'ગ્લાસ સ્કિન' એક ભ્રમ છે? યુવાનો બગાડી રહ્યા છે પોતાની ત્વચા? સ્કિનકેયરની પાંચ સરળ ટિપ્સ

ગ્લાસ સ્કિન, સ્કિનકેર રૂટીન, બીબીસી ગુજરાતી, skin care, glass skin

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેમિલા હોરોક્સ
    • પદ, હેલ્થ રિપોર્ટર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સોશિયલ મીડિયા કિશોરોમાં 'સ્પૉટલેસ કૉમ્પ્લેક્શન' અને જટિલ 'ગ્લાસ સ્કિન' રૂટિનના ચલણને પ્રોત્સાહન આપી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો પ્રોફેશનલોની સલાહને સ્થાને 'ગેટ રેડી વિધ મી' (જીઆરડબ્લ્યૂએમ) વીડિયોમાં ઇન્ફ્લુએન્સરોની સલાહ પર ચાલી રહ્યા છે.

પરંતુ શું ટીનેજર્સને ખરેખર ઘણા સ્ટેપ્સ ધરાવતા સ્કિનકેર રૂટિનની જરૂર છે?

ડર્મેટોલૉજિસ્ટ (ત્વચાની સમસ્યાના ડૉક્ટર) ડૉ. જૉનાથન કેંટલી પ્રમાણે, સોશિયલ મીડિયાની સૌથી ચિંતાજનક અસર 'અવાસ્તવિક સુંદરતાના માપદંડોની સતત બતાવાતી તસવીરો' છે.

ડૉ. કેંટલી કહે છે કે, "મેં હજારો દર્દીઓને તપાસ્યા છે અને ક્યારેય કોઈને 'ગ્લાસ સ્કિન' સાથે નથી જોયા. મને નથી લાગતું કે આવી કોઈ ત્વચા હોય છે અને આ માત્ર ફિલ્ટરના ઉપયોગથી તૈયાર કરાયેલી તસવીરો છે, જે બાળકોને એવું વિચારવા મજબૂર કરે છે કે આવું શક્ય છે, પરંતુ એવું નથી."

ડૉ. કેંટલી કહે છે કે ટીનેજર્સની સ્કિન પર દેખાતા બ્લૅકહેડ્સ, ડાઘ, પિગમેન્ટેશન, લાલિમા અને નિશાન હોવા એ ખૂબ સામાન્ય બાબત છે.

પરંતુ તેઓ આગળ કહે છે કે દરેક માટે સામાન્ય સ્થિતિ કંઈક અલગ હોય છે.

ડૉ. કેંટલી કહે છે કે, "મને નથી લાગતું કે તેમાં કંઈ પણ અસામાન્ય છે."

ખીલ શા કારણ થાય છે?

ગ્લાસ સ્કિન, સ્કિનકેર રૂટીન, બીબીસી ગુજરાતી, skin care, glass skin

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 13-18 વર્ષની વયના 80 ટકાથી વધુ કિશોરોને ખીલની સમસ્યા હોય છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

13થી 18 વર્ષના 80 ટકા કરતાં વધુ ટીનેજર્સને ખીલની સમસ્યા હોય છે.

ડર્મેટોલૉજિસ્ટ ડૉ. ઝૈનબ લાફ્તાહ કહે છે કે કિશોરાવસ્થા દરમિયાન થનારી મોટા ભાગની કહેવાતી સમસ્યાઓ ટેસ્ટોસ્ટેરોન સાથે સંબંધિત હોય છે, જે ઑઇલ ઉત્પાદન અને ખીલમાં વધારા માટેનું કારણ બને છે.

છોકરાઓને આ સમસ્યાઓનો સામનો વધુ પ્રમાણમાં કરવો પડી શકે છે, પરંતુ છોકરીઓમાં પણ ટેસ્ટોસ્ટેરોન હોય છે, તેથી તેમનામાં પણ ઘણાં સમાન લક્ષણ જોવા મળે છે.

ડૉ. લફ્તાહ કહે છે કે, "આ, સાથે જ બ્લૅક હેર ફૉલિકલ્સ અને સોજા, બ્લૅકહેડ્સ, વ્હાઇટહેડ્સ અને સોજાવાળા ડાઘના કારણે બને છે. ખીલ ખૂબ સામાન્ય વાત છે અને તેનો ઇલાજ શક્ય છે."

ડૉ. લફ્તાહનું કહેવું છે કે સેલિસિલિક એસિડ, એક સામાન્ય સક્રિય તત્ત્વ છે, જે ઑઇલથી ભરેલાં છિદ્રમાં પ્રવેશીને ત્વચાની તૈલી ગ્રંથિ અને મૃત ત્વચા કોશિકાઓમાં ભેગા થયેલા કલેક્શનને સાફ કરવામાં મદદ કરે છે.

ડૉ. લફ્તાહ કહે છે કે, "આ તૈલીય કે ખીલવાળી ત્વચાવઆલા કિશોરો માટે ખાસ સહાયક હોઈ શકે છે."

પરંતુ સાથે જ તેઓ ચેતવણી પણ આપે છે કે જરૂરિયાત કરતાં વધુ ઉપયોગને કારણે શુષ્કતા અને બળતરા થઈ શકે છે.

જો તમે ગંભીર ખીલ કે ત્વચાની કોઈ ગંભીર સમસ્યાથી પીડિત છે, તો ડૉ. કેંટલી કહે છે કે સોશિયલ મીડિયા પર લોકો પાસેથી સલાહ લેવાના સ્થાને તમારા ડૉક્ટર કે ત્વચા નિષ્ણાતની મદદ લો.

તો, ટીનેજર્સની ત્વચાની સંભાળ માટેનો સૌથી સારો ઉપાય શો છે?

નિષ્ણાત, ડૉ. ઝૈનબ લાફ્તાહ અને ડૉ. જોનાથન કેંટલીએ આ પાંચ સૌથી મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે -

ગ્લાસ સ્કિન, સ્કિનકેર રૂટીન, બીબીસી ગુજરાતી, skin care, glass skin

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા 'સ્પૉટલેસ કૉમ્પેક્શન' અને ઘણા તબક્કાવાળા 'ગ્લાસ સ્કિન' રૂટિનના ચલણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે

1. સિમ્પલ રૂટિન

તમારા સ્કિનકેર રૂટિનને સામાન્ય જાળવી રાખો. તમારે પાયાની ત્રણ વસ્તુઓની જરૂર છે: એક ક્લેંઝર, એક સુવાસમુક્ત મૉઇસ્ચરાઇઝર અને એસપીએફ 30 કે તેનાથી વધુની બ્રૉડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીમ.

2. ઓછો ઉપયોગ

વધુ સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો હંમેશાં સારું નથી હોતું. વારંવાર ઍક્સફોલિએશન કે તીવ્ર એસિડવાળા જટિલ સ્કિનકેર રૂટિનથી યુવાન ત્વચામાં બળતરા થઈ શકે છે. યાદ રાખો કે આ ઉંમરે ત્વચાનું સુરક્ષાત્મક સ્તર હજુ પણ વિકસિત થઈ રહ્યું હોય છે અને તેનાથી નુકસાન થઈ શકે છે.

ડૉ. કેંટલીનું કહેવું છે કે તેમણે કિશોરોમાં પેરિઓરલ ડર્મેટાઇટિસ નામક સમસ્યામાં ઝડથી વૃદ્ધિ થતી જોઈ છે, જે હાઇડ્રોક્સી એસિડ અને રેટિનૉઇડ જેવી ત્વચાનાં સુરક્ષાત્મક સ્તરોને નુકસાન પહોંચાડતાં તત્ત્વોના વધુ ઉપયોગ સાથે સંકળાયેલી છે.

ડૉ. લાફ્તાહ આગળ કહે છે કે, "કિશોર ઝડપથી પુખ્ત જેવા સ્કિનકેર રૂટિનને અપનાવી રહ્યા છે, જેમાં ઘણા સીરમ, ટોનર, માસ્ક અને ઍક્ટિવ ઇન્ગ્રીડિએન્ટ્સ સામેલ છે."

"આ ઍક્ટિવ ઇન્ગ્રીડિએન્ટ્સથી ત્વચાનાં સુરક્ષાત્મક સ્તરને નુકસાન પહોંચી શકે છે અને ત્વચા સંબંધી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે."

3. ઊંઘ અને ભોજન

પૂરતી ઊંઘ અને સંતુલિત ભોજન લેવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સફેદ કાર્બોહાઇડ્રેટ અને ખાંડથી ભરપૂર ભોજનની સાથોસાથ ઊંઘમાં ઘટાડાથી કોર્ટિસોલનું સ્તર વધે છે, અને આ બંનેનો સંબંધ ખીલ સાથે હોવાનું મનાય છે.

ડૉ. લાફ્તાહ સારી ઊંઘ લેવાની વાતના પક્ષમાં છે.

તેઓ કહે છે કે, "આપણે જાણીએ છીએ કે ઊંઘની કમીથી કોર્ટિસોલનું સ્તર વધે છે, જે એક તણાવ હોર્મોન છે અને ખીલનું કારણ બની શકે છે."

તેમજ, ડૉ. કેંટલીનું કહેવું છે કે સફેદ ચોખા અને પાસ્તા જેવા કાર્બોહાઇડ્રેટયુક્ત ખાદ્ય પદાર્થ, ખાંડયુક્ત આહાર અને પ્રોટીન શેકમાં મળી આવતા વ્હે પ્રોટીન, આ તમામનો અભ્યાસોમાં ખીલ સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે.

પરંતુ તેઓ એ વાત પર પણ ભાર મૂકે છે કે દરેકની ત્વચા અલગ હોય છે અને "કેટલાક લોકોને અન્ય કારણોને લીધે પણ ત્વચામાં સમસ્યાઓ થઈ શકે છે."

4. ખીલને ન ચૂંટો

તમારી ખીલને ચૂંટવાનું કે ફોડવાનું ટાળો. આનાથી ખીલનું પ્રવાહી ત્વચામાં ઊંડાણ સુધી જતું રહે છે, જેના કારણે સોજામાં વધારો થઈ શકે છે અને ડાઘ અને ત્વચાનું રંગ બદલાઈ શકે છે.

ડૉ. લાફ્તાહ કહે છે કે સોશિયલ મીડિયા પર પિંપલ હાઇડ્રોકોલાઇડ સ્ટાર પૅચ ખૂબ લોકપ્રિય છે. તેઓ કહે છે કે, "આ પૅચ ઉપર દેખાતી ખીલમાંથી પ્રવાહીને શોષી લે છે અને સુરક્ષાત્મક સ્તર બનાવે છે, જે ખીલને ચૂંટતા રોકે છે."

5. ડૉક્ટરની સલાહ લો

જો તમને સતત દર્દનાક સિસ્ટિક કે નિશાન પાછળ છોડી જતી ખીલ થતી હોય તો કોઈ સામાન્ય ડૉક્ટર કે ત્વચા નિષ્ણાતની સલાહ લો, કારણ કે આના માટે સામાન્યપણે ડૉક્ટર દ્વારા નિર્ધારિત ઉપચારની જરૂર હોય છે.

છોકરાઓ માટે સલાહ

કિશોરાવસ્થા દરમિયાન થનારી કહેવાતી 'સમસ્યાઓ'માંથી ઘણાનો સંબંધ એન્ડ્રોજન નામક હોર્મોન સાથે હોય છે, જે છોકરીઓમાં પણ હાજર હોય છે, પરંતુ છોકરામાં તે વધુ મળી આવે છે.

ડૉ. કેંટલી કહે છે કે, "પુરુષોની ત્વચા ક્યારેક થોડી વધુ તૈલીય હોઈ શકે છે અને તેમાં કેટલીક વધુ ખીલ પણ થઈ શકે છે અને સામાન્યપણે તમે ચહેરાને વાળ અથવા શેવિંગની અવધારણા સામે ઝઝૂમી રહ્યા હો છો, અને તેનાથી બળતરા પણ થઈ શકે છે."

"જો તમ યોગ્ય રીતે શેવ નથી કરતા, તો તમને ફૉલિકુલિટિસ થઈ શકે છે, જે ખીલનું જ એક સ્વરૂપ હોય છે. આનાથી ત્વચાના સુરક્ષાત્મક પડને ઘણું નુકસાન પહોંચી શકે છે અને સોજો ચડી શકે છે."

ત્વચાની સુરક્ષા માટે શેવ કરતી વખતે ડૉ. કેંટલીના કેટલીક સારી ભલામણો અહીં નીચે અપાઈ છે.

  • નહાયા બાદ શેવ કરો, જેથી ત્વચા ગરમ થઈ જાય, બાષ્પથી પલળી જાય અને શેવ માટે તૈયાર થઈ જાય
  • વાળને ત્વચાથી ઉપર ઉઠાવવા માટે શેવિંગ બ્રશનો ઉપયોગ કરો
  • શેવિંગ ફોમ કે શાવર જેલ જેવા ચીકણા પદાર્થ વડે શેવ કરો
  • હંમેશાં વાળ વધવાની દિશામાં જ શેવ કરો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન