ગુજરાત હવામાન : નવરાત્રિનાં પ્રથમ બે નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા કેટલી, શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે?

ગુજરાત હવામાન: નવરાત્રિના પ્રથમ બે નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા કેટલી, શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે વારસદ લાવશે? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે. બીબીસી ગુજરાતી હવામાન સમાચાર વરસાદ ચોમાસું શિયાળો પાક ખેતર ખેડૂત ખેતી પાણી ખાતર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે.
ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતમાંથી ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિદાય મહદંશે અટકી ગઈ હતી.

તેની પાછળ એક સિસ્ટમ જવાબદાર છે, જેના આગળ વધવાથી ઘણા બધા ભેજવાળા પવનો ભારત તરફ આવતા હતા અને તેના કારણે ચોમાસાની આ વિદાય પણ કઇંક અંશે અટકી હતી.

પરંતુ હવે હવામાન વિભાગનું એવું કહેવું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેશે.

એનો અર્થ એવો થયો કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે.

તેથી આજે અથવા આવતીકાલ સુધીમાં ગુજરાતમાં ચોમાસાની વિદાય લગભગ નિશ્ચિત થઈ જશે.

જોકે, ગુજરાતના કેટલાક ભાગોમાં ગઈકાલ સુધી વરસાદ પડ્યો છે. તેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

પરંતુ હવે આજથી વરસાદનું પ્રમાણ ઘટી જશે. તેથી હવે છૂટોછવાયો વરસાદ પણ બંધ થઈ જશે.

સાથે સાથે એક એવી આશા પણ છે કે આગામી કેટલાક દિવસોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

તો આ વરસાદ આવવાની શક્યતા કેટલી છે અને ક્યારે આવશે જાણીશું આ અહેવાલમાં.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ દિવસોમાં આવી શકે ભારે વરસાદ?

ગુજરાત હવામાન: નવરાત્રિના પ્રથમ બે નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા કેટલી, શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે વારસદ લાવશે? ગુજરાત હવામાન: નવરાત્રિના પ્રથમ બે નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા કેટલી, શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે વારસદ લાવશે? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે. બીબીસી ગુજરાતી હવામાન સમાચાર વરસાદ ચોમાસું શિયાળો પાક ખેતર ખેડૂત ખેતી પાણી ખાતર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલની સ્થિતિથીને લઈને આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા નથી, પરંતુ લગભગ 10થી 11 ઑક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેના કારણે ઉત્તર ભારતમાં હવામાન પલટાશે અને તેણે કારણે વરસાદ પડવાની શક્યતા છે.

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા વધારે રહે તેવી પણ શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે અલ નીનોના વર્ષમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા સામાન્ય રીતે થોડી વધારે રહેતી હોય છે.

સાથે સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતની ઉપર અને રાજસ્થાનની નજીક બને તેવું પણ કેટલાંક હવામાન મૉડલ દેખાડી રહ્યા છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય એવી શક્યતાઓ છે.

જો કે તેની શક્યતાઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા પર નિર્ભર કરે છે.

આમ 10થી 13 તારીખ સુધી સુધી એટલે નવરાત્રિ શરૂ થાય તેના શરૂઆતી દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા વધુ રહી તો ભારે વરસાદ આવવાની પણ શક્યતા છે.

પરંતુ નવરાત્રિ પહેલા કોઈ ખાસ મહત્ત્વનો વરસાદ આવવાની શક્યતા નથી.

આમ મધ્ય ભારત, પૂર્વ, ઉત્તર ભારતના મોટાભાગના, પશ્ચિમ ભારતથી પૂર્વ ભારતમાં ક્યાંય વરસાદ દેખાતો નથી.

આ ઉપરાંત આગામી અઠવાડિયા સુધી હવામાન વિભાગની આગાહી તરફ નજર કરી તો, 3 ઑક્ટોબરની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, સમગ્ર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શકયતા છે.

4થી 8 ઑક્ટોબર દરમિયાન હવામાન વિભાગે આજ પ્રકારે આગાહી કરી છે જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શકયતા છે.

ભારતમાંથી ચોમાસાની વિદાય

ગુજરાત હવામાન: નવરાત્રિના પ્રથમ બે નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા કેટલી, શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે વારસદ લાવશે? ગુજરાત હવામાન: નવરાત્રિના પ્રથમ બે નોરતાંમાં વરસાદ પડવાની શક્યતા કેટલી, શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે વારસદ લાવશે? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે. બીબીસી ગુજરાતી હવામાન સમાચાર વરસાદ ચોમાસું શિયાળો પાક ખેતર ખેડૂત ખેતી પાણી ખાતર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ભારતમાંથી ચોમાસાની વિદાય રેખા હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધૌલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે.

આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના બાકીના ભાગો તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના તમામ ભાગો; બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતાઓ છે.

હાલની સ્થિતિને લઈને એક મજબૂત ઍન્ટિ-સાયક્લોન પશ્ચિમ ભારત નજીક બની રહ્યું છે.

તેણે કારણે પવનો જમીન તરફ નીચે આવતા નથી અને વાદળો ન બંધાય અને વરસાદ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.

બીજી તરફ, પવનોની દિશા ફરી ગઈ છે. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી સૂકા પવનોની શરૂઆત થઈ ગઈ છે જે શિયાળા પહેલા આવતાં હોય છે.

અને આ ઉપરાંત એક સિસ્ટમ બંગાળની ખાડી નજીક 15-16 ઑક્ટોબરની આસપાસ સર્જાવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન