કિંગ ચાર્લ્સ તૃતીય : બ્રિટનના નવા રાજાના જીવનની કેટલીક મહત્ત્વપૂર્ણ પળો, તસવીરોમાં

કિંગ ચાર્લ્સ તૃતીયની આધિકારિક તસવીર 60મા જન્મદિવસ પર .
ઇમેજ કૅપ્શન, મહારાણી એલિઝાબેથના નિધન બાદ ચાર્લ્સ તૃતીય રાજા બની ગયા છે.
પ્રકાશિત

ચાર્લ્સ તૃતીય, બ્રિટનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ઉત્તરાધિકારીની ભૂમિકામાં રહ્યા અને હવે તેઓ બ્રિટિશ સિંહાસન પર આસીન થયા છે. 70 વર્ષની ઉંમર બાદ સિંહાસન મેળવનારા તેઓ પ્રથમ રાજા બન્યા છે.

73 વર્ષના કિંગ ચાર્લ્સ તૃતીયના જીવનની કેટલીક મહત્ત્વની પળો તસવીરોમાં અહીં જોઈ શકો છો.

મહારાણી એલિઝાબેથ દ્વિતીય, જ્યારે તેઓ પ્રિન્સેસ એલિઝાબેથ હતાં, પોતાના પ્રથમ સંતાન (હવે કિંગ ચાર્લ્સ તૃતીય) સાથે 1948, તેમના ક્રિશ્ચિયનિંગમાં
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જનો જન્મ 14 નવેમ્બર 1948 થયો હતો. તેમની ઉંમર ત્રણ વર્ષથી થોડી જ વધુ હતી જ્યારે તેમનાં માતા મહારાણી બન્યાં.
1px transparent line
પ્રિન્સેસ એલિઝાબેથ ઑફ ઇંગ્લૅન્ડ અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઑફ એડિનબરા, નાનકડા ચાર્લ્સ સાથે 1949માં વિન્ડલશૅમ મૂર,સરેમાં.
ઇમેજ કૅપ્શન, માત્ર એક વર્ષની ઉંમરે તેમને પોતાનાં માતા-પિતાથી દૂર રહેવાનો પ્રથમ અનુભવ થયો હતો. તેમના પિતા પ્રિન્સ ફિલિપ માલ્ટામાં નૌકાદળના અધિકારી તરીકે તહેનાત હતા, તેમને મળવા તેમનાં માતા માલ્ટા ગયાં હતાં.
ક્લૅરેન્સ હાઉસ, લંડનમાંથી લોકોને અભિવાદન કરતા ચાર્લ્સ. નર્સ લાઇટબૉડીએ તેમને પકડ્યા છે. તેઓ પોતાનાં નાના-નાની, કિંગ અને ક્વીન તથા પોતાનાં માતા પ્રિન્સેસ એલિઝાબેથને વેસ્ટમિનસ્ટર તરફ જતાં જોઈ રહ્યા છે
ઇમેજ કૅપ્શન, નાનકડા ચાર્લ્સને અનેક વખત નર્સરી સ્ટાફ સાથે રહેવું પડતું હતું
1957માં ફુટબૉલ રમતા ચાર્લ્સ
ઇમેજ કૅપ્શન, આઠ વર્ષ સુધી તેમને ઘરે જ શિક્ષણ મળ્યું, ચાર્લ્સ પ્રથમ એવા ઉત્તરાધિકારી હતા જેઓ શાળાએ ગયા, આ તસવીર 1957માં તેઓ ફુટબૉલ રમતા હતા ત્યારની છે
કિંગ જ્યોર્જ ષષ્ઠમ અને ક્વીન એલિઝાબેથ સ્કૉટલૅન્ડ પહોંચ્યા. બાલમોરલ કૅસલમાં પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ એન પણ સાથે
ઇમેજ કૅપ્શન, તેઓ પોતાનાં નાની ક્વીન મધરની ઘણા નિકટ હતા.
1px transparent line
ક્વીન એલિઝાબેથ દ્વિતીય ગોર્ડોનસ્ટોન સ્કૂલમાં ચાર્લ્સના અંતિમ દિવસે, 31 જુલાઈ 1967ના તેમને મળવાં આવ્યાં હતાં
ઇમેજ કૅપ્શન, તેમને મજબૂત બનાવવા માટે તેમને ગોર્ડોનસ્ટોન સ્કૂલમાં મોકવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને પરેશાન કરવામાં આવ્યા અને તેમણે માતા-પિતા પાસેથી શાળા છોડવાની પરવાનગી આપવાની વિનંતી કરી
1px transparent line
કિગ ચાર્લ્સ તૃતીય ટ્રિનિટી કૉલેજ, કૅમ્બ્રિજમાં, મે 1969.
ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ચાર્લ્સે ટ્રિનિટી કૉલેજથી પહેલાં આર્કિયોલૉજી અને એંથ્રોપોલૉજી અને ત્યાર બાદ ઇતિહાસનો અભ્યાસ કર્યો. શાહી પરિવારમાં તેઓ પ્રથમ ઉત્તરાધિકારી હતા જેમણે ડિગ્રી પૂર્ણ કરી.
મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને ચાર્લ્સ
ઇમેજ કૅપ્શન, જુલાઈ 1969માં ચાર્લ્સને પ્રિન્સ ઑફ વેલ્સ બનાવવામાં આવ્યા, કેરનારફોન કાસલમાં સમારોહ દરમિયાન તેમણે વેલ્સ અને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું
કિગ ચાર્લ્સ તૃતીય ચિપમંક ઍરક્રાફ્ટમાં કેમ્બ્રિજશાયરમાં RAF ઓકિંગટન જતાં પહેલાં, 20 મે 1969.
ઇમેજ કૅપ્શન, સેનામાં કામ કરવાની પરિવારની પરંપરાને અનુસરતાં ચાર્લ્સે RAF ક્રૅનવેલમાં પાઇલટની ટ્રેનિંગ લીધી અને તેઓ ડાર્ટમાઉથમાં રૉયલ નૅવલ કૉલેજમાં પણ ગયા
કિગ ચાર્લ્સ તૃતીય ડેવૉનના લિમ્પસ્ટોનમાં રૉયલ મરીન્સ ટ્રેનિંગ સેન્ટરમાં અને તેઓ ફર્સ્ટ ક્લાસ પાસ થયા હતા, 13 જાન્યુઆરી 1975.
ઇમેજ કૅપ્શન, તેમણે આકરું સૈન્યપ્રશિક્ષણ લીધું અને ઍક્શન મૅનની ઉપાધિ મેળવી
પ્રિન્સ ચાર્લ્સ એચએમએસ બ્રોનિંગટન પર , 9 ફેબ્રુઅરી 1976
ઇમેજ કૅપ્શન, પ્રિન્સ ચાર્લ્સ એચએમએસ બ્રોનિંગટન પર, 9 ફેબ્રુઅરી 1976. તેમણે રૉયલ નેવીમાં પોતાના અંતિમ તબક્કામાં માઇન હન્ટરની કમાંડ સંભાળી
કિગ ચાર્લ્સ તૃતીય ઍસ્ટન માર્ટિન ચલાવતા વિંડસર, ઇંગ્લૅન્ડ પોલો ગ્રાઉન્ડ્સ પર. 1975
ઇમેજ કૅપ્શન, તેમના 30મા જન્મદિવસ સુધી ચાર્લ્સ પ્રખ્યાત થઈ ગયા હતા.
કિગ ચાર્લ્સ તૃતીય 1979માં વિંડસર્ફિગ કરતા
ઇમેજ કૅપ્શન, એક સમયે 'મોસ્ટ ઍલિજિબલ બૅચલર' ગણાતા પ્રિન્સ ચાર્લ્સ પોલો, સ્વિમિંગ જેવી રમતો ઉપરાંત વિંડસર્ફિંગ કરતા ઘણી વખત જોવા મળતા
કિંગ ચાર્લ્સ તૃતીય અને કૅમિલા પાર્કર બાઉલ્સ (હવે ક્વીન કૉન્સોર્ટ), પોલો મૅચ બાદ 1972.
ઇમેજ કૅપ્શન, કૅમિલા પાર્કર બાઉલ્સ સહિત અનેક મહિલાઓ સાથે તેમના સંબંધ ચર્ચામાં રહેતા
કિંગ ચાર્લ્સ તૃતીય ફિજીની શાહી યાત્રા દરમિયાન એક સામાજિક કાર્યક્રમમાં એક મહિલા સાથે નાચતા
ઇમેજ કૅપ્શન, 1976માં જ્યારે પ્રિન્સ માટે "વાસ્તવિક કાર્ય"ની ચર્ચા થવા લાગી ત્યારે તેમણે અનેક શાહી યાત્રાઓ કરી અને ચૅરિટી કરતા થયા, તેમણે પ્રિન્સ ટ્રસ્ટની સ્થાપના કરી.
24 ફેબ્રુઆરી 1981ના મંગેતર લેડી ડાયના સ્પેન્સર સાથે કિંગ ચાર્લ્સ તૃતીય બકિંઘમ પૅલેસની બહાર, તેમની સગાઈની ઘોષણા બાદ.
ઇમેજ કૅપ્શન, 1981માં અનેક અટકળો બાદ ચાર્લ્સ અને ડાયનાની સગાઈની ઘોષણા કરાઈ હતી
1px transparent line
નવદંપતી પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ બકિંઘમ પૅલેસની બાલકનીમાં
ઇમેજ કૅપ્શન, સેન્ટ પૉલ કૅથેડ્રલમાં પાંચ મહિના બાદ તેમનાં લગ્ન થયાં- આશરે 600,000 લોકો રસ્તાઓ પર તેમનાં લગ્નની ઝલક મેળવવા ભેગા થયા હતા
કિંગ ચાર્લ્સ તૃતીય અને ડાયના, પ્રિન્સેસ ઑફ વેલ્સ તેમના હનીમૂનના અંતિમ તબક્કામાં દંપતી ડી નદીના તટ પર બાલમોરલ કૅસલના મેદાનો પર (ઑગસ્ટ 19, 1981)
ઇમેજ કૅપ્શન, સ્કૉટલૅન્ડના બાલમોરલ કાસલમાં હનીમૂન દરમિયાન ડી નદીના કિનારે નવવિવાહિત દંપત્તી
તેમના પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હૅરી સાથે રૉયલ યૉટ બ્રિટાનિયા પર (5 મે 1985 વૅનિસ, ઇટાલી)
ઇમેજ કૅપ્શન, બે બાળકો પ્રિન્સ વિલિયમ્સ (1982માં) અને નાના ભાઈ પ્રિન્સ હેરી (1984માં)ના જન્મ છતાં તેમનાં લગ્નમાં મુશ્કેલીઓ ઊભી થઈ અને ચાર્લ્સ અને ડાયનાના જુલાઈ 1996માં છૂટાછેડા થયા
પ્રિન્સેસ ડાયનાના કૉફિનને જોતાં કિંગ ચાર્લ્સ, અર્લ સ્પેન્સર, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હૅરી અને પ્રિન્સ ફિલિપ
ઇમેજ કૅપ્શન, 1997માં પેરિસમાં એક કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયનાનું અવસાન થયા બાદ પ્રિન્સ ચાર્લ્સે તેમની અંત્યેષ્ટિ રાજસી રીતે કરવા પર ભાર મૂક્યો.
કિંગ ચાર્લ્સ તૃતીય પુત્રો પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હૅરી સાથે સ્વિસ સ્કી રિસૉર્ટમાં ખાનગી રજાઓ માણતા (6 એપ્રિલ 2000)
ઇમેજ કૅપ્શન, ડાયનાના મૃત્યુ બાદ રાજપરિવારે પોતાની છબિ વિશે વિચારવા મજબૂર થવું પડ્યું અને ચાર્લ્સે જલદી જ પરિવર્તનો અપનાવ્યાં. તેઓ એક પ્રેમાળ અને બાળકોનું ધ્યાન રાખનાર પિતા તથા એક આધુનિક ઉત્તરાધિકારી તરીકે દેખાવા લાગ્યા
પ્રિન્સ ઑફ વેલ્સ બાળકો સાથે બાસ્કેટ બૉલ રમતા
ઇમેજ કૅપ્શન, ડાયનાના મૃત્યુ બાદ પ્રિન્સ ચાર્લ્સે પોતાની નવી છબિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો
કિંગ ચાર્લ્સ તૃતીય સુઅર પાળનાર ખેડૂત પીટર હાર્ટ અને "સૅલી ધ સો" સાથે,વૉરિનર સ્કૂલ ઑર્ગેનિક ફાર્મ, 31 જાન્યુઆરી 2003.
ઇમેજ કૅપ્શન, તેમણે કેટલાક વિષયો પર ખૂલીને પોતાનો મત વ્યક્ત કર્યો, જેમકે જૈવિક ખેતી અને વૈકલ્પિક દવાઓને સમર્થન આપ્યું. સાથે જ 'જેનેટિકલી મોડિફાઇડ' પાકનો વિરોધ કર્યો.
કિંગ ચાર્લ્સ તૃતીય પાઉન્ડબરી અને સ્થાનિકોને મળ્યા
ઇમેજ કૅપ્શન, આધુનિક આર્કિટેક્ચરના ટીકાકાર પ્રિન્સ ચાર્લ્સનું ટાઉન પ્લાનિંગનું વિઝન ડોરસેટના પાઉન્ડબરી ગામમાં પૂર્ણ થયું
કિંગ ચાર્લ્સ તૃતીય ક્વીન મધરના તાબૂત સામે, 8 એપ્રિલ 2002 લંડન વેસ્ટમિનસ્ટર હૉલમાં
ઇમેજ કૅપ્શન, 2002માં તેમણે પોતાનાં 'કરિશ્માઈ નાની' ક્વીન મધર વિશે વાત કરી, જેમનું 101 વર્ષની ઉંમરે ઊંઘમાં જ મૃત્યુ થયું હતું. તેમના અંતિમ દર્શન સમયે વેસ્ટમિન્સ્ટર હૉલમાં ક્વીન મધરના તાબૂત સામે ઊભેલા પ્રિન્સ ચાર્લ્સ
10 ફેબ્રુઆરી 2005ના તેમની સગાઈની ઘોષણા કરતા કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કૉન્સૉર્ટ વિંડસર કૅસલમાં પાર્ટીમાં
ઇમેજ કૅપ્શન, વર્ષો સુધી સંબંધ રહ્યા બાદ 2005માં તેમણે કૅમિલા પાર્કર બાઉલ્સ સાથે સગાઈ કરવાની જાહેરાત કરી. તેઓ 1970માં પ્રથમ વખત મળ્યાં હતાં.
કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કૉન્સૉર્ટ કૅમિલા પાર્કર બાઉલ્સ, પ્રિન્સ હૅરી, પ્રિન્સ વિલિયમ ટૉમ, લૉરા પાર્કર બાઉલ્સ, ડ્યૂક ઑફ એડિનબરા, ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને મેજર બ્રૂસ શૅન્ડ, વિંડસર કૅસલના વ્હાઇટ ડ્રૉઇંગ રૂમમાં.
ઇમેજ કૅપ્શન, તેઓ શાહી પરિવારના પ્રથમ સભ્ય બન્યા જેમણે સિવિલ સેરેમનીમાં લગ્ન કર્યાં, શ્રીમતિ પાર્કર બાઉલ્સ ડચેસ ઑફ કૉર્નવૉલ બન્યાં અને હવે ચાર્લ્સના રાજા બનવાથી તેઓ ક્વીન કૉન્સૉર્ટ બની ગયાં
મહારાણી એલિઝાબેથ દ્વિતીય, ડ્યૂક ઑફ એડિનબર્ગ, કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કૉન્સૉર્ટ વેસ્ટમિન્સટર એબીમાં
ઇમેજ કૅપ્શન, 2011માં તેમના મોટા પુત્ર પ્રિન્સ વિલિયમનાં, વેસ્ટમિન્સટર ઍબીમાં કૅથરીન મિડલટન સાથે લગ્ન થયાં
કિંગ ચાર્લ્સ તૃતીય, ડચેસ ઑફ કેમ્બ્રિજ, પ્રિન્સેસ શાર્લૉટ, પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સ વિલિયમ, ડ્યૂક ઑફ કેમ્બ્રિજ, પ્રિન્સ હૅરી, મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપ બાલ્કનીમાં
ઇમેજ કૅપ્શન, કિંગ ચાર્લ્સ તૃતીયના પ્રથમ પૌત્ર પ્રિન્સ જ્યોર્જ અને પૌત્રી પ્રિન્સેસ શાર્લૉટનો અનુક્રમે 2013 અને 2015માં જન્મ થયો
મેઘન માર્કેલ, સેન્ટ જ્યોર્જ ચૅપલ, વિંડસર કૅસલમાં પ્રિન્સ હૅરી સાથે લગ્ન (19 મે 2018) વખતે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે
ઇમેજ કૅપ્શન, કિંગ ચાર્લ્સ તૃતીય પોતાના નાના પુત્ર પ્રિન્સ હેરીનાં નવવધૂ મેઘન મર્કેલ સાથે 2018માં
1px transparent line
17 એપ્રિલ 2021ના બર્કશાયરમાં વિંડસર કૅસલમાં ડ્યૂક ઑફ એડિનબરાની અંતિમયાત્રા વખતે કિંગ ચાર્લ્સ તૃતીય
ઇમેજ કૅપ્શન, એપ્રિલ 2021 તેમના પિતા પ્રિન્સ ફિલિપના નિધન બાદ વિંડસર કાસલમાં તેમના તાબૂતની પાછળ ચાલતી વખતે પ્રિન્સ ચાર્લ્સ રડતા દેખાયા હતા
1px transparent line
કિંગ ચાર્લ્સ તૃતીય ક્વીન કૉન્સૉર્ટ, પ્રિન્સ હૅરી, મેઘન મર્કેલ સાથે 22મે, 2018ના બકિંઘમ પૅલેસમાં તેમના 70મા જન્મદિવસની ઉજવણીમાં.
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ તૃતીય ક્વીન કૉન્સૉર્ટ, પ્રિન્સ હેરી, મેઘન મર્કેલ સાથે 22મે, 2018ના બકિંઘમ પૅલેસમાં તેમના 70મા જન્મદિવસની ઉજવણી વખતે
ચાર્લ્સ એવા સમયમાં રાજા બન્યા છે જ્યારે શાહી સત્તા પ્રત્યે લોકોનો વ્યવહાર બદલાયો છે
ઇમેજ કૅપ્શન, ચાર્લ્સ એવા સમયમાં રાજા બન્યા છે જ્યારે શાહી સત્તા પ્રત્યે લોકોનું વલણ ઝડપથી બદલાઈ રહ્યું છે
1px transparent line
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન