IND v PAK : વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન સામે પહેલી વખત હાર્યું, રિઝવાન-બાબરની જોડીએ જીત અપાવી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાનની ટીમ ભારત સામે વર્લ્ડકપના T20 મુકાબલામાં 10 વિકેટથી જીતી છે અને સાથે જ ભારતનો પાકિસ્તાન સામે સતત જીતવાનો ક્રમ પણ તોડી દીધો છે.

ભારતીય ટીમના બૅટ્સમૅનો પર પહેલી ઓવરથી હાવી થઈ ગયેલા શાહીન આફ્રિદી પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.

રિઝવાન-બાબર
ઇમેજ કૅપ્શન, રિઝવાન-બાબરની જોડી પાકિસ્તાનને જીત તરફ દોરી ગઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 મૅચમાં પહેલી ઓવરથી જ પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ પર હાવી રહી હતી.

ભારતીય ટીમને 151 રનમાં સમેટી દીધા બાદ પાકિસ્તાનની ટીમના કપ્તાન બાબર અને રિઝવાને મજબૂત શરૂઆત કરી હતી અને અંત સુધી વિકેટ ગુમાવી નહોતી.

મહંમદ રિઝવાને 55 બૉલમાં 79 રન કર્યા હતા તો બાબર આઝમે 52 બૉલમાં 68 રન ફટકાર્યા હતા.

line

શાહીન આફ્રિદી ભારતીય બૅટ્સમૅનોને ભારે પડ્યા?

વિરાચ કોહલીની ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મૅચ
ઇમેજ કૅપ્શન, વિરાચ કોહલીની ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મૅચ

પાકિસ્તાન ટીમના બૉલર શાહીન આફ્રિદીએ રોહિત શર્માને પ્રથમ બૉલ પર જ આઉટ કરી દીધા હતા અને એ બાદ કે. એલ. રાહુલને પણ આઉટ કર્યા હતા.

જે બાદ હસન અલીની બૉલિંગમાં સૂર્યકુમાર યાદવ પણ 11 રન કરીને આઉટ થઈ ગયા હતા.

ત્રીજી વિકેટ બાદ તેરમી ઓવર સુધી ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને ઋષભ પંત ભાગીદારી નિભાવી રહ્યા હતા, જોકે શાદાબના બૉલ પર ઋષભ પંત 39 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

જે બાદ કપ્તાન વિરાટ કોહલી ક્રિઝ પર ટકી રહ્યા હતા અને 18મી ઓવરના પહેલા બૉલમાં કોહલીએ અર્ધસદી પૂરી કરી હતી, જે બાદ વિરાટ કોહલી આઉટ થઈ ગયા હતા.

વિરાટ કોહલી બાદ હાર્દિક પંડ્યા પણ 11 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

પાકિસ્તાનની ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રવિવારે યોજાનારી ક્રિકેટ મૅચના એક દિવસ પહેલાં જ ટ્વિટર સહિત મોટાભાગનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર #INDvPAK ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.

line

ભારત હવે કોની સામે મૅચ રમશે?

  • 31 ઑક્ટોબર- વિ. ન્યૂઝીલૅન્ડ
  • 03 નવેમ્બર- વિ. અફઘાનિસ્તાન
  • 05 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
  • 08 નવેમ્બર- વિ. નામિબિયા
line

કઈ ટીમ કયા ગ્રૂપમાં?

બાંગ્લાદેશ, શ્રીલંકા, નામિબિયા અને સ્કૉટલૅન્ડ રાઉન્ડ-1માંથી ક્વૉલિફાઈ થઈને સુપર-12માં પહોંચ્યાં છે
ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નામિબિયા અને સ્કૉટલૅન્ડ રાઉન્ડ-1માંથી ક્વૉલિફાઈ થઈને સુપર-12માં પહોંચ્યાં છે

ગ્રૂપ-1 ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ

ગ્રૂપ-2 ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કૉટલૅન્ડ

line

કેવી રીતે ગણવામાં આવશે પૉઇન્ટ?

પહેલા રાઉન્ડની જેમ જ સુપર-12 તબક્કાના પૉઇન્ટ ગણવામાં આવશે. જીતનાર ટીમને બે પૉઇન્ટ મળશે.

ટાઈ થાય, મૅચ રદ થાય અથવા કોઈ નિર્ણય ન આવવાના કિસ્સામાં બંને ટીમોને એક-એક અંક મળશે.

હારવા અથવા મૅચ છોડવા પર કોઈ પૉઇન્ટ નહીં મળે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો