સાબરકાંઠા : પ્રેમી યુગલનું અપહરણ કરીને યુવકનું મુંડન કરાયું, શું છે સમગ્ર મામલો?

ગુજરાત, સાબરકાંઠા, ઇડર, ક્રાઇમ, ગુનો, મહિલા, પ્રેમ, લિવ ઇન કરાર, પોલીસ, અપહરણ, બીબીસી, સમાચાર, ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit chauhan

ઇમેજ કૅપ્શન, આરોપીઓએ ગોવિંદભાઈ પર દમન ગુજાર્યો ત્યારની તસવીર
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાંથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભો કરતી એક અત્યંત ઘટના સામે આવી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવકને કેટલાક લોકોએ જૂતાનો હાર પહેરાવ્યો છે અને તે યુવકનું મુંડન કરવામાં આવી રહ્યું છે.

આ વીડિયોમાં જે વ્યક્તિ પર દમન ગુજારાઈ રહ્યું છે તેમનું નામ ગોવિંદભાઈ પનાભાઈ છે. આ મામલે તેમણે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોવિંદભાઈએ આક્ષેપ કર્યો કે હુમલાખોરોએ તેમને કેળના મૂળનો રસ હોવાનું કહીને બળજબરીપૂર્વક એક પ્રવાહી પીવડાવ્યું હતું, જેનો હેતુ તેમને નપુંસક બનાવવાનો હતો.

તેમનું કહેવું હતું કે તેઓ સુરતમાં તેમનાં પાર્ટનર સાથે મૈત્રી કરારમાં રહેતા હતા, ત્યારે સમાધાન કરવાના અર્થે બોલાવીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

તેમના સહિત તેમનાં પાર્ટનર આશાબહેનનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું અને એક અંતરિયાળ ગામમાં લઈ જવાયાં હતાં. ત્યાં તેમની પર દમન ગુજારવામાં આવ્યું, પરંતુ ફરિયાદી ત્યાંથી રાત્રે આરોપીઓના સિકંજામાંથી નાસી છૂટ્યા અને એ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો.

શું છે સમગ્ર મામલો?

ગુજરાત, સાબરકાંઠા, ઇડર, ક્રાઇમ, ગુનો, મહિલા, પ્રેમ, લિવ ઇન કરાર, પોલીસ, અપહરણ, બીબીસી, સમાચાર, ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit chauhan

આ ઘટનામાં પીડિત યુવકે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અને ઈડર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ફરિયાદી ગોવિંદભાઈ પનાભાઈનું કહેવું છે, "તેઓ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 25 ઑગસ્ટ 2025ના રોજ આશાબહેન સાથે તેમણે લિવ-ઇન કરાર કરેલો અને યુગલ સુરતમાં સાથે રહેતું હતું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદ અનુસાર, આશાબહેનના પતિ સાથે થયેલી વાતચીત મુજબ સમાધાન કરવા ગયાં ત્યારે આ ઘટના ઘટી હતી.

ફરિયાદ અનુસાર, "28 મે, 2026ના રોજ ફરિયાદી ગોવિંદભાઈ ઇડરના બાલાજી કૉમ્પ્લેક્સ ખાતે આવેલી યુનિટી હૉસ્પિટલમાં નોકરી કરતી તેમની ફોઈને મળવા ગયા હતા ત્યારે ત્યાં આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા."

"જ્યારે ગોવિંદભાઈ હૉસ્પિટલમાં ત્રીજા માળે હતા, ત્યારે ગોવિંદભાઈ અને આશાબહેનને બળજબરીથી એક કારમાં બેસાડીને ભલગામ લઈ જવાયાં હતાં."

ફરિયાદ અનુસાર, ત્યાં ગોવિંદભાઈને દોરડા વડે બાંધી અને તેમનું માથું મૂંડવામાં આવ્યું હતું અને એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં ગોવિંદભાઈને જૂતાંનો હાર પહેરાવવામાં આવ્યો છે અને કેટલીક વ્યક્તિઓ માથું મૂંડતી નજરે ચઢી રહી છે.

ફરિયાદમાં ગોવિંદભાઈનું કહેવું છે, "આ ઉપરાંત 'નપુંસક' બનાવવા કેળના મૂળનો રસ બળજબરી પીવડાવેલો અને અસહ્ય માર માર્યો હતો."

તેમનું કહેવું છે, "તેમના ખિસ્સામાં જે પૈસા હતા તે પણ આરોપીઓએ બળજબરીપૂર્વક કાઢી લીધેલા અને ફોન પણ પડાવી લીધેલો."

ફરિયાદ અનુસાર, "ગોવિંદભાઈ બેભાન અવસ્થામાં હતા અને ભાન આવતાં પેશાબ કરવા જવાનું બહાનું કાઢીને ગોવિંદભાઈ ઘટનાસ્થળેથી નાસી છૂટેલા. ત્યારબાદ ખેતરે-ખેતરે થઈને ગોવિંદભાઈ હાઈવે પહોંચ્યા અને મદદ માંગીને સવારે સાડા 10 વાગ્યાની આસપાસ વિસનગર કોર્ટમાં આવીને ફરિયાદ લખાવેલી હતી."

ગોવિંદભાઈએ ફરિયાદમાં લખ્યું છે કે, "તેમને શોધવા આરોપીઓએ બાઈક અને ગાડીઓથી પીછો કરેલો હતો."

પોલીસનું શું કહેવું છે?

ગુજરાત, સાબરકાંઠા, ઇડર, ક્રાઇમ, ગુનો, મહિલા, પ્રેમ, લિવ ઇન કરાર, પોલીસ, અપહરણ, બીબીસી, સમાચાર, ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit chauhan

આ મામલે બીબીસીએ ઇડર પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઇડરના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાયીએ બીબીસી ગુજરાતીને જણાવતાં કહ્યું, "આ કેસમાં ઇડર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે."

તેમણે કહ્યું, "આ મામલે ઇડર પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓમાંથી કેટલાકની ધરપકડ કરી છે અને પકડાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ પણ મંજૂર કરાવ્યા છે. તે ઉપરાંત અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે."

જ્યારે ફરિયાદ અનુસાર, ભોગ બનનાર મહિલાને ગોંધી રાખવામાં આવેલી છે, તે બાબતે પોલીસે કહ્યું, "આ બાબતે પણ તપાસ ચાલુ છે. તે મામલે કોઈ અપડેટ આવશે તો પોલીસ જણાવશે."

સ્ટેશન ડાયરી અનુસાર, ફરિયાદી આરોપીઓ માથાભારે હોવાને કારણે ડરના લીધે ફરિયાદ કરવા આવેલા નહોતા, પણ પાછળથી વકીલ સાથે આવી ફરિયાદ આપતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઇડર પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એ. ચૌધરીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે એફઆઈઆર ફરિયાદી પક્ષની ફરિયાદ અનુસાર નોંધવામાં આવી છે. તેમનું કહેવું છે કે હજુ સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી છે.

ગોવિંદભાઈએ મીડિયાને શું કહ્યું?

ગુજરાત, સાબરકાંઠા, ઇડર, ક્રાઇમ, ગુનો, મહિલા, પ્રેમ, લિવ ઇન કરાર, પોલીસ, અપહરણ, બીબીસી, સમાચાર, ગુજરાતી

ઇમેજ સ્રોત, Ankit chauhan

ઇમેજ કૅપ્શન, ફરિયાદી ગોવિંદભાઈ

ગોવિંદભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું, "અમે મૈત્રી કરાર કરેલો હતો અને મારી મિત્ર આશાને હજુ બનાસકાંઠાના વડગામમાં અપહરણ કરીને રાખવામાં આવી છે."

જો કે આ મામલે પોલીસે બીબીસીને જણાવ્યું કે, પાસ ચાલતી હોવાથી, હાલ કોઈ માહિતી ન આપતાં અપડેટ આવતાં જણાવશે.

ગોવિંદભાઈનું ગામ મહેસાણાના સતલસણાનું સુદાસણા છે. તેમનું કહેવું છે કે, "25 ઑગસ્ટ 2025એ અમારો મૈત્રી કરાર થયેલો છે. બંને અમે સુરતમાં અમારું ગુજરાન ચલાવતાં હતાં. તે દરમિયાન અમારા સમાજના આગેવાનો સાથે વાતચીત ચાલુ હતી."

"તે દરમિયાન મારી મિત્ર આશાબહેનના બનેવી સાથે પણ વાત ચાલુ હતી, અમે તેમના વિશ્વાસે વિવેક હોટલે અમારા સમાજની મિટિંગ રાખી હતી. ત્યાં અમે ઉપસ્થિત થવાનાં હતાં."

"ત્યારે 28 મે, 2026એ દશરથભાઈ નામની વ્યક્તિ સફેદ કારમાં મને અને આશાબહેનને લઈ ગઈ હતી. ત્યાંથી અમને ભલગામ લઈ જવાયાં હતાં. ત્યાં મારું મુંડન કરી, માર મારી, પૈસા પડાવી લીધા હતા, ડાયરી અને ફોન પણ લઈ લીધો હતો અને નપુંસકતાની દવા પણ પીવડાવી હતી."

વીડિયોમાં આ મામલે તેમણે પોલીસ તંત્ર પાસે ન્યાય માટે અપીલ કરી હતી.

આરોપી પક્ષનો સંપર્ક કરવા બીબીસી ગુજરાતીએ મોટા ભાગના આરોપીઓ જે ગામના છે તે ભલગામના સરપંચ સેંધાભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "બધા આરોપીઓના પરિવાર હાલ ગામ છોડીને જતા રહ્યા છે."

બીબીસી ગુજરાતીએ આરોપીના અંગત સગાં સાથે ટેલિફોનિક સંપર્ક કરવાની વારંવાર કોશિશ કરી પણ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. તેથી તેમની સાથે વાત થતાં જ આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન