પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં મહિલાઓએ કોના પક્ષમાં મતદાન કર્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Amlan Biswas/NurPhoto via Getty Images

    • લેેખક, સંજય કુમાર, વિભા અત્રી અને અરિંદમ કબીર
  • વાંચવાનો સમય: 5 મિનિટ

કેરળ, તમિલનાડુ, આસામ અને પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓએ ભારતીય રાજકારણની એક પ્રસ્થાપિત વિશેષતાને ફરી સાબિત કરી બતાવી છે: મહિલાઓ એક મોટો, સક્રિય અને ચૂંટણીનાં પરિણામોને અસર કરતો મહત્ત્વનો મતદારવર્ગ છે. આ ચૂંટણીઓમાં મહિલાઓનું મતદાન ઊંચું રહ્યું અને કેટલાક કિસ્સાઓમાં તો પુરુષો કરતાં પણ થોડું વધારે રહ્યું. તેના લીધે ચૂંટણીનાં પરિણામોમાં તેમની ભાગીદારીનો કેન્દ્રિય પ્રભાવ રહ્યો.

આ લેખમાં આપણે આ ચૂંટણીઓમાં મહિલાઓએ કેવી રીતે મતદાન કર્યું તેનું વિશ્લેષણ કરીશું.

કેરળ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

કેરલમાં મહિલાઓ UDF તરફ વધુ મજબૂત ઝુકાવ ધરાવતી હતી, જેમાં લગભગ 48 ટકા મહિલાઓએ UDFને સમર્થન આપ્યું, જ્યારે LDFને 36 ટકા અને NDAને 14 ટકા સમર્થન આપ્યું હતું.

પુરુષોએ પણ UDF પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, જોકે તેમનું સમર્થન એટલું દૃઢ નહોતું (UDFને લગભગ 45% અને LDFને 39%). જોકે, તફાવત દિશા કરતાં માત્રાનો વધારે હતો, કારણ કે પુરુષો અને સ્ત્રીઓ બંનેએ UDF પર પોતાની પ્રથમ પસંદગીની મહોર મારી હતી. (કોષ્ટક 1).

કેરલમાં મહિલા મતદારોની તમામ પેટર્નોને સ્થાન, ઉંમર અને વર્ગ મુજબ સ્પષ્ટપણે અલગ કરાવામાં આવી હતી. ગ્રામીણ-શહેરી વિભાજન સ્પષ્ટ હતું: ગ્રામીણ મહિલાઓ UDF (38%) કરતાં LDF (42%) તરફ વધારે ઝુકાવ ધરાવતી હતી, જ્યારે શહેરી મહિલાઓએ LDF (લગભગ 30%) કરતાં UDF (60%) પર મજબૂત અને નિર્ણાયક પસંદગી ઉતારી હતી, જે મતદાનના વ્યવહારમાં એક તીવ્ર ક્ષેત્રીય તફાવત દર્શાવે છે (કોષ્ટક 1).

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

યુવાન મહિલાઓ (45 વર્ષ સુધી)એ 50 ટકાથી ઉપરના સ્તરે UDFને ટેકો આપ્યો હતો, જ્યારે મોટી ઉંમરની મહિલાઓમાં પક્ષ પ્રત્યેનું સમર્થન ઘટ્યું હતું અને તેમણે LDF તરફ પ્રમાણમાં વધારે ઝુકાવ દર્શાવ્યો હતો. વર્ગ વિભાજન પણ એટલું જ નોંધપાત્ર હતું. ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓએ LDF (અનુક્રમે લગભગ 47% અને 43%)ને ટેકો આપવાની શક્યતા વધારે દર્શાવી, જ્યારે મધ્યમ અને શ્રીમંત વર્ગની મહિલાઓએ UDF પ્રત્યે સ્પષ્ટ પ્રાથમિકતા દર્શાવી હતી, જેમાં લગભગ 52થી 56% સુધીનું સમર્થન હતું (કોષ્ટક 2).

તામિલનાડુ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

તમિલનાડુમાં મહિલા મતદારોએ ચૂંટણીપસંદગીની પ્રમાણમાં વિભાજિત પરંતુ સ્પષ્ટ રીતે રચાયેલી પેટર્ન દર્શાવી. એકંદરે, મહિલાઓ ટીવીકે (38%) તરફ સૌથી વધુ ઝુકાવ ધરાવતી હતી, ત્યારબાદ ડીએમકે ગઠબંધન (31%) અને એડીએમકે ગઠબંધન (25%) આવે છે, જે દર્શાવે છે કે ટીવીકે મહિલાઓની સૌથી મોટી પસંદગી તરીકે ઊભરી છે. પુરુષોની તુલનામાં મહિલાઓએ ટીવીકે પર વધારે મજબૂત પસંદગી ઉતારી હતી અને એડીએમકે ગઠબંધન તરફ પ્રમાણમાં ઓછો ઝુકાવ દર્શાવ્યો હતો, જ્યારે ડીએમકેને મળેલો ટેકો બંને જાતિઓમાં મોટે ભાગે સમાન રહ્યો હતો (કોષ્ટક ૩).

ગ્રામીણ-શહેરી વિભાજન સ્પષ્ટ દેખાતું હતું. ગ્રામીણ મહિલાઓએ ડીએમકે ગઠબંધન (33%), એડીએમકે ગઠબંધન (31%) અને ટીવીકે (31%) પર પસંદગીઓનું સમાન ધોરણ દર્શાવ્યું હતું, જે દર્શાવે છે કે તેમની વચ્ચે કાંટાની ટક્કર હતી. તેનાથી વિપરીત શહેરી મહિલાઓએ ટીવીકે પર પસંદગી વધારે બતાવી હતી. તેને 45% સમર્થન આપ્યું હતું, જ્યારે ડીએમકે ગઠબંધનને 30% અને એડીએમકે ગઠબંધનને 19% (કોષ્ટક ૩).

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઉંમર પ્રમાણેનો તફાવત ખાસ નોંધપાત્ર હતો. જે પેઢીઓ વચ્ચેનું અંતર સ્પષ્ટપણે દર્શાવે છે. યુવાન મહિલાઓએ TVK પર મોટા પ્રમાણમાં પસંદગીનો કળશ ઢોળ્યો હતો. અને જેમ જેમ ઉંમર વધતી ગઈ, તેમ તેમ આ સમર્થનમાં ઘટાડો થતો ગયો. બીજી તરફ DMK અને ADMK ગઠબંધનને વૃદ્ધ મહિલાઓ તરફથી પ્રમાણમાં વધારે સમર્થન મળ્યું (કોષ્ટક 4).

વર્ગ મુજબ પણ આ જ પ્રકારનો તફાવત જોવા મળ્યો હતો. ગરીબ મહિલાઓમાં મતદાન પ્રમાણમાં વહેંચાયેલું હતું, જેમાં ADMK ગઠબંધન (36%) અને TVK (34%) DMK ગઠબંધન (27%) કરતા આગળ હતા. જેમ જેમ આર્થિક સ્થિતિ મજબૂત થતી ગઈ, તેમ તેમ TVKને મળતું સમર્થન વધતું ગયું, અને તે મધ્યમ તથા સમૃદ્ધ વર્ગની મહિલાઓમાં 41% થી 42% સુધી પહોંચ્યું.

આંકડાઓ દર્શાવે છે કે TVKને યુવાન અને આર્થિક રીતે સધ્ધર હોય તેવી મહિલાઓનું સમર્થન મળ્યું હતું. જ્યારે વૃદ્ધ અને ગરીબ મહિલાઓ સ્થાપિત દ્રવિડિયન પક્ષોમાં વધારે વહેંચાયેલી રહી હતી.

આસામ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

આસામમાં મહિલા મતદારોએ NDAને સ્પષ્ટ અને મજબૂત સમર્થન આપ્યું, જેમાં 51%એ તેને ટેકો આપ્યો, જ્યારે ASMને 31%, AUDFને 5% અને અન્યને 14% ટેકો આપ્યો હતો. પુરુષોની તુલનામાં સ્ત્રીઓ NDA સાથે વધુ મજબૂત રીતે જોડાયેલી રહી હતી અને ASMને ઓછું સમર્થન આપતી હતી, જે મહિલા મતદારોમાં NDAની તરફેણમાં સાધારણ, પરંતુ સ્પષ્ટ લિંગ તફાવત દર્શાવે છે (કોષ્ટક 5).

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

વર્ગ આધારિત તફાવતોએ પણ NDAના વર્ચસ્વને મજબૂત કર્યું. આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે NDAને મળતો ટેકો પણ વધતો ગયો (કોષ્ટક 6.). NDAને યુવાન અને વૃદ્ધ બંને પ્રકારની મહિલાઓનો મજબૂત ટેકો મળ્યો અને 36-45 વર્ષની વયની મહિલાઓમાં આ ટેકો થોડો ઘટ્યો, જોકે ઘટાડા છતાં 45%ની આસપાસ રહ્યો. એકંદરે, આસામમાં મહિલાઓના મતદાનમાં મોટાભાગના વર્ગોમાં NDA તરફનો ઝુકાવ વધારે જોવા મળ્યો. તેમાં જે કાંઈ પણ અંતર જોવા મળ્યું તે વોટની દિશા કરતાં તેની તીવ્રતામાં વધારે હતું.

પશ્ચિમ બંગાળ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

પશ્ચિમ બંગાળમાં મહિલાઓના મતદાનમાં AITC+ ગઠબંધન (47%) અને BJP (42%) વચ્ચે ખૂબ જ નજીકની ટક્કર જોવા મળી, જેમાં બંને વચ્ચે પ્રમાણમાં ખૂબ ઓછું અંતર હતું.

તેનાથી વિપરીત પુરુષોએ AITC+ (36%) કરતાં ભાજપ (50%) પર વધારે પસંદગી ઉતારી હતી, જે મતદાન પેટર્નમાં સ્પષ્ટપણે લિંગ આધારિત તફાવત દર્શાવે છે.

મહિલાઓમાં AITC+ આગળ રહ્યું હોવા છતાં ભાજપે પણ નોંધપાત્ર મત મેળવ્યા હતા. જે સૂચવે છે કે મહિલાઓનો ટેકો માત્ર AITC+ને નહોતો, ભાજપે પણ આ વર્ગમાં નોંધપાત્ર પ્રવેશ કર્યો હતો (કોષ્ટક 7). 2021માં મહિલાઓના મત TMCના પક્ષમાં વધારે વહેંચાયેલા હતા.

ગ્રામીણ અને શહેરી તફાવતો વચ્ચે વધારે અંતર નહોતું. AITC+ને માત્ર થોડી લીડ મળી હતી. જ્યારે ભાજપ બંને વિસ્તારોમાં તેમનાથી ઘણો નજીક હતો. જે દર્શાવે છે કે રાજ્યમાં તેનો પગપેસારો વધતો જતો હતો. (કોષ્ટક 7).

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અલગ અલગ વયજૂથની મહિલાઓમાં, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં AITC+ અને ભાજપ વચ્ચે ગાઢ સ્પર્ધા જોવા મળી હતી, જેમાં જૂથોમાં વિવિધતા હતી, પરંતુ કોઈ એક સમાન વલણ નહોતું.

પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારોમાં વર્ગવાર તફાવત જોવા મળ્યો. ગરીબ આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓએ ભાજપ (42%)ની સરખામણીમાં AITC+ (51%)ને વધુ સમર્થન આપ્યું. ઓછી આવક ધરાવતી અને મધ્યમ વર્ગની મહિલાઓમાં બંને પક્ષો વચ્ચેનો તફાવત ઓછો જોવા મળ્યો. અને મધ્યમ જૂથમાં તો લગભગ બંને સમાન (AITC+ને 45% અને ભાજપ માટે 44%) હતાં.

સમૃદ્ધ મહિલાઓ તરફથી AITC+ને સ્પષ્ટપણે લીડ મળી (ભાજપને 37%ની સરખામણીમાં 46%) (કોષ્ટક 8).

આ ચૂંટણીઓએ અલગ અલગ રાજ્યોમાં મતદાનનાં અલગ અલગ વલણોને ઉજાગર કર્યાં છે, પરંતુ તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે મહિલાઓની ચૂંટણીમાં ભાગીદારી વધી રહી છે અને આ એક એવો મતસમૂહ છે, જેને કોઈ પણ રાજકીય પક્ષ અવગણી શકે નહીં.

સંજય કુમાર ચૂંટણી વિશ્લેષક અને મનોવિજ્ઞાની છે.

વિભા અત્રી અને અરિંદમ કબીર લોકનીતિ-CSDSના સંશોધકો છે.

લેખકો દ્વારા વ્યક્ત કરાયેલાં મંતવ્યો તેમનાં વ્યક્તિગત મંતવ્યો છે. તે કોઈપણ સંસ્થાનાં વિચારોને પ્રતિબિંબત કરતાં નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન