ગુજરાતમાં ભરઉનાળે વરસાદ પડતાં શું સ્થિતિ થઈ?

ગુજરાતમાં ભરઉનાળે વરસાદ પડતાં શું સ્થિતિ થઈ?

આ અમદાવાદનાં દૃશ્યો છે જ્યાં ઝડપી પવનને કારણે મિનિ વાવાઝોડાના જેવી સ્થિતિ સર્જાઈ હતી.

તો રાજકોટના ગોંડલ અને જેતપુર પંથકમાં પણ ખૂબ ઝડપી પવન ફૂંકાયો અને તે બાદ તેની સાથે વરસાદ પડ્યો હતો.

અરવલ્લીમાં પણ મંગળવારે તોફાની પવન સાથે વરસાદ પડ્યો અને વડોદરા શહેરમાં ગરમીની વચ્ચે અચાનક હવામાન પલટાયું હતું અને તોફાન સાથે વરસાદ પડ્યો હતો.

આ તરફ અમરેલી અને કચ્છનાં કેટલાંક ગામડાંમાં પણ મંગળવારે તોફાન આવ્યું હતું. ઘણા વિસ્તારોમાં ગાજવીજ ઝડપી પવન સાથે વરસાદ પડ્યો હતો.