પરિવાર ભાજપનો સમર્થક, પુત્રી બની ડાબેરી નેતા: કોણ છે નેહા બોહરા?

વીડિયો કૅપ્શન, પરિવાર ભાજપનો સમર્થક, પુત્રી બની ડાબેરી નેતા: કોણ છે નેહા બોહરા?
પરિવાર ભાજપનો સમર્થક, પુત્રી બની ડાબેરી નેતા: કોણ છે નેહા બોહરા?
પ્રકાશિત

જુલાઈ 2026માં નીટ પેપરલીક કેસમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ભૂખ હડતાળ પર ઊતરેલા અભિજિત દીપકે અને સોનમ વાંગચુક સાથે બીજા એક ચહેરાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.

એ નેહા બોરા હતાં જે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના આ વિરોધપ્રદર્શનના સમર્થનમાં તેમના કેટલાક સાથીદારો સાથે ભૂખ હડતાળ પર હતાં.

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યાં ત્યારે તેઓ ફરી ચર્ચામાં આવ્યાં હતાં.

સીપીઆઈએમએલ (લિબરેશન)ની વિદ્યાર્થી પાંખ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (AISA)નાં તેઓ રાષ્ટ્રીય પ્રમુખ છે.

એ વિરોધપ્રદર્શન દરમિયાન તેમના ચહેરા પર શાહી ફેંકવામાં આવી હતી.

પરંતુ નેહાએ કહ્યું, "મને મારા પર શાહી ફેંકાય તેનાથી ડર નથી. દિલ્હીના વિરોધપ્રદર્શન દરમિયાન મેં પૅલેટ ગન અને લાઠીચાર્જનો પણ સામનો કર્યો છે."

તેમણે વિરોધ કરનારા લોકોને પૂછ્યું હતું કે, "શું તેઓ માને છે કે દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોના ગુસ્સાને આ શાહી ફેંકવાથી દબાવી શકાશે?"

ત્યાર બાદ તેમણે વિરોધપ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓની મુક્તિની માગ કરવા માટે બિહારનો પ્રવાસ કર્યો હતો.

બીબીસી ગુજરાતી