મશહૂર પંડવાની ગાયિકા તીજનબાઈનું નિધન – ન્યૂઝ અપડેટ

મશહૂર પંડવાની ગાયિકા તીજનબાઈનું નિધન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, K Asif/The India Today Group via Getty Images

ઇમેજ કૅપ્શન, નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં પંડવાની ગાયિકા તીજનબાઈ (ફાઇલ તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

મહાભારતનાં આખ્યાનોને પંડવાની ગાયન મારફતે દુનિયાભરમાં પહોંચાડનારાં મશહૂર લોકગાયિકા તીજનબાઈનું છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રવિવારે વહેલી સવારે નિધન થઈ ગયું.

લાંબા સમયથી તેઓ બીમાર હતાં. રાયપુર એમ્સમાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં હતાં.

તીજનબાઈ પોતાની બુલંદ અવાજ, પ્રભાવી અભિનય અને અનોખી પ્રસ્તુતિ શૈલીથી પંડવાનીને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નવી ઓળખ અપાવી.

મહાભારતની કથાઓને મંચ પર જીવંત કરવાની તેમની કલાએ તેમને દેશ અને દુનિયાભરમાં મશહૂર કરી દીધાં હતાં. તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તીજનબાઈનો જન્મ ભિલાઈના ગામ ગનિયારીમાં થયો હતો. તેમની ઉંમર 13 વર્ષની હતી ત્યારે તેમણે પહેલી વખત મંચ પર પ્રદર્શન કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન