'જાણે ભૂકંપ આવ્યો', દિલ્હીમાં હૉસ્ટેલની ઇમારત ધરાશાયી, લોકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'જાણે ભૂકંપ આવ્યો', દિલ્હીમાં હૉસ્ટેલની ઇમારત ધરાશાયી, લોકોએ શું કહ્યું?
'જાણે ભૂકંપ આવ્યો', દિલ્હીમાં હૉસ્ટેલની ઇમારત ધરાશાયી, લોકોએ શું કહ્યું?
પ્રકાશિત

દિલ્હીના સત્ય નિકેતન માર્કેટ વિસ્તારમાં રવિવારે બપોરે એક પાંચ માળનું મકાન પડી ગયું છે, જેમાં પીજી હૉસ્ટેલ ચાલી રહી હતી અને તેમાં વિદ્યાર્થીઓ રહી રહ્યા હતા.

આ દુર્ઘટના મોતી બાગ-2માં આવેલા શિવ મંદિર પાસે થઈ, આ દુર્ઘટના બાદ દિલ્હી પોલીસે નિવેદન જારી કરીને કહ્યું છે કે "સ્થાનિક લોકોની પૂછપરછ બાદ ખબર પડી છે કે આ મકાન 40-50 વર્ષ જૂનું હતું. જેમાં એક બેઝમેન્ટ અને પાંચ માળ હતા. તેનો ઉપયોગ પીજી હૉસ્ટેલ તરીકે થતો હતો. ઘટના સમયે બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું."

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આજે સવારે સાડા છ સુધીમાં છ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.

આ ઘટના સમયે લોકોએ શું અનુભવ્યું હતું?

'જાણે ભૂકંપ આવ્યો', દિલ્હીમાં હૉસ્ટેલની ઇમારત ધરાશાયી, લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન