રાજકોટ : 'ફોઈના ભાઈ સાથે અનૈતિક સંબધોની શંકા રાખી હત્યા કરનાર' આરોપી સગી બહેનો કેવી રીતે પકડાઈ?

બીબીસી ગુજરાતી રાજકોટ : 'ફોઈના ભાઈ સાથે અનૈતિક સંબધોની શંકા રાખી હત્યા કરનાર' આરોપી સગી બહેનો કેવી રીતે પકડાઈ? ક્રાઇમ, બીબીસી ગુજરાત ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઘટના અંગે સામે આવેલી પ્રાથમિક માહિતી પ્રમાણે, બંને બહેનો, રાધા શેખ અને મધુ બાવાજીને તેમના નાના ભાઈ રવિ અને ફોઈ હકુબહેન વચ્ચે 'અનૈતિક સંબંધ' હોવાની શંકા હતી, જે બાદ બંનેએ હકુબહેનની 'હત્યા કરી દીધી' હોવાનો આરોપ છે.
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

થોડા દિવસ પહેલાં 40 વર્ષીય ફોઈ હકુબહેનની હત્યા કરી રાજકોટના જેતપુરના નવગઢ રોડ પર ફેંકી દેવાના આરોપમાં બે સગી બહેનો સહિત કુલ ચારની પોલીસે ધરપકડ કરી છે.

ઘટના અંગે સામે આવેલી પ્રાથમિક માહિતી પ્રમાણે, બંને બહેનો, રાધા શેખ અને મધુ બાવાજીને તેમનાં નાના ભાઈ રવિ અને ફોઈ વચ્ચે 'અનૈતિક સંબંધ' હોવાની શંકા હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, "આ વાત અંગે કુટુંબમાં વારંવાર ઝઘડા થતા હતા, આ 'અનૈતિક સંબંધોની વાતનું મનદુ:ખ રાખી' બંને બહેનોએ 11 નવેમ્બર એટલે કે ભાઈબીજના દિવસે જેતપુર ખાતે બોલાવી પહેલાં સોડામાં ઝેર આપી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં ગળે ટૂંપો દઈને ફોઈનું મૃત્યુ નિપજાવી દીધું હતું."

આરોપ છે કે, આરોપીઓએ લાશને 'ઠેકાણે લગાડવાના' પ્રયાસ કર્યા હતા, છતાં અંતે પોલીસ તેમના સુધી કેવી રીતે પહોંચી ગઈ?

ફરિયાદીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી રાજકોટ : 'ફોઈના ભાઈ સાથે અનૈતિક સંબધોની શંકા રાખી હત્યા કરનાર' આરોપી સગી બહેનો કેવી રીતે પકડાઈ? ક્રાઇમ, બીબીસી ગુજરાત ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, આરોપી રાધા સૈયદ (ડાબે) અને મધુ બાવાજી

ભત્રીજીઓએ પોતાની બહેન હકુબહેન પરમારની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવનાર અરવિંદ વાઘેલા કહે છે, "મારી બહેન હકુ પરમાર પાલીતાણાના હથીયાધાર ગામમાં રહેતી હતી, અને રાધા અને મધુ બંને મારા નાના ભાઈની દીકરીઓ છે, આ બંને પોતાના પતિ સાથે જૂનાગઢમાં રહેતી હતી. હકુના ધમાના દીકરા રવિ સાથે અનૈતિક સંબધ હતા. આ વાત અંગે કુટુંબમાં અવારનવાર ઝઘડા થતા."

"રવિની બંને બહેનોને આ વાત પસંદ નહોતી. હકુબહેન જેતપુર ગઈ હોવાની અમારે વાત થઈ હતી. 12 નવેમ્બરે મારા પર પોલીસનો ફોન આવ્યો અને મને કહેવામાં આવ્યું કે હકુની લાશ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં છે."

તેઓ આગળ કહે છે, "હું રાજકોટ પહોંચ્યો અને લાશને ઓળખી બતાવી. ડૉક્ટરે અમને કહ્યું કે બહેનને ગળે ટૂંપો દઈને મારી નાખવામાં આવી છે. તેથી મેં પોલીસમાં મારી બે ભત્રીજી રાધા અને મધુ, તેમજ મધુના પતિ અને અમારા સગા ભૂપત વાઘેલા સામે મારી બહેનની હત્યાની ફરિયાદ જેતપુર પોલીસમાં નોંધાવી હતી. જેની તપાસ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે."

રાજકોટ પોલીસે શું કહ્યું?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી રાજકોટ : 'ફોઈના ભાઈ સાથે અનૈતિક સંબધોની શંકા રાખી હત્યા કરનાર' આરોપી સગી બહેનો કેવી રીતે પકડાઈ? ક્રાઇમ, બીબીસી ગુજરાત ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, જેતપુરનાં એસીપી સિમરન ભારદ્વાજ

જેતપુરનાં એસીપી સિમરન ભારદ્વાજે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મૃતકના ભાઈની ફરિયાદના આધારે અમે તપાસ શરૂ કરી તો જ્યાંથી હકુબહેન પરમારની લાશ મળી હતી ત્યાંના સીસીટીવી ફૂટેજમાં એક ટૅમ્પો રિક્ષામાં ચાર માણસો લાશ લઈને ફેંકતા દેખાયા હતા. એ બાદ અમે ત્યાંથી જતા તમામ રસ્તાનાં 90 સીસીટીવી ફૂટેજ તપાસ્યાં. જેમાં અમને એ ટેમ્પો રિક્ષા એક રસ્તેથી આવતી અને પરત બીજા રસ્તેથી જતી દેખાઈ. અમે એના આધારે સતત ત્રણ દિવસ સુધી ટૅક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે રાધા સૈયદ , મધુ બાવાજી, લક્ષમણ બાવાજી અને ભૂપત વાઘેલાની અટક કરી પૂછપરછ કરી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"એ લોકોએ કહ્યું કે એમની સગી ફોઈ હકુબહેનના એમના નાના ભાઈ રવિ સાથે અનૈતિક સંબંધ હતા, જેના કારણે વારંવાર ઝઘડા થતા હતા. એ લોકોએ પાલીતાણાથી એમની ફોઈને જેતપુર બોલાવ્યાં હતાં. આરોપીઓએ પહેલાં એમની ફોઈને સોડામાં ઝેર નાખીને આપ્યું હતું. જે બાદ એ લોકો બીજા સગાને લેવા જવાનું બહાનું કાઢી નીકળી ગયા હતા. એકાદ કલાક બાદ આરોપીઓ પરત આવ્યા ત્યારે હકુબહેનને ઝેરની કોઈ અસર થઈ નહોતી તેથી એમની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હતી."

એસીપી ભારદ્વાજ કહે છે કે, પોલીસે આરોપીઓના ઘરેથી હકુબહેનને સોડાની જે બૉટલમાં ઝેર અપાયું હતું એ કબજે કરી છે.

"લાશને સગેવગે કરવા માટે વપરાયેલી ટૅમ્પો રિક્ષા પણ કબજે કરી છે. આ આખોય પરિવાર છૂટક મજૂરી કરે છે. આંતરિક ઝઘડા પણ છે."

આરોપી રાધાનાં નાનાં બહેન ગૌરી મહુવાના ગળચર ગામમાં રહે છે. તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા આખાય કુટુંબમાં મારા ભાઈ રવિ અને તેના સંબંધોની વાતની ખબર હતી. આ સંબંધ પૂરા કરવા માટે અમારાં સગાં એ બંનેને સમજાવ્યાં હતાં, મારી મોટી બહેનોનો આ વાતે અમારી ફોઈ સાથે ઝઘડો થયો હતો, પણ એ લોકો એમની હત્યા કરે એ માનવામાં આવતું નથી. પોલીસ તપાસમાં જે બહાર આવ્યું છે એ જાણીને અમને પણ આઘાત લાગ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન