પૉક્સોમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્રની ધરપકડ, મંત્રીએ કહ્યું 'મેં જાતે સોંપ્યો' - ન્યૂઝ અપડેટ

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી બંદી સંજયકુમાર

ઇમેજ સ્રોત, Facebook/@bandisanjaykumar

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી બંદી સંજયકુમાર (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી બંદી સંજયકુમારના પુત્ર બંડી ભગીરથની તેલંગણા પોલીસે પૉક્સો કેસમાં શનિવાર રાત્રે ધરપકડ કરી હતી. જોકે મંત્રીનો દાવો છે કે તેમણે પોતાના પુત્રને જાતે જ પોલીસને સોંપ્યો હતો.

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી બંદી સંજયકુમારે કહ્યું કે તેમણે પોતાના દીકરાને પોલીસ સામે રજૂ કર્યો અને તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું.

બીજી તરફ સમાચાર સંસ્થા પીટીઆઇને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ થઈ ગઈ છે.

કેન્દ્રીય મંત્રી બંદી સંજયકુમારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "કાયદો અને ન્યાયપાલિકાનું પૂર્ણ સન્માન જાળવતા, આજે મારા પુત્ર બંદી ભગીરથ તેલંગણા પોલીસની સામે તપાસ માટે ગયો છે."

"હું પહેલાં જ કહી ચૂક્યો છું કે ભલે મારો દીકરો હોય અથવા સામાન્ય વ્યક્તિ, બધા કાયદા સામે એક સમાન છે."

એક વધુ ઍક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે, "ભગીરથની ધરપકડ નથી થઈ. તે જાતે પોલીસ સામે તપાસ માટે રજૂ થયો હતો."

આ મામલામાં આરોપી વિરુદ્ધ પહેલાં જ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેથી તે દેશ છોડીને બહાર ન જઈ શકે.

આ કેસ એક સગીરાનાં માતાએ કરેલી ફરિયાદના આધારે નોંધાયો હતો. આરોપ છે કે ભગીરથે લગ્નનો વાયદો કરીને સગીરાનું જાતીય શોષણ કર્યું હતું.

પોલીસે આઠ મેના દિવસે પૉક્સો ઍક્ટ અને બીએનએસની કલમમાં કેસ નોંધ્યો હતો.

આ મામલામાં તેલંગણા હાઇકોર્ટે શુક્રવારના ભગીરથને ધરપકડમાંથી રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો.

વડોદરાના ઝૂમાં પશુઓને ગરમીથી બચાવવા શું પગલાં લેવાયાં?

વડોદરા સયાજીબાગ ઝૂ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં લગભગ બધા જિલ્લાઓમાં તાપમાન 40ને પાર જઈ રહ્યું છે.

ભયંકર ગરમીમાં પ્રાણીસંગ્રહાલયોમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સમાચાર સંસ્થા એએનઆF અનુસાર વડોદરાના સયાજીબાગ ઝૂમાં પ્રાણીઓને માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

શ્રી સયાજીબાગ ઝૂના ક્યૂરેટર ડૉ પ્રત્યૂષ પટણકરે કહ્યું કે, "...આવતા દસ દિવસ માટે હિટ વેવનું ઍલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ રહી છે."

"ઝૂમાં સવારે અને સાંજે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે...ઉપરાંત, પ્રાણીઓનાં પીવાના પાણીમાં સપ્લિમેન્ટ્સ પણ ઉમેરાઈ રહ્યા છે."

"સવારે અને સાંજે પાણીનો છંટકાવ પાણીની અંદર અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે, જેથી પ્રાણીઓ અને ઝૂ આવેલા મુલાકાતીઓને પણ ઠંડક મળે."

"વાંદરા, રીંછ, દીપડા અને વાઘને બરફના ટુકડા પણ આપવામાં આવે છે. બરફની સાથે સમગ્ર દિવસ રમીને, તેને ચાટીને તેમને ઠંડક મળે છે."

આ ઉપરાંત પાંજરા પર નાળિયેરનાં સૂકાં પાંદડાં મૂકી દેવામાં આવે છે, જેનાથી પ્રાણીઓને ઠંડક મળે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન