You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત અને ભારતના હવામાન ઉપર કયા પ્રકારની નવી સિસ્ટમ જોવા મળશે, તેની કેવી અસર થશે?
ગુજરાત અને ભારતના હવામાન ઉપર કયા પ્રકારની નવી સિસ્ટમ જોવા મળશે, તેની કેવી અસર થશે?
ચોમાસું શરૂ થાય તે પહેલાં બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ બની ગઈ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ચોમાસાને ભારત તરફ ખેંચી લાવવામાં મદદરૂપ થઈ શકે છે. હાલમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની શક્યતા છે, જેના પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે.
બીજી તરફ, ગુજરાતમાં હાલમાં પુષ્કળ ગરમી પડી રહી છે અને હીટવૅવની સ્થિતિ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન