ગુજરાત હવામાન : આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ચોમાસું ક્યાં અટક્યું?

હવામાન, ગુજરાત, વરસાદ, ચોમાસું, ભારત ગુજરાત હવામાન: આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ચોમાસું ક્યાં અટક્યું?

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં બપોરે ગરમીના કારણે દિવસ દરમિયાન બફારો તેમજ રાતના સમયે સામાન્ય પવન સાથે ઠંડકનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સવાલ છે કે હવે ચોમાસું કેટલા દિવસ ખેંચાશે?

છેલ્લા 24 કલાકોથી દક્ષિણ ગુજરાતનાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે જો કે તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.

ભારતમાં 4 જૂનથી શરૂ થયેલું ચોમાસું 8 જૂને જે સ્થળે પહોંચ્યું હતું હાલ પણ તે જ વિસ્તારમાં અટકી ગયું છે.

ત્યારે આવનારા ચાર પાંચ દિવસોને લઈને પણ હવામાન વિભાગે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું આગળ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ પણ પ્રીમોન્સૂન વરસાદની યોગ્ય શરૂઆત થઈ નથી અને ગુજરાતમાં ચોમાસાની ઍન્ટ્રી પાછી ઠેલાઈ રહી છે.

બીજી તરફ, જ હવામાન વિભાગે આગમી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

આ વચ્ચે 18 જૂનથી હવામાન વિભાગે ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી છે.

ત્યારે, ગુજરાતમાં કયા દિવસે પડી શકે છે વરસાદ જાણો આ અહેવાલમાં.

વીડિયો કૅપ્શન, Monsoon 2026 : ચોમાસું આગળ વધીને ગુજરાત કયારે પહોંચશે? શું છે વરસાદની આગાહી?

ચોમાસું હજી અટવાયું છે મુંબઈ ક્યારે પહોંચશે?

હવામાન, ગુજરાત, વરસાદ, ચોમાસું, ભારત ગુજરાત હવામાન: આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ચોમાસું ક્યાં અટક્યું?

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગ અનુસાર, ચોમાસું હાલની પરિસ્થિતિએ આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના બાકીના ભાગોમાં તેમજ તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં તરફ આગળ વધ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, આજની પરિસ્થિતિએ 4 જૂનથી પ્રવેશેલા ચોમાસાની ઉત્તરીય સીમા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબાની, રાંચી, જમુઈ, મુઝફ્ફરપુરથી પસાર થઈ રહી છે.

હવામાન વિભાગે કહ્યું છે, આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો તેમજ છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે.

આ સાથે જ 18 જૂનથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. ત્યારે નીચલા સ્તરે પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં આ દિવસોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે શું આગાહી કરી?

હવામાન, ગુજરાત, વરસાદ, ચોમાસું, ભારત ગુજરાત હવામાન: આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ચોમાસું ક્યાં અટક્યું?

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગે જાહેર કરેલ બુલેટિન અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ત્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાણી શક્યતા છે.

આવતીકાલે 17 જૂને હવામાન વિભાગે આગાહી કરી છે, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવા વરસાદ થવાની સંભાવના છે.

તે સિવાય ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

18 જૂનની સ્થિતિએ પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે પણ આ દિવસે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓની પણ આગાહી કરી છે.

જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ દિવસે ઉત્તર ગુજરાતના અને બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની પ્રબળ સંભાવના છે.

તે ઉપરાંત 19 અને 20જૂનની પરિસ્થિતિને લઈને પણ હવામાન વિભાગે આજ પ્રકારની આગાહી કરી છે, જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

બાકીના દિવસોની જેમ આ સિવાયના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

ત્યારે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં હાલ અહીં પડી રહયો છે વરસાદ

હવામાન, ગુજરાત, વરસાદ, ચોમાસું, ભારત ગુજરાત હવામાન: આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ચોમાસું ક્યાં અટક્યું?

ઇમેજ સ્રોત, ANI

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો થયો હતો.

આ સિવાય ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો.

મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ રહ્યું હતું,

ઉત્તર ગુજરાત વિસ્તારના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ અને બાકીના વિસ્તારમાં સામાન્ય રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન