You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ દેશમાં સીગલનો અવાજ કાઢવાની સ્પર્ધા કેમ યોજાઈ?
આ દેશમાં સીગલનો અવાજ કાઢવાની સ્પર્ધા કેમ યોજાઈ?
તાજેતરમાં બૅલ્જિયમના દ પન્ને ખાતે યુરોપિયન સિગલ સ્ક્રિચિંગ ચૅમ્પિયનશિપ યોજાઈ હતી.
દર વર્ષે યોજાતી આ સ્પર્ધાના છઠ્ઠા સંસ્કરણમાં દેશ-વિદેશના 70થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ચૅમ્પિશિયનશિપમાં સ્પર્ધકો દરિયાઈ પક્ષી સીગલનો અવાજ કાઢે છે.
લોકોમાં સીગલ વિશે જાગૃતિ આવે અને સ્પર્ધકો પોતાને અભિવ્યક્ત કરી શકે, એ આ સ્પર્ધાનો હેતુ છે.
આશ્ચર્યની વાત એ છે કે ચૅમ્પિયનશિપ માટે કોઈ રોકડ ઇનામ ન હોવા છતાં સ્પર્ધકો તેમાં ભાગ લેવા માટે ઉત્સુક રહે છે.