી હતી.
એએમએમકે આરોપ લગાવ્યો કે તેમના એકમાત્ર વિધાયકની 'હૉર્સ ટ્રેડિંગ' ના પ્રયાસ કરવામાં આવ્યા.
એએમએમકે વિધાયક કામરાજ અને પાર્ટીના મહાસચિવ ટીટીવી દિનાકરને કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મળ્યા બાદ મીડિયાને મુલાકાત કરી.
ટીટીવી દિનાકરને એક વીડિયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "ધારાસભ્ય કામરાજને પત્ર સોંપતા દેખાડતો વીડિયો કોણે બનાવ્યો? તેમણે જણાવવું જોઈએ કે આ ક્યાં બનાવવામાં આવ્યો હતો."
"અમે પત્ર એટલા માટે આપ્યો હતો કારણ કે જો પલનીસ્વામી સરકાર બનાવે તો તેની જરૂર પડી હોત. જે લોકોએ પત્રની કૉપી સોંપી."
"તેમને મૂલ પત્ર કેમ ન આપવામાં આવ્યો? મૂળ પત્ર ક્યાં છે? જો તેમણે મારી સહમતીથી પત્ર આપ્યો હતો, તે તેમણે તેનો પુરાવો આપવો જોઈએ."
દિનાકરને કહ્યું છે કે તેમણે રાજ્યપાલને જણાવ્યું કે આ નકલી વીડિયો છે.
દિનાકરને આરોપ લગાવ્યો કે આ બધું હૉર્સ ટ્રેડિંગ માટે કરાયું.
તેમણે આરોપ લગાવ્યો કે તેની પાછળ વિજયનો હાથ હતો. દિનાકરને કહ્યું કે તેઓ વકીલ પાસેથી સલાહ લેશે અને પછી નક્કી કરશું કે આ મામલે ફરિયાદ નોંધાવી છે કે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન