You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુ : વિજયે જનતાનાં કયાં કામ કરવાના વાયદા કર્યા છે?
વિજયે તામિલનાડુના નવા મુખ્ય મંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. આ સાથે જ તેમણે ચૂંટણીઢંઢેરામાં જનતાને આપેલાં વાયદાની ચર્ચા થઈ રહી છે.
જેમાં ગૃહિણીને 60 વર્ષની ઉંમર સુધી દર મહિને રૂ. 2500 રૂપિયા તેમનાં બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે. "અન્નપૂર્ણા સુપર સિક્સ" યોજના હેઠળ દરવર્ષે પરિવારદીઠ છ એલપીજી સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. વેત્રી યોજના હેઠળ મહિલાઓ સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે.
તામિલનાડુમાં 100 વિશેષ શાળાઓ, ધો. આઠ સુધી નાસ્તા યોજનાનું વિસ્તરણ, એઆઈ મંત્રાલય, તમામ પરિવારો માટે રૂ. 25 લાખનો આરોગ્યવીમો અને નિઃસંતાન યુગલો માટે મફત સારવારનો પણ મૅનિફેસ્ટોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાયની મહત્ત્વપૂર્ણ જાહેરાતો વિશે જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન