ગુજરાત : જૂનાગઢમાં 24 કલાકમાં 22 ઇંચ, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં હેલી, હવે કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, Gujarat Monsoon, Gujarat rain છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં લગભગ 22 ઇંચ અને માળિયા હટિનામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
ઇમેજ કૅપ્શન, છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં લગભગ 22 ઇંચ અને માળિયા હટિનામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

જુલાઈ મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત સહિત કોંકણ અને ગોવામાં 3-9 જુલાઈ દરમિયાન અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 3-6 જુલાઈ વચ્ચે અતિભારે અથવા વ્યાપક વરસાદ પડવાની સંભાવના છે.

આજે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બે દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ, ડાંગ, તાપી, સુરત ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં લગભગ 22 ઇંચ અને માળિયા હટિનામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાંના પણ અહેવાલ છે.

કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ પડતા ગરમીમાં રાહત અનુભવાઈ તો ખેડૂતઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉચ્ચતમ તાપમાનમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી નીચે ગયું છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, Gujarat Monsoon, Gujarat rain
ઇમેજ કૅપ્શન, તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયાં હતાં

હવામાન વિભાગ અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. શનિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને સરાષ્ટ્રમાં ઘણાં સ્થળો અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના છૂટાંછવાયાં સ્થળોએ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, ડાંગ, સુરત, તાપી, નવસારી સહિત કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઇંચ અને માળિયા હટિનામાં 14.09 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, Gujarat Monsoon, Gujarat rain
ઇમેજ કૅપ્શન, તાપીમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ

ડાંગના વઘઈમાં 13.43 અને સુબીરમાં 13.23 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદ પડ્યો છે.

જૂનાગઢના કેશોદ 12.8 ઇંચ, મેંદરડામાં 12.56 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ, પાટણ, ગીર સોમનાથ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

શનિવારે રાજકોટના ઉપલેટા પંથકમાં સતત બીજે દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ઉપલેટાના લાઠ, ભીમોરા, મજેઠી કુંઢેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજે દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. કેટલાંક ગામોમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાંના અહેવાલો છે.

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, Gujarat Monsoon, Gujarat rain
ઇમેજ કૅપ્શન, ખંભાત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો

તાપીના વાલોડ અને ડોલવણ તાલુકામાં ભારે વરસાદને કારણે રાજ્ય રાજમાર્ગ પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો હતો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ માર્ગો અને નદીઓ પરના કેટલાક પુલ બંધ કરવા પડ્યા હતા જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

તાપીમાં ધોધમાર વરસાદને કારણે પુર્ણા નદીમાં પાણીની ભરપૂર આવકને કારણે નદીના પટમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં રેડ ઍલર્ટ જાહેર કરાયું

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, Gujarat Monsoon, Gujarat rain

આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે તથા 7-8 જુલાઈ વચ્ચે, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 3-6 જુલાઈ અને ત્યાર બાદ નવ જુલાઈના અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે 3-6 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક-ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી છે.

ચાર જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી તથા દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યારે ક્યાં કેટલો વરસાદ પડશે

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, Gujarat Monsoon, Gujarat rain
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચાર જુલાઈના ઉત્તર ગુજરાતના બનાસરાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતના અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંચ જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સોમવારે દક્ષિણ ગુજરાતના દાહોદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદમાં ભેર વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તથા વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે.

છ જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ, અને વડોદરામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

સાત જુલાઈના દિવસે ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ અન સૌરષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. નર્મદા, છોટાઉદેપુર, સુરતમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

આઠ જુલાઈના દિવસે દમણ, દાદરા નગર હવેલી, વલસાડમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ડાંગ, નવસારી, તાપી અને અમરેલી, ભાવનગરમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

નવ જુલાઈના દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન