Ind vs Nz : ગૌતમ ગંભીરે ભારતીય બેટિંગ પર શું કહ્યું કે વિવાદ થયો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમ ક્રિકેટ ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે છે, ગઈ કાલે શ્રેયસ અય્યરની કૅપ્ટનશિપમાં રમાયેલી મૅચમાં ભારતે પાંચમી અને અંતિમ વન-ડે મૅચમાં ન્યૂઝીલૅન્ડને 22 રનથી હરાવીને વન ડે સિરીઝ 3-1થી જીતી લીધી છે.
એ અગાઉ એક મૅચ રદ થઈ હતી, અને એક મૅચમાં ભારતની હાર થઈ હતી.
સિરીઝમાં જીત મેળવ્યા છતાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમના પ્રદર્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે મૅચ જીત્યા બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, 'બૉલર્સે સીરિઝ જિતાડી.'
ઉલ્લેખનીય છે કે ભારતની ન્યૂઝીલૅન્ડ સામે ચોથી વનડે મૅચમાં હાર થઈ હતી, જેમાં ભારત 334 રનને ચેઝ કરતા ફક્ત 89 રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું. આ મૅચમાં મેટ હેનરીએ છ વિકેટ લઈને ભારતનો બેટિંગ ઑર્ડર તોડી પાડ્યો હતો.
ત્યારબાદ ફરી ભારતના બેટિંગ ઑર્ડર પર અનેક સવાલો ઊભા થયા હતા.
ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે પણ આ મામલે આ આપેલાં નિવેદનોથી ચર્ચામાં રહ્યાં હતાં.
ત્યારબાદ હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમના બેટ્સમૅનો સામે સીધી નારાજગી વ્યક્ત કરી હતી અને 2027ના વનડે વર્લ્ડકપને લઈને ગંભીર ચેતવણી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મૅચની સિરીઝ રમાશે, જેની પ્રથમ મૅચ 19 નવેમ્બર, 2026 થી વેલિંગ્ટન ખાતે શરૂ થશે.
શું છે સમગ્ર વિવાદ?
13 નવેમ્બર, 2026ના રોજ ન્યૂઝીલૅન્ડમાં રમાયેલી ચોથી વનડેમાં ન્યૂઝીલૅન્ડે ભારતને 244 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.
તેમજ ન્યૂઝીલૅન્ડના મેટ હેનરીની 6 વિકેટ સામે ભારતીય ટીમ માત્ર 26.4 ઓવરમાં 89 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતની બેટિંગ શરૂઆતની ઓવરમાં જ પડી ભાંગી હતી, મેટ હેનરીએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સ્ટેન્ડ-ઇન કૅપ્ટન શ્રેયસ અય્યરને શૂન્ય પર આઉટ કર્યા હતા. મુલાકાતી ટીમ એક પણ રન બનાવ્યા વિના ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ ટીમ રિકવર થઈ શકી ન હતી, આખરે માત્ર 26.4 ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી.
ત્યારે ભારતીય ટીમના ગંભીરે ભારતના બેટિંગ ઑર્ડરની આકરી આલોચના કરી હતી.
ગૌતમે ફક્ત તે મૅચ જ નહીં પણ તેની પાછલી મૅચની પણ વાત કરતા કહ્યું હતું કે તે મૅચમાં ટીમે 111 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.
આ ચોથી વનડે બાદ શ્રેયસ અય્યરે પ્રેસ વાર્તામાં હાર માટે પિચના બદલાયેલા મિજાજ અને બૉલરોને મળતી વધારાની મદદ (સ્વિંગ અને સીમ) ને જવાબદાર ગણાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શ્રેયસ અય્યરે પિચના તફાવત તરફ ધ્યાન દોર્યું. અને કહ્યું, પિચને કારણે ઝડપી બૉલરોને વધુ મદદ મળી હતી અને તેમણે પરિસ્થિતિનો મહત્તમ ઉપયોગ કરવા બદલ હેનરીને શ્રેય આપ્યો.
કૅપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું હતું કે, "હું ભારતીય ટીમના પ્રસંશકો અને ચાહકોનો આભાર વ્યક્ત કરું છું."
શ્રેયસ અય્યરે કહ્યું, હવામાન બદલાતું રહ્યું. ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો અને વિજયી બનવું એ એક મોટી સિદ્ધિ છે. અને આજે અમને બેટિંગમાં આટલા રન ન મળ્યા હોવા છતાં પણ અમને ચોક્કસ પ્રકારનો વિશ્વાસ હતો.
તેમણે એમ કહ્યું કે, "ભારતીય બૅટ્સમૅનોએ તેમની વિકેટ ફેંકી ન હતી, ન્યૂઝીલૅન્ડના બોલરોનો બૉલ સારો પડી રહ્યો હતો."
જો કે ગૌતમે શ્રેયસ અય્યરના સૂચનને ફગાવી દીધું કે પિચ બદલાઈ ગઈ છે અને બૅટ્સમૅન બૉલ રમી ન શકાય તેવા સ્થિતિમાં આવી ગયા છે.
ગૌતમ ગંભીરે કહ્યું, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ બૉલ રમી ન શકાય તેવો હોતો નથી. ભારતની બેટિંગ થોડી ચિંતાનો વિષય છે, જો કે આ મૅચોમાં બૉલરો તરફથી ટીમને જરૂરી મદદ મળી છે."
"ટીમ ઇન્ડિયાએ ફક્ત માનસિક રીતે જ નહીં પરંતુ કૌશલ્યના દૃષ્ટિકોણથી પણ તૈયાર રહેવાની જરૂર છે."
"ભારતમાં, બેટિંગ માટે સૌથી સહેલો સમય પ્રથમ 10-15 ઓવરનો હોય છે. અહીં કદાચ સૌથી મુશ્કેલ સમય હોય છે. આ પરિસ્થિતિઓમાં આ જ ફરક છે."
"મને લાગે છે કે (શુક્રવારની રમતથી) મોટી ચિંતા રનની નથી, તે એ છે કે આપણે કેટલી ઝડપથી આઉટ થઈ ગયા અને મને લાગે છે કે અને તે પણ 26.4 ઓવરમાં, તે ચિંતાનો વિષય છે, તેથી આશા છે કે અમે શક્ય તેટલી વહેલી તકે તેને સુધારવાનો પ્રયાસ કરીશું."
"હું આટલી બધી ટેક્નિકલ બાબતોમાં પડતો નથી. આ બધી બાબતો આપણે ઊભી કરીએ છીએ, વૉબલ સીમ, સ્ક્રૅમ્બ્લ્ડ સીમ, ક્રૉસ સીમ. બૉલની મૂવમેન્ટને નિષ્ફળ બનાવવી એ બૅટ્સમેનનું કામ છે. મારા માટે, વૉબલ સીમ કરતાં પણ મોટી સમસ્યા એ હતી કે આપણે ક્રીઝ પર ક્યાં અટવાઈ ગયા હતા."
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આગામી વર્ષ 2027માં યોજાનાર ICC મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ પહેલાં પોતાના બૅટ્સમેનોને માનસિક અને ટેકનિકલ અનુકૂલન ક્ષમતા વધુ સારી બનાવવા હાકલ કરી હતી.
તેમજ ગૌતમ ગંભીરે ભાર મૂક્યો હતો કે ભારતની બેટિંગ ચિંતાનો વિષય છે કારણ કે ન્યૂઝીલૅન્ડ સામેની પરિસ્થિતિઓ 2027ના વર્લ્ડકપ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાનાર મૅચોમાં પડકારોનો સામનો કરવા જેવી છે.
2027માં યોજાનાર પુરુષ ક્રિકેટ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને , ગંભીરે નોંધ્યું કે ન્યૂઝીલૅન્ડની પિચ તે ભારત આવતા વર્ષે ભારત દક્ષિણ આફ્રિકામાં જે બૉલની ગતિ અને ઉછાળની સ્થિતિનો સામનો કરશે તેની સૌથી નજીકની પ્રતિકૂળતા દર્શાવે છે."
ગંભીરે ચોથી વનડે પછી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "જ્યારે તમે 89 રનમાં ઑલ આઉટ થાઓ છો ત્યારે તે ચિંતાઓ વર્લ્ડકપ દરમિયાન આપણને પડકારી શકે તેટલી જ ગંભીર હશે."
ત્યારે કૅપ્ટન શ્રેયસ અય્યરે રવિવારે ન્યૂઝીલૅન્ડમાં ભારતની બેટિંગ સંઘર્ષ અંગે હેડ કોચ ગૌતમ ગંભીરના મંતવ્યોથી અસંમત થઈને કહ્યું કે અહીંની પરિસ્થિતિઓની તુલના વર્લ્ડકપના યજમાન દેશ દક્ષિણ આફ્રિકા સાથે કરી શકાતી નથી અને પાંચ મૅચની સિરીઝમાં તો બંને બાજુ બૉલરોનું પ્રભુત્વ હતું.
જ્યારે અય્યરે સ્વીકાર્યું કે ન્યૂઝીલૅન્ડમાં તેમની ટીમ જે પરિસ્થિતિઓનો સામનો કર્યો તે આવતા વર્ષે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં જે પરિસ્થિતિઓનો સામનો કરશે તેનાથી ઘણી અલગ હશે.
અય્યરે કહ્યું કે, "અમે ન્યૂઝીલૅન્ડમાં છીએ, તેથી દક્ષિણ આફ્રિકા સાથે અમારી સરખામણી ખરેખર થઈ શકે નહીં. હવામાન અલગ હશે. ખાસ કરીને બૅટિંગના દૃષ્ટિકોણથી."
"પરંતુ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત તે છે કે અમે સિરીઝ જીતવાની હતી અને અમે જીતી ગયા. તેથી તે પછી, અમે બાકીના વિશે વધુ વિચારતા નથી."
"ચોક્કસપણે, કેટલાક મુદ્દાઓ હશે. દરેક વ્યક્તિ પોતાની અંદર જોશે."
"બીજું કે અમે લાંબા સમયથી રમી રહ્યા છીએ તેથી માનસિક થાક અને અનુકૂલન વિકસાવવાની પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું"
રવિ શાસ્ત્રીએ ગંભીરના નિવેદનને સમર્થન આપતા શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પાંચમી વનડે મૅચ પછી બોલતા, શાસ્ત્રીએ કહ્યું કે ગંભીરે યોગ્ય રીતે કહ્યું હતું કે આ પરિસ્થિતિઓ વર્લ્ડકપ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં ભારત જે પરિસ્થિતિઓનો સામનો કરશે તેના જેવી જ છે.
શાસ્ત્રીએ આગ્રહ કર્યો કે બૅટિંગ પ્રદર્શન વધુ સારું હોવું જોઈએ અને ટીમે એ સમજવાની જરૂર છે કે જીતવા માટે હંમેશાં 300થી વધુનો સ્કોર કરવો જરૂરી નથી. અનુકૂળ બૉલિંગ પરિસ્થિતિઓમાં, 260 અથવા 270 નો કુલ સ્કોર મૅચ વિજેતા સ્કોર હોઈ શકે છે.
હવે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મૅચની સિરીઝ રમાશે, જેની પ્રથમ મૅચ 19 નવેમ્બર, 2026 થી વેલિંગ્ટન ખાતે શરૂ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























