ગુજરાતમાં આ લોકોએ રક્તદાન કરી શેનો વિરોધ કર્યો?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ લોકોએ રક્તદાન કરી શેનો વિરોધ કર્યો?
ગુજરાતમાં આ લોકોએ રક્તદાન કરી શેનો વિરોધ કર્યો?
પ્રકાશિત

સુરતનો એક એવો રક્તદાન કૅમ્પ કે જેનું આયોજન સરકાર સામે વિરોધ નોંધાવવા કરાયું હતું.

સુરતમાં જમીન દફતર વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે આ માર્ગ પસંદ કર્યો હતો. સુરત જિલ્લા લૅન્ડ રેકૉર્ડ વિભાગના કર્મચારીઓએ રસ્તા પર ઊતરવાને બદલે રક્તદાન કૅમ્પનું આયોજન કર્યું હતું.

આ રક્તદાન કૅમ્પનું આયોજન નાનપુરા ખાતે આવેલી જૂની બહુમાળી બિલ્ડિંગના 'એ' બ્લૉકમાં, સાતમા માળે કરવામાં આવ્યું હતું. જ્યાં સવારથી જ કર્મચારીઓ, રક્તદાન કરવા માટે એકઠા થયા હતા.

સુરત, રક્તદાન કૅમ્પ