ફ્રાન્સ : ઘેટાં-બકરાંની જાતીય સતામણીના આરોપમાં અફઘાન નાગરિકને 30 મહિનાની જેલની સજા, કેવી રીતે ઝડપાયો?

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સની એક અદાલતે 19 વર્ષના એક અફઘાન યુવાનને ઘેટાં અને બકરીના જાતીય શોષણના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે.
બીબીસી પશ્તો અનુસાર ફ્રાન્સના મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ગયા સોમવારે ફ્રાન્સના ઍક્સ-એ-પ્રોવેન્સ શહેરની અદાલતે જેલની સજા પૂરી થયા બાદ યુવાનને દેશનિકાલનો આદેશ આપ્યો છે.
બીબીસી પશ્તોએ ફ્રાન્સના મીડિયા રિપોર્ટ્સને ટાંકતા જણાવ્યું છે કે આ ઘટના ફ્રાન્સાના માર્સે શહેર નજીક પશુઓ માટે બનેલા શેલ્ટરમાં બની હતી.
આ ઉપરાંત કોર્ટે અધિકારીઓને જાતીય સતામણી માટે દોષિત ઠરેલા યુવાનનું નામ જાતીય અને હિંસક અપરાધના દોષિતોની યાદીમાં ઉમેરવાનો આદેશ આપ્યો છે.
ફ્રાન્સના મીડિયા અનુસાર, ઘેટાં અને બકરાં સાથે આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે જાતીય હિંસાની આ ઘટનાઓ બની હતી.
ફ્રેન્ચ અખબાર લા નુઓવેલ વિલે અનુસાર, શેલ્ટરના કેટલાક કર્મચીઓએ જોયું હતું કે પશુઓના પગ બાંધેલા છે અને તેમના શરીર પર ઘા છે ત્યારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ પશુઓના એક ચિકિત્સકે પણ પશુઓની જાતીય સતામણીની પુષ્ટિ કરી હતી.
શેલ્ટર હોમનાં માલિક કસાન્ડ્રા સોર્ટિનોએ કહ્યું કે તેમણે જોયું કે પશુઓના પગ બાંધેલા હતા અને તેમના જનનાંગો પર ઈજા થયેલી હતી, તે જોઈને તેમને ખૂબ જ બીક લાગી હતી.
શેલ્ટર હોમના સંચાલકોએ આરોપીને ઓળખી પાડવા માટે સર્વેલાન્સ કૅમેરા લગાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારી વકીલે કહ્યું હતું કે સંદિગ્ધ વ્યક્તિને પશુઓના શેલ્ટર હોમમાં અનેક વખત જતી જોવામાં આવી હતી.
તપાસકર્તાઓ અનુસાર આરોપીને બકરીઓ સાથે વાંધાજનક અવસ્થામાં પડકી પાડ્યો હતો.
પોલીસે કહ્યું કે આરોપીનું ડીએનએ પશુઓ પરથી મળી આવ્યું હતું અને જ્યારે મોબાઇલ ફોન ડેટા પણ દર્શાવે છે કે ઘટના બની તે સમયે પણ તે ત્યાં જ હતો.
જાતીય સતામણી બાદ એક બકરીનું મોત થયું

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટ અનુસાર આરોપીએ પાંચ બકરીઓ અને છ મહિનાના ઘેટાનું 'જાતીય શોષણ' કર્યું છે.
કોર્ટને જણાવવમાં આવ્યું હતું કે જે પશુઓની જાતીય સતામણી થઈ જેમાંથી એક બકરી ઈજાને કારણે મૃત્યુ પામી હતી.
એક કલાક ચાલેલી સુનાવણીમાં આરોપીએ આરોપોને નકાર્યા હતા અને પોતાને એક 'સામાન્ય વ્યક્તિ ગણાવ્યો હતો.
આ આરોપી રાજકીય શરણાર્થીઓ માટેના એક કેન્દ્ર પર રહેતો હતો.
સુનાવણી પહેલાં તેની માનસિક સ્થિતિની ચકાસણી પણ કરવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે આરોપીને કોઈ માનસિક બીમારી નથી.
ફ્રાન્સના મીડિયાએ કહ્યું કે આરોપી ફ્રાન્સમાં નવેમ્બર 2025ના આવ્યો હતો અને રાજકીય શરણ માટે અપીલ કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તેના પરિવારજનો અફઘાન યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.
તપાસ દરમિયાન, આરોપીએ અદિકારીઓને કહ્યું કે જે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે માસે જવાની પોતાની ટ્રેન ચૂકી ગયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તેણે કહ્યું કે તેની પાસે રાત વીતાવવા માટે કોઈ જગ્યા ન હતી, માટે તે ટ્રેન સ્ટેશનની નજીક આવેલા એનિમલ શેલ્ટરમાં ગયો હતો.
આ ઘટનાએ એવા સમયે ફ્રાન્સમાં ચર્ચા જગાવી છે કે જ્યારે દેશમાં ઇમિગ્રેશન, સુરક્ષા અને શરણાર્થીઓ સાથેના વર્તન પર રાજકીય ગરમાગરમી ચાલી રહી છે.
માનવ અધિકાર સંગઠનો સતત કહી રહ્યા છે કે શરણાર્થીઓ સામે ગુનાહિત કેસની વ્યક્તિગત રીતે તપાસ કરવામાં આવે અને વ્યક્તિગત કેસને સમગ્ર શરણાર્થીઓને બદનામ કરવા માટે ન ઉપયોગ કરવો જોઈએ.
યુરોપ આવનારા શરણાર્થીઓ માટે ફ્રાન્સ મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને 2021માં તાલિબાનના સત્તા પર આવ્યા બાદ દેશ છોડી દેનાર અફઘાન નાગરિકો માટે ફ્રાન્સ પસંદગીનું સ્થળ છે.
યુરોપિયન અધિકારીઓ સામે હજુ પણ શરણાર્થીઓની મદદ કરવાની સાથે સુરક્ષા જાળવી રાખવાનો પડકાર હજુ પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















