રાજકોટ : 'રાતે સૂઈ શકતા નથી, ગટરનાં પાણી ઘરમાં ઘૂસી જાય છે', જંગલેશ્વરમાં રહેતા લોકોની અવદશા

રાજકોટ : 'રાતે સૂઈ શકતા નથી, ગટરનાં પાણી ઘરમાં ઘૂસી જાય છે', જંગલેશ્વરમાં રહેતા લોકોની અવદશા

રાજકોટના જંગલેશ્વરમાં ફેબ્રુઆરી મહિનામાં અંદાજે 1500 જેટલાં મકાનોનું ડિમોલિશન કરાયું હતું. જેમાં 3,500 મેટ્રિક ટન કરતાં પણ વધારે જથ્થામાં કાટમાળ નીકળ્યો હતો.

આ ડિમોલિશનને બે મહિના વીતી ગયા હોવા છતાં કાટમાળ ત્યાં જ જોવા મળી રહ્યો છે.

આના કારણે સ્થાનિકો પણ કાટમાળના કારણે પેદા થયેલી ગંદકી અને મચ્છરોના ત્રાસ વચ્ચે કફોડી હાલતમાં જીવન જીવી રહેવા મજબૂર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

હાલ ત્યાં રહેતા લોકોની હાલત કેવી છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન