'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ ભયંકર વિનાશની 11 તસવીરો

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળની ખાડી પરથી અતિ ગંભીર પ્રકારનું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું "અર્નબ" દરિયાકિનારા પર ટકરાયું છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું યાનમની દક્ષિણમાં, બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ પવનની ઝડપ 125-135 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આ વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 28 ઑક્ટોબરના રોજ સવારે 1:20 વાગ્યે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
જેના કારણે આ વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી.

આ વાવાઝોડું એટલું તીવ્ર છે કે વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે.
ગ્રેટર વિશાખાપટ્ટનમ કૉર્પોરેશને મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં આમાંથી ધારાશાયી થયેલા 55 વૃક્ષો દૂર કર્યાં હતાં.
રસ્તાઓ ખોલવા અને વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે વૃક્ષો હટાવનારી 30 ટીમો કામ કરી રહી છે.

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ સ્રોત, ANI
આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું છે કે, વાવાઝોડું બપોર સુધીમાં સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરી શકે છે, અને દરિયાકાંઠે જોરદાર પવન અને વરસાદ ચાલુ રહેશે, અને લોકોએ આજે પણ સાવધાન રહેવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે એક ભીષણ વાવાઝોડું આવવાની શક્યતા હોવાથી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થિતિની સમીક્ષા કરવા અને ફ્લાઇટ્સના સલામત સંચાલનની ખાતરી કરવા માટે એક બેઠક યોજી હતી.

ઇમેજ સ્રોત, ani
જેમ જેમ અર્નબ દરિયાકાંઠાની નજીક પહોંચ્યું, તેમ તેમ આંધ્રપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો, જેના પરિણામે એક વ્યક્તિનું મોત થયું અને વ્યાપક નુકસાન થયું છે. દક્ષિણ ઓડિશામાં પણ ચિંતા યથાવત્ છે.

ઇમેજ સ્રોત, Konaseema I&PR

ઇમેજ સ્રોત, Konaseema I&PR
કોનાસીમાના જિલ્લાધિકારીઓએ જણાવ્યું કે જિલ્લામાં લગભગ 6,000 જેટલા વીજળીના થાંભલા પડી ગયા છે.


ઇમેજ સ્રોત, KKD Dist IPR
વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં ઍરલાઇન્સે ઓછામાં ઓછી 21 ફ્લાઇટ્સ રદ કરી. મંગળવારે વિજયવાડા ઍરપૉર્ટથી હૈદરાબાદ, ચેન્નાઈ, બૅંગ્લુરુ, વિશાખાપટ્ટનમ અને કડપા જતી પાંચ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. વિજયવાડા ઍરપૉર્ટ વહીવટીતંત્રે બુધવારે પણ બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

દક્ષિણ મધ્ય રેલવેએ અર્નબ વાવાઝોડાના પ્રભાવને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાંથી પસાર થનારી ઘણી ટ્રેનો રદ કરી દીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















