સ્મિત મચ્છરને મળશે ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર, ઇઝરાયલી રાષ્ટ્રપતિએ પ્રશંસામાં શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

સ્મિત મચ્છરને મળશે ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર, ઇઝરાયલી રાષ્ટ્રપતિએ પ્રશંસામાં શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છરને મળશે ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર. (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ફ્લાયદુબઈના વિમાનના કૉકપિટમાં કો-પાઇલટના હુમલા છતાં પોતાની બહાદુરીથી 174 મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવનારા ભારતીય પાઇલટ સ્મિત મચ્છરને ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે.

ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇઝાક હર્ઝોગે કહ્યું કે, ભારતીય પાઇલટને સ્વસ્થ થયા બાદ ઇઝરાયલનો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવશે.

તેમણે કહ્યું, "આજે અમે જેમ ઇઝરાયલી નાયકોને સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે સાથે અમે ભારતના કૅપ્ટન સ્મિત મચ્છરના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. કૅપ્ટન મચ્છરની અદભુત બહાદુરી અને ઉત્તમ વ્યાવસાયિક કુશળતાએ એક મોટી દુર્ઘટના ટાળવામાં મદદ કરી હતી. જ્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે, ત્યારે ઇઝરાયલના લોકો તરફથી તેમને 'પ્રેસિડેન્શિયલ ઍવૉર્ડ ફૉર સિવિલિયન હીરોઇઝમ'થી સન્માનિત કરવું મારા માટે ગૌરવની વાત હશે."

ભારતીય કૅપ્ટન સ્મિત મચ્છર પર ઓમાની કો-પાઇલટે ક્રૅશ-ઍક્સ વડે હુમલો કર્યો હતો, જેનો તેમણે દૃઢતાપૂર્વક સામનો કર્યો હતો અને 174 મુસાફરો તથા ક્રૂ સભ્યોના જીવ બચાવ્યા હતા.

મૅક્સિકોની જેલમાં હિંસા, દસ લોકોનાં મોત અને 16 ઘાયલ

મૅક્સિકોની એક જેલમાં કેદીઓને મળવાની રાહ જોતા તેમનાં સગાં-સંબંધીઓ. (પ્રતીકાત્મક તસવીર)
ઇમેજ કૅપ્શન, મૅક્સિકોની એક જેલમાં કેદીઓને મળવાની રાહ જોતા તેમનાં સગાં-સંબંધીઓ. (પ્રતીકાત્મક તસવીર)

મૅક્સિકોના સિનાલોઆ રાજ્યની એક જેલમાં ગુરુવારે થયેલા રમખાણમાં દસ લોકોનાં મોત થયાં છે અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારાઓમાં એક વ્યક્તિ જેલમાં મુલાકાત માટે આવી હતી, જ્યારે બાકીના નવ કેદીઓ હતા.

હિંસાને કાબૂમાં લેવા માટે નૅશનલ ગાર્ડ્સને તહેનાત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હાલમાં એ સ્પષ્ટ નથી કે હિંસા કયા કારણે થઈ.

સિનાલોઆને મૅક્સિકોનાં સૌથી ખતરનાક રાજ્યોમાં એક ગણવામાં આવે છે. તે કુખ્યાત સિનાલોઆ ડ્રગ કાર્ટેલનો ગઢ પણ છે.

ટ્રમ્પે કહ્યું, 'ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં છે, 3 નવેમ્બર પહેલાં હુમલો નહીં કરીએ'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમનો દેશ ઈરાન સાથે સકારાત્મક દિશામાં વાતચીત આગળ વધારી રહ્યો છે. જોકે, ઈરાન પર 3 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણી પહેલાં કોઈ હુમલો કરવામાં આવશે નહીં.
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથેની વાતચીત સકારાત્મક દિશામાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમનો દેશ ઈરાન સાથે સકારાત્મક દિશામાં વાતચીત આગળ વધારી રહ્યો છે. જોકે, ઈરાન પર 3 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણી પહેલાં કોઈ હુમલો કરવામાં આવશે નહીં.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથે અમારી વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. હું દરેકને આ સ્પષ્ટ કરી દેવા માગું છું કે, ઈરાન આર્થિક અને સૈન્ય, બંને મોરચે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. તેમ છતાં નાકાબંધી સંપૂર્ણપણે અમલમાં રહેશે. હોર્મુઝ જળમાર્ગમાંથી રેકૉર્ડ માત્રામાં ઑઇલ પસાર થઈ રહ્યું છે. માત્ર ગઈ રાત્રે જ ત્યાંથી 2.2 કરોડ બેરલ ઑઇલ પસાર થયું અને તેમાં એક પણ બેરલ ન તો ઈરાનમાંથી આવ્યું અને ન તો ઈરાન ગયું!"

તેમણે કહ્યું, "અમે અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણીઓ પહેલાં કોઈ પણ સમયે ઈરાન પર હુમલો નહીં કરીએ. ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય!"

અમેરિકાએ ઇઝરાઇલ સાથે મળીને આ વર્ષે 28 ફેબ્રુઆરીએ 'ઑપરેશન ફ્યુરી' હેઠળ ઈરાન પર હુમલો કર્યો હતો.

સાઉદી અરેબિયાનાં હવાઈ મથકો પર હૂતી વિદ્રોહીઓના હુમલા, ભારતીય દૂતાવાસે જાહેર કરી આ ઍડ્વાઇઝરી

સાઉદી અરેબિયાનાં હવાઈ મથકો પર હૂતી વિદ્રોહીઓના હુમલા, ભારતીય દૂતાવાસે જાહેર કરી આ ઍડ્વાઇઝરી - ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયા સમર્થિત યમની લડવૈયાઓ વિરુદ્ધ હૂતી વિદ્રોહીઓનો હુમલો
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાનાં હવાઈ મથકો પર કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે ભારતે એક ઍડ્વાઇઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને સતર્ક રહેવા અને જરૂર મુજબ ઘરોની અંદર રહેવા જણાવ્યું છે.

રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી ઍડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે, "હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની, જરૂર પડ્યે ઘરોની અંદર રહેવાની અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે."

ઍડ્વાઇઝરીમાં ભારતીય નાગરિકોને હાલના ઘટનાક્રમ સાથે જોડાયેલા કોઈપણ વીડિયો અથવા સમાચારનું પ્રસારણ કરવા અથવા તેને ફરીથી પોસ્ટ કરવાના મામલે બચવાની સલાહ આપવામાં આવી છે.

દૂતાવાસે જણાવ્યું કે, રિયાધસ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહસ્થિત વાણિજ્ય દૂતાવાસ તેમજ વીએફએસ કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પણ સામાન્ય રીતે ચાલુ છે. જરૂર પડ્યે આગળ વધુ માહિતી અને ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવશે.

દૂતાવાસે એ પણ જણાવ્યું કે, પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર (પીબીએસકે)ની 24 કલાક ઉપલબ્ધ હેલ્પલાઇન કાર્યરત છે. તેનો સ્થાનિક ટોલ-ફ્રી નંબર 8002471234 છે.

આ પહેલાં ઍર ઇન્ડિયાએ સાઉદી અરેબિયાના રિયાધ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 10 ઑક્ટોબર સુધી રદ કરી દીધી છે. રિયાધમાં ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન