પત્નીને 120 પુરુષો સાથે સેક્સ કરવા મજબૂર કરાઈ, પતિના સકંજામાંથી આ રીતે ભાગી મહિલા

પત્નીને 120 પુરુષો સાથે સેક્સ કરવા મજબૂર કરાઈ, પતિના સકંજામાંથી આ રીતે ભાગી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અલકેશ ફિલિપ્સ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

(આ સમાચારનું વિવરણ તમને વિચલિત કરી શકે છે.)

સ્વીડનમાં 61 વર્ષના એક પુરુષ પર પોતાની પત્નીને 120 પુરુષો સાથે સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો આરોપ છે. આ આરોપમાં તેને (પતિને) ચાર વર્ષ અને પાંચ મહિનાની જેલની સજા સંભળાવાઈ છે.

કોર્ટે જણાવ્યું કે તેણે હિંસાની ધમકીઓ આપીને અને સિક્યૉરિટી કૅમેરા મારફતે પત્નીનું નિયંત્રણ કર્યું. તેને બળાત્કારનો પ્રયાસ, દલાલી, મારપીટ અને ધમકી આપવા સહિતના ઘણા અપરાધો બદલ દોષિત ઠેરવવામાં આવ્યો. આ ચુકાદો સ્વીડનના પૂર્વ તટ પર આવેલા હર્નોસાંડની અદાલતે આપ્યો હતો.

કોર્ટે પૈસા આપીને સેક્સ કરવાના આરોપમાં 28 અન્ય પુરુષોને પણ દોષિત ઠેરવ્યા છે. આ મામલે આખી દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. કેટલાક લોકો તેની તુલના ફ્રાન્સના ડોમિનિક પેલિકો મામલાની સાથે કરી રહ્યા છે.

પેલિકોએ નશીલો પદાર્થ આપીને પોતાની પત્ની ગિજેલનો નવ વર્ષ સુધી અન્ય પુરુષો સાથે બળાત્કાર કરાવ્યો હતો.

સ્વીડનના આંગરમાનલૅન્ડ પ્રાંતના આ પુરુષે પોતાના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું છે. તેનો દાવો હતો કે તેણે માત્ર આપસી સહમતિથી થનારી મુલાકાતો કરાવવામાં મદદ કરી હતી. પરંતુ અદાલતે પીડિતાના પક્ષની દલીલને સ્વીકાર કરતાં કહ્યું કે તેણે પોતાની પત્નીનું 'બેરહમીથી શોષણ' કર્યું.

આ મામલો સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય પ્રક્રિયાને કારણે પતિ-પત્નીની ઓળખ જાહેર કરાઈ નથી.

પીડિતાના વકીલોના પક્ષ પ્રમાણે, વર્ષ 2022માં આ પુરુષે પોતાની પત્નીને પૈસા લઈને અન્ય પુરુષો સાથે યૌનસંબંધ બનાવવા માટે મજબૂર કરવાનું શરૂ કર્યું હતું.

અપમાન અને તિરસ્કારની ભાષા

મહિલા, સેક્સ, સ્વીડન, બીબીસી ગુજરાતી

આ વિવિધ પુરુષો દેશના વિવિધ ભાગોમાંથી ક્રામફોર્સસ્થિત તેના એકાંત ફાર્મહાઉસ પર આવતા હતા. આ સિલસિલો ત્યાં સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી મહિલાએ ઑક્ટોબર, 2025માં પોલીસને ફરિયાદ નહીં કરી.

પીડિતોના વકીલોએ કહ્યું કે આ પુરુષ પોતાની પત્નીને નશીલો પદાર્થ આપતો હતો.

મહિલાનો પતિ પૂર્વ સ્વીડનસ્થિત તેના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘર, સીમિત સામાજિક સંપર્કો અને ઘરમાં લાગેલા સિક્યૉરિટી કૅમેરાનો ઉપયોગ તેની પત્નીને નિયંત્રણમાં રાખવા માટે કરતો હતો.

કેટલાક કૅમેરામાં યૌનક્રિડા રેકૉર્ડ પણ થઈ જતી હતી.

તેણે તેની પત્નીને જાનથી મારી નાખવાની, પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની અને તેની આંગળી કાપી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

મહિલા, સેક્સ, સ્વીડન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સ્વીડિશ પબ્લિક બ્રૉડકાસ્ટર એસવીટીના જણાવ્યા પ્રમાણે મહિલાને ખબર હતી કે ઘરમાં ક્યાં કૅમેરા લાગેલા છે.

એક દિવસ તે ઘરમાં લાગેલા કૅમેરાની રેન્જથી બહાર નીકળીને ભાગી અને પોલીસને ફોન કર્યો.

કોર્ટે જાણ્યું કે આ પુરુષે પોતાની પત્નીને યૌનસંબંધનું ફિલ્માંકન કરવા અને તેને ઑનલાઇન બ્રૉડકાસ્ટ કરવા પણ મજબૂર કરી હતી.

તેણે પોતાની પત્નીને ગ્રાહકો મેળવવા માટે પણ મજબૂર કરી હતી. તેના માટે તે દબાણ પણ લાવતો હતો. તે કહેતો હતો કે પાડોશીઓ અને અન્ય લોકોને પણ તે યૌનસંબંધ બનાવવા માટે રાજી કરે.

કોર્ટે કહ્યું કે ઘણા મામલામાં તેણે આ કામ લાંબા સમય સુધી દબાણ ઊભું કરીને કરાવડાવ્યું. તેના માટે તે તેની પત્ની સાથે તિરસ્કાર અને અપમાનજનક ભાષામાં વાત કરતો હતો.

28 પુરુષો પણ દોષિત

મહિલા, સેક્સ, સ્વીડન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કોર્ટે માન્યું કે પૈસા લઈને યૌનસંબંધ બનાવવાની વાત સૌ પ્રથમ પતિએ કરી હતી.

જોકે, અદાલતે બળાત્કારના આઠ આરોપોને ફગાવી દીધા. કારણ કે પીડિતા સાબિત ન કરી શક્યાં કે મહિલાની ભાગેદારી પૂર્ણ પ્રકારે તેની ઇચ્છાની વિરુદ્ધ હતી.

એક મામલે તો એ પણ સ્પષ્ટ ન થઈ શક્યું કે વાસ્તવમાં કઈ-કઈ યૌનક્રિડાઓ થઈ હતી. છતાં પતિને સજા તો થઈ જ.

પતિને જેલની સજા ઉપરાંત કોર્ટે તેને મહિલા(પત્ની)ને બે લાખ સ્વીડિશ ક્રોનાનું વળતર આપવાનો હુકમ પણ કર્યો.

સ્વીડિશ અધિકારીઓએ આ પ્રકારના 120 પુરુષોની ઓળખ કરી હતી. જેને પૈસા આપીને સેક્સ કરવાની સુવિધા મેળવી હતી. પરંતુ આ મામલે માત્ર 29 પુરુષો પર જ આરોપ લગાવવામાં આવ્યા. આરાપીઓએ પોતાના પર લાગેલા આરોપોનો ઇન્કાર કર્યો. તેમના મત પ્રમાણે તેમણે ન તો મહિલા સાથે કોઈ યૌનસંબંધ બનાવ્યો હતો કે ન તો કોઈ પૈસાની ચુકવણી કરી હતી.

છતાં, કોર્ટે 28 પુરુષોને દોષિત ઠેરવ્યા. તે પૈકી બે પુરુષોને જેલની સજા સંભળાવવામાં આવી, જ્યારે કે બાકીને નિલંબિત સજા કે પ્રોબેશન પર છોડી દીધા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન