અમદાવાદ પ્લેન ક્રૅશ : 9 તસવીરોમાં જુઓ જ્યાં વિમાન તૂટી પડ્યું હતું ત્યાં હવે શું સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, પ્લેન ક્રૅશ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ જ્યાં અથડાયો હતો, એ અંડરગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ માટેની મેસ ઇમારત હજુ એવી જ સ્થિતિમાં છે. જોકે, વિમાનનો પાછળનો ભાગ તંત્ર દ્વારા હઠાવી દેવાયો હતો. બીજે મેડિકલ કૉલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખ પ્રમાણે, તપાસનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ આ મેસ બિલ્ડિંગ ફરીથી બનાવાશે.

12 જૂન, 2025માં અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું એક પ્લેન ક્રૅશ થઈ ગયું હતું. એ દુર્ઘટનાને એક વર્ષ થઈ જશે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં.

દુર્ઘટનાના એક વર્ષ બાદ બીબીસીએ સ્થળની મુલાકાત લીધી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો કે હાલમાં ત્યાં કેવી સ્થિતિ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, આ અતુલ્યમ 1 બિલ્ડિંગનું દૃશ્ય છે. આ સંકુલમાં પ્રવેશવા માટેનાં પ્રવેશદ્વારો પૈકી એક આ બિલ્ડિંગ પાસે હતું. નજરે જોનારા પ્રમાણે, બધી ઇમારતો પૈકી, આ ઇમારતમાંથી મોટા ભાગના લોકો પોતાની જાતને દુર્ઘટનામાં બચાવવામાં સફળ રહ્યા હતા. આ કૅમ્પસ હજુ પણ બળી ગયેલાં વૃક્ષોથી ઘેરાયેલું છે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, મેસ બિલ્ડિંગની સૌથી નજીકની આ બિલ્ડિંગ છે. વિમાનનું જમણું પાંખિયાનું આ બિલ્ડિંગ સામેના રસ્તા પર ફેંકાઈ ગયું હતું. આજે પણ આ બિલ્ડિંગની સ્થિતિ પહેલાં જેવી જ છે. અકસ્માત સમયે, આ હૉસ્ટેલ બિલ્ડિંગમાં 92 વિદ્યાર્થી રહેતા હતા.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, આઇજીપી કમ્પાઉન્ડ પાસેનો રસ્તો એફએસએલ ચાર રસ્તા સુધી લઈ જાય છે. એક સમયે કતારબદ્ધ ઍમ્બુલન્સ અને અગ્નિશામક દળની ગાડીઓના અવાજથી ગૂંજતો આ રસ્તો હવે દૈનિક અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે. જોકે, ઘણા લોકો તૂટેલી બિલ્ડિંગની તસવીરો લેવા ઊભા પણ રહી જાય છે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, એક સમયે વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજતી આ હૉસ્ટેલ બિલ્ડિંગ અકસ્માતના લગભગ એક વર્ષ બાદ સૂમસામ થઈ ચૂકી છે, ઇમારતની આસપાસ જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય પથરાયેલું જોવા મળી રહ્યું છે
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, આ લોકેશન આઇજીપી કમ્પાઉન્ડની બિલકુલ બહારનું છે. એઆઇ 171 વિમાનની જમણી પાંખ અહીં આવીને પડી હતી. જ્યારે સ્થાનિક ચાવાળાનો 15 વર્ષીય પુત્ર અહીં ફૂટપાથ પર આરામ કરી રહ્યો હતો, ત્યારે તેના પર આ સળગતી પાંખ આવીને પડી ગઈ હતી. આનાથી અહીંની અન્ય એક સરકારી ઇમારતની છેડેની દીવાલ તૂટવાની સાથે પાસે આવેલાં ઝાડ પણ પડી ગયાં હતાં. હજુ પણ દીવાલ એ જ સ્થિતિમાં છે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, આ મેસ બિલ્ડિંગ અને અતુલ્યમ બિલ્ડિંગની વચ્ચે આવેલી સિક્યૉરિટી કૅબિન છે. આ કૅબિનની એક બાજુએ પોલીસ ઘોડા કૅમ્પ છ અને બીજી તરફ મેસ બિલ્ડિંગ છે. વિમાનનું મોટા ભાગનું સળગી ગયેલું મટીરિયલ હજુ પણ આ સિક્યૉરિટી કૅબિનની પાસે રાખવામાં આવે છે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, અહીં અતુલ્યમની ચારેય ઇમારતો દેખાય છે. વિમાનના કાટમાળને હઠાવવા સિવાય બીજું બધું એમ ને એમ જ રખાયું છે. અમને અહીં ઇમારતની બહાર કાટ લાગી ગયેલો એલપીજી ગૅસ સિલિન્ડર પણ પડેલો દેખાયો. બીજે મેડિકલ કૉલેજનાં ડીન ડૉ. મીનાક્ષી પરીખે બીબીસી ગુજરાતીને કહ્યું કે અંતિમ રિપોર્ટ સબમિટ થતા અને પોલીસની મંજૂરી બાદ અમે આ કૅમ્પસમાં હૉસ્ટેલ માટેની નવી રહેણાક ઇમારતો ઊભી કરીશું.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રૅશ, ઍર ઇન્ડિયા
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાઇટની મુલાકાત લીધી હતી. અતુલ્યમ બિલ્ડિંગના પાયાના પિલર પાસે ક્રૅશ થયેલા વિમાનનું કાટમાળ હઠાવી લેવાયું છે, પરંતુ ઇમારતની સ્થિતિ એવી ને એવી જ છે. ઇમારતની સુરક્ષા માટે બીજે મેડિકલ કૉલેજના ખાનગી સિક્યૉરિટી ગાર્ડ્સ અહીં તહેનાત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન