પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડા પ્રધાને ન્યૂ યૉર્કમાં કરી મુલાકાત- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @CMShehbaz
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહમાન વચ્ચે ન્યૂ યૉર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મુલાકાત થઈ હતી.
આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, "વડા પ્રધાન રહમાન અને મેં વેપાર, રોકાણ, સંપર્ક વ્યવસ્થા, શિક્ષણ, પ્રવાસન અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો જેવાં ક્ષેત્રોમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવાની સંમતિ વ્યક્ત કરી છે."
તેમણે વધુમાં જણાવ્યું, "આ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ બહુપક્ષીય મંચો પર બંને દેશો વચ્ચે ગાઢ સંકલન અને સહયોગ જાળવી રાખવા બાબતે પણ સહમતી થઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



















