મીરાબાઈ ચનુએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, અનેક રેકૉર્ડ તોડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે.
મીરાબાઈએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ 2022 માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીત્યો હતો. પબ્લિક વોટિંગનાં પરિણામો આવ્યા બાદ ચનુને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
તેમણે વર્ષ 2021 માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ પણ જીત્યો હતો.
મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં મીરાબાઈએ ઘણા રેકૉર્ડ તોડ્યા.
તેમે સ્નૅચમાં 85 કિલોગ્રામ, ક્લીન ઍન્ડ જર્કમાં 105 કિલોગ્રામ સહિત કુલ 190 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું.
મીરાબાઈ ચનુએ કૉમનવેલ્થ ગેમ્સમાં સ્નૅચમાં 85 કિલોગ્રામ વજન ઉપાડ્યું છે જે એક રેકૉર્ડ છે.

ઇમેજ સ્રોત, Getty Images
મીરાબાઈ ચનુએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે પરંતુ આની પહેલાં તેઓ સિલ્વર મેડલ જીતી ચક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વર્ષ 2014માં ગ્લાસગોમાં જ કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2018 ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યાર બાદ 2022 બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યાં હતાં. તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં જેમણે આ સિદ્ધિ મેળવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























