You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પત્નીના મૃતદેહને પ્રાણીઓને બાળી નાખવાની ભઠ્ઠીમાં ફેંકી દીધો', પોલીસ સામે કબૂલાત
- લેેખક, કોહ ઇવ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 1 મિનિટ
જાપાનમાં સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે દેશના એક જાણીતા પ્રાણીસંગ્રહાલયના કર્મચારીએ પોલીસને કહ્યું કે તેમણે તેમનાં પત્નીના મૃતદેહને પ્રાણીસંગ્રહાલયની ભઠ્ઠીમાં ફેંકી દીધો છે.
આ પ્રાણીસંગ્રહાલય અશાહીયામા અશાહીકાવા શહેરમાં આવેલું છે અને ત્રણ અઠવાડિયાં માટે મેન્ટેનન્સ માટે બંધ રખાયું છે. બ્રેક બાદ જાપાનના ગોલ્ડન વીક હોલીડેઝ દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાવાનું હતું.
જોકે, સ્થાનિક તંત્રે જણાવ્યું છે કે પ્રાણીસંગ્રહાલય આ મામલાની તપાસ ચાલુ છે ત્યારે શુક્રવાર સુધી બંધ રહેવાનું હતું.
ગત અઠવાડિયે, સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ કર્મીની કબૂલાત બાદ પોલીસે પ્રાણીસંગ્રહાલયના સંકુલમાં દરોડો પાડ્યો હતો.
આ મશીનનો ઉપયોગ મૃત પ્રાણીઓનાં શરીરને બાળી નાખવા માટે થતો.
સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ્સ અનુસાર, પ્રાણીસંગ્રહાલયના કર્મીનાં પત્નીની બહેનપણીએ પોલીસ સમક્ષ તેમના ગુમ થવાની ફરિયાદ કરાયા બાદથી પોલીસ તેમને શોધી રહી છે.
અશાહીયામા એ જાપાનનાં સૌથી મોટાં જાણીતાં સંગ્રહાલયોમાંથી એક છે. તેની શરૂઆત 1967માં થઈ હતી. પ્રાણીસંગ્રહાલયમાં કાચના ગુંબજ જેવી સુવિધાઓ છે, જે મુલાકાતીઓને પ્રાણીઓને નિકટથી જોવાની તક આપે છે.
વાર્ષિક દસ લાખ લોકો તેની મુલાકાતે પહોંચે છે. ઉનાળાની ઋતુ પહેલાં 8 એપ્રિલના રોજ તેને મેન્ટેનન્સના કામ માટે બંધ કરાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ મુલાકાતીઓને પડેલી હાલાકી અંગે ખેદ વ્યક્ત કરતું એક નિવેદન પણ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે તપાસ માટે જરૂર જણાશે તો પ્રાણીસંગ્રહાલય આગોતરી નોટિસ વિના બંધ રખાશે.
અશાહીકાવાના મેટર હિરોસુકે ઇમાઝુએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે મંગળવારે "આગોતરું અનુમાન ન લગાવી શકાય એવું સંકટ" ઊભું થયું અને સત્તાધીશો સ્થિતિનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "કોઈએ આવું થશે એવી કલ્પના નહોતી."
"અમે જલદી જ આપને આવકારવાની ગોઠવણ કરી રહ્યા છીએ. અમને આશા છે કે પહેલાંની માફક જ મુલાકાતીઓ ભારે સંખ્યામાં ઊમટશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન