You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુમાં વિજયની શપથવિધિ
તામિલનાડુમાં વિજયે લીધા મુખ્ય મંત્રી પદના શપથ, આ નવ લોકો બન્યા મંત્રી
તામિલનાડુ વેત્રી કઝગમ (ટીવીકે)ના અધ્યક્ષ સી જોસેફ વિજયે રવિવારે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે, બે મુખ્ય દ્રવિડ પક્ષો, ડીએમકે અને એઆઈએડીએમકે લગભગ છ દાયકા સુધી રાજ્યમાં વારાફરતી સત્તામાં આવવાનો દૌર સમાપ્ત થઈ ગયો. તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે રવિવારે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શનિવારે 9મેએ 234 સભ્યોની વિધાનસભામાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યા બાદ વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિજયે સવારે 10 વાગ્યા બાદ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં શપથ લીધા હતા. તેમની સાથે ટીવીકેના કેટલાક વરિષ્ઠ નેતાઓ સહિત નવ અન્ય લોકોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. વિજય કોંગ્રેસના સમર્થનથી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. રાજ્યપાલે વિજયને ૧૩ મેના રોજ અથવા તે પહેલાં વિધાનસભામાં વિશ્વાસ મત જીતવા નિર્દેશ આપ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન