ગુજરાતમાં વરસાદ પડશે, વાતાવરણમાં કેવો ફેરફાર જોવા મળશે?
ગુજરાતમાં વરસાદ પડશે, વાતાવરણમાં કેવો ફેરફાર જોવા મળશે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન મ્યાનમાર તરફ ફંટાઈને જમીન પર આવતાં નબળું પડ્યું છે, જેથી તેની અસર ગુજરાત પર નહીં થાય.
જોકે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 30 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે અને 10 ઑક્ટોબર સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી.

ઇમેજ સ્રોત, Getty Images



