જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ : દિલ્હીમાં લોકો રસ્તા પર ઊતર્યા, નેહા બોરાને મુક્ત કર્યાં

ઇમેજ સ્રોત, ani
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા અને એસઆઇઆર વિરુદ્ધ દિલ્હીમાં સામાન્ય લોકો, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થી સંગઠનોએ રવિવારે ઇન્ડિયા ગેટથી જંતર-મંતર સુધી 'સિટીઝન્સ માર્ચ' કાઢી.
આ સાથે જ સીજેપી અને અન્ય સંગઠનોના લોકો શનિવારે મહિલા પત્રકારો અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ યૌન હિંસા મામલામાં પોલીસના અધિકારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવવાની માગ લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા.
આ બંને મામલામાં ભારે સંખ્યામાં પ્રદર્શનકારી સામેલ થયા. જોકે, પોલીસે જંતર-મંતર તરફ જતા રસ્તા પર બૅરિકેડ લગાવી દીધા છે અને આ વિસ્તારમાં ભારે સંખ્યામાં સુરક્ષા બળ તહેનાત કરાયાં છે.
ડાબેરી છાત્ર સંગઠન આઇસાએ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે તેમનાં નેતા નેહા બોરાને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધાં છે.
નેહા બોરાના ઍક્સ એકાઉન્ટ પર લખાયું, "પોલીસ તેમણે એક અનધિકૃત વાહનમાં લઈ ગઈ છે, જેમાં એકેય મહિલા પોલીસ કૉન્સ્ટેબલ મોજૂદ નથી. અમે નથી જાણતા કે તેમને ક્યાં લઈ જઈ રહ્યા છે. તેમના વિશે અમારી પાસે કોઈ જાણકારી નથી."
જોકે, આ આરોપ અંગે દિલ્હી પોલીસનો પક્ષ આ અપડેટમાં ઉપલબ્ધ નથી.
આઇસાએ સાંજે એક પોસ્ટમાં જણાવ્યું કે, "નેહા બોરાને નરેલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા પોલીસ સ્ટેશનથી છોડી મુકાયાં છે. તેમની પાસે ફોન અને બૅગ નથી. અમે તેમની સુરક્ષા અને મદદ માટે વકીલોની એક ટીમ પોલીસ સ્ટેશન મોકલી રહ્યા છીએ."
મહિલા પત્રકાર સાથે 'પોલીસ અધિકારીની યૌન હિંસા'ના વિરોધમાં લોકો એકઠા થયા

ઇમેજ સ્રોત, ANI
સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યે કહ્યું કે પ્રદર્શનોને ધ્યાને રાખીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ભારે સંખ્યામાં બૅરિકેડિંગ લગાવી દેવાયા છે અને પોલીસ દળોની ભારે તહેનાતી કરાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિવ્યા આર્યે જણાવ્યું કે 3 ઑક્ટોબરના રોજ નેહા બોરા અને આઇસાના પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો અને એક મહિલા પ્રદર્શનકારી પર યૌન હુમલા અંગે દિલ્હી પોલીસ વિરુદ્ધ ફરિયાદને કવર કરવા માટે ભારે સંખ્યામાં પત્રકાર પણ સ્થળ પર હાજર દેખાયા.
તેમણે કહ્યું કે આ ઘટના વિરુદ્ધ મોટી સંખ્યામાં મહિલાઓ પણ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર એકઠાં થયાં.
પ્રદર્શનકારીઓએ માગ કરી કે આ મામલામાં દિલ્હી પોલીસ વિરુદ્ધ ફરિયાદને એફઆઇઆઇમાં તબદીલ કરવામાં આવે.
દિલ્હીમાં જંતર-મંતર ખાતે શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન બે મહિલા પત્રકારો અને એક પ્રદર્શનકારી યુવતીએ એક પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પર યૌન હુમલાના આરોપ લગાવ્યા છે.
એક મહિલા પત્રકારનો આરોપ છે કે આઇસાનાં અધ્યક્ષ નેહા બોરાને કસ્ટડીમાં લેવાયા એ દરમિયાન એસીપી વિવેક ભગતે તેમની છાતી પર હાથ માર્યો અને તેમને ધક્કો મારીને ત્યાંથી જતા રહ્યા.
રવિવાર સંસદ માર્ગ પહોંચેલાં એક મહિલા પ્રદર્શનકારી મેહવીશ અલીએ કહ્યું, "આ સરકારી સંપત્તિ છે, પોલીસ સ્ટેશન છે. અહીં કોઈ પણ આવી શકે છે. અહીં ગુનેગાર પણ આવી શકે છે. તમે અને અમે પણ જઈ શકીએ છીએ, પરંતુ બૅરિકેડ્સ જુઓ, તેને છાવણી બનાવી દીધું છે."
આ મામલામાં સીપીએમ નેતા વૃંદા કરાત પણ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યાં. તેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, "અમે લોકોએ સંઘર્ષ કરીને કાયદો બદલ્યો, પરંતુ યૌન હિંસાના મામલાની આવી હાલ કરી દેવાઈ છે અને પોતાના એસીપીને બચાવવા માટે કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે."
જ્ઞાનેશકુમાર સામેની અરજી પર સુનાવણી

ઇમેજ સ્રોત, Ishant Chauhan/Hindustan Times via Getty Images
આ દરમિયાન લાઇવ લૉએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધની અરજી પર સુનાવણી કરશે.
લાઇવ લૉ પ્રમાણે, આ અરજી એસઆઇઆર મુદ્દે જ્ઞાનેશકુમારના એ નિર્ણય અંગે કરાઈ છે, જે તેમણે કથિતપણે અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વગર લીધા હતા.
આ અરજીમાં એસઆઇઆર સાથે સંકળાયેલા 14 નિર્ણયોને પરત ખેંચવાની માગ કરાઈ છે. સાથે જ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા અને એસઆઇઆર સંબંધિત નિર્ણયોની એસઆઇટી તપાસ કરાવવાની માગ કરાઈ છે.
લાઇવ લૉ પ્રમાણે આ અરજીની સુનાવણી સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિ વી મોહનાની બેન્ચ કરશે.

ઇમેજ સ્રોત, ani

ઇમેજ સ્રોત, ani

ઇમેજ સ્રોત, @_YogendraYadav
સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે નેહા બોરાને કસ્ટડીમાં લેવાના અંગે આરોપ કર્યો કે નેહાને જે કારમાં લઈ જવાયા, તેમાં એક પણ મહિલા પોલીસકર્મી મોજૂદ નહોતી. તેમણે આને ગેરકાયદેસર ગણાવતા કહ્યું, "ચૂંટણીપંચની ગેરકાયદેસર વસ્તુઓની રક્ષામાં વધુ એક ગેરકાયદેસર કામ."
યોગેન્દ્ર યાદવે પણ જણાવ્યું કે તેમની પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે.
તેમણે ઍક્સ પર એક તસવીર પોસ્ટ કરતા લખ્યું, "બસમાં નાખી દેવાયા છે અને પછી ક્યાંક લઈ જઈ રહ્યા છે. જ્યાં સુધી જ્ઞાનેશકુમારને છૂટા નથી કરાતા, અમે પણ રજા નહીં માણીએ. સિલસિલો ચાલુ છે..."
આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પણ મોટી સંખ્યામાં ઇન્ડિયા ગેટ વિસ્તારમાં પહોંચ્યા. પ્રદર્શનકારી સતત દિલ્હી પોલીસ વિરુદ્ધ નારા લગાડતા દેખાયા.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ મહિલા પત્રકારો સાથે કથિત યૌન હિંસા મામલા અંગે પ્રદર્શનમાં પહોંચ્યા. આ દરમિયાન પોલીસે તેમને તેમના ઘણા સહયોગીઓ સાથે કસ્ટડીમાં લઈ લીધા.
સૌરભ ભારદ્વાજે કહ્યું, "મહિલા પત્રકારો સાથે જ્યારે આવો વ્યવહાર થઈ રહ્યો છે, તો સામાન્ય લોકો વિશે તમે વિચારી શકો છો. એસીપી વિરુદ્ધ એફઆઇઆર થવી જોઈએ."
સૌરભ ભારદ્વાજને કસ્ટડીમાં લેતા પહેલાં ઘણી વાર સુધી હંગામો થતો રહ્યો. પ્રદર્શનકારીઓએ આ દરમિયાન પોલીસ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો.

ઇમેજ સ્રોત, ANI
આ પહેલાં ક્રૉકોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રવક્તા સૌરવ દાસ અને પાર્ટીનાં સભ્ય રત્નાસિંહ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યાં. તેમની સાથે સીપીઆઇએમ નેતા વૃંદા કરાત પણ હાજર હતાં.
સૌરવ દાસે કહ્યું, "આજે સીજેપીની તરફથી હું અને રત્નાસિંહ પીડિતોના સમર્થનમાં આવ્યાં છીએ. દિલ્હી પોલીસ જે બર્બરતા સાથે યુવાનોને કસ્ટડીમાં લઈ રહી છે અને તેમની સાથે મારઝૂડ થઈ રહી છે, આખો દેશ એ જોઈ રહ્યો છે. દિલ્હી પોલીસને શરમ આવવી જોઈએ."

ક્રૉકોચ જનતા પાર્ટીએ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "અમારી ટીમ યૌન હિંસાના શિકાર મહિલા સાથે પોલીસ સ્ટેશનની અંદર ગઈ અને તેમને એસીપી વિરુદ્ધ છેડતીના કેસમાં એફઆઇઆર દાખલ કરવા કહ્યું, પરંતુ દિલ્હી પોલીસે એવું કહીને ઇનકાર કરી દીધો કે ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે."
"કાયદો સ્પષ્ટ છે, કોઈ પણ જાતની તપાસ વિના એફઆઇઆર થવી જોઈએ. તેમ છતાં, દિલ્હી પોલીસ પોતાના એસીપીને બચાવવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























