લૉસ એંજલસમાં આગ લાગતા પહેલાં અને આગ લાગ્યા પછીની આ આઠ તસવીરો

અમેરિકા આગ, લૉસ એન્જલસ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બુધવારે આલ્ટાડેનામાં લાગેલી આગની સેટેલાઇટ તસવીરો
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના લૉસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહી છે.

આગને કારણે મરનારાની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

લૉસ એન્જલસનાં મેયર કરેન બૅસે જણાવ્યું કે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પહાડોમાં નવી આગ લાગી છે. ઝડપથી ફૂકાતા પવનને કારણે આ આગ વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે.

તેમણે લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહેવાની અપીલ કરી છે.

લૉસ એન્જલસના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટન ક્રૉલીએ જણાવ્યું કે પેલિસેડ્સમાં લાગેલી આગને કારણે વધુ બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આગને કારણે કેટલા લોકોનાં મૃત્યુ થયાં તેની ચોક્કસ જાણકારી નથી.

આ પહેલાં ઇટનમાં લાગેલી આગને કારણે પાંચનાં મોત થયાં હતાં.

ક્રૉલીએ કહ્યું કે પેલિસેડ્સની આગ 19 હજાર એકરથી વધારે જમીનમાં ફેલાઈ છે જેને કારણે 53,00 ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે વેંચુરા કાઉન્ટીમાં પણ આગ લાગી છે. અહીં 50 એકર જમીન પર આગ વિસ્તરી છે. જેેને બુઝાવવા માટે 60 ફાયર ફાઇટર્સ મોકલવામાં આવ્યા છે.

લૉસ એંજલસનાં જંગલોમાં લાગેલી ભીષણ આગથી અમેરિકાના કૅલિફોર્નિયાનું આ શહેર લગભગ બરબાદ થઈ ગયું છે. કંઈ કેટલાં ઘરો, સ્કૂલ, દૂકાનો, મંદિરો આ આગમાં રાખ થઈ ગયાં છે. આ આગના ફેલાવાને કારણે કેટલીક એવી જગ્યાઓની તસવીર સામે આવી છે જે એક સમયે સમૃદ્ધ મનાતી હતી અને આજે બળીને રાખ થઈ ગઈ છે.

પૅસિફિક પૅલિસૅડ્સ

લૉસ એન્જલસ આગ, કૅલિફોર્નિયા, અમેરિકા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આ વિસ્તાર ભયંકર રીતે પ્રભાવિત થયો છે. અહીં રહેનારા લોકોએ પોતાનો સામાન છોડીને ભાગવું પડ્યું છે
પૅડિસેડ્સ ચાર્ટર હાઇસ્કૂલ આ વિસ્તારમાં મુખ્ય લૅન્ડમાર્ક પૈકીની એક છે પરંતુ આગને કારણે તે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે
ઇમેજ કૅપ્શન, પૅલિસૅડ્સ ચાર્ટર હાઇસ્કૂલ આ વિસ્તારમાં મુખ્ય લૅન્ડમાર્ક પૈકીની એક છે પરંતુ આગને કારણે તે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે
અમેરિકા આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આ સ્કૂલમાં જાણીતી હસ્તી ભણી ચૂકી છે, આ સ્કૂલ હૉલીવૂડના ધણા કલાકારોની શૂટિંગનો હિસ્સો હતી

પૅસિફિક કૉસ્ટ હાઇવે

અમેરિકા આગ
અમેરિકા આગ
ઇમેજ કૅપ્શન, માલિબુ શહેર સહિત પ્રમુખ હાઇવેની બાજુમાં આવેલાં ઘરો પર પણ આગની અસર દેખાય છે. આ સેટેલાઇટ તસવીરો દેખાડે છે કે આગ પહેલાં અને બાદમાં આ વિસ્તાર કેવો દેખાય છે?

આલ્ટાડેના

જંગલમાં લાગેલી આગથી આલ્ટાડેનાનાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયાં છે. આ વિસ્તાર ઉત્તર લૉસ એંજલસમાં પહાડોની પાછળ આવેલો છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે આગને કારણે એક ઘરને કેટલું નુકસાન થયું છે
ઇમેજ કૅપ્શન, જંગલમાં લાગેલી આગથી આલ્ટાડેનાનાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ ગયાં છે. આ વિસ્તાર ઉત્તર લૉસ એંજલસમાં પહાડોની પાછળ આવેલો છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે આગને કારણે એક ઘરને કેટલું નુકસાન થયું છે
આગથી તબાહ થવા પહેલાં અને પછી આલ્ટાડેના કેવું દેખાય છે તે આ સેટેલાઇટ તસવીરમાં જોઈ શકાય છે
ઇમેજ કૅપ્શન, આગથી તબાહ થવા પહેલાં અને પછી આલ્ટાડેના કેવું દેખાય છે તે આ સેટેલાઇટ તસવીરમાં જોઈ શકાય છે

પેસાડેના

પાસે પેસાડેનામાં યહૂદીઓનું એક મંદિર પણ એ ઇમારતો પૈકીનું એક છે જે આગમાં બળીને ખાખ થઈ છે. આ વિસ્તારમાં આ મંદિરનો ઇતિહાસ લગભગ 100 વર્ષ જૂનો છે
ઇમેજ કૅપ્શન, પાસે પેસાડેનામાં યહૂદીઓનું એક મંદિર પણ એ ઇમારતો પૈકીનું એક છે જે આગમાં બળીને ખાખ થઈ છે. આ વિસ્તારમાં આ મંદિરનો ઇતિહાસ લગભગ 100 વર્ષ જૂનો છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.