You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પહલગામ હુમલામાં પ્રવાસીઓનો જીવ બચાવતી વખતે પોતાનો જીવ ગુમાવનાર આદિલના પરિવારે શું કહ્યું?
પહલગામ હુમલામાં પ્રવાસીઓનો જીવ બચાવતી વખતે પોતાનો જીવ ગુમાવનાર આદિલના પરિવારે શું કહ્યું?
પ્રવાસીઓ માટે ખચ્ચર ચલાવી ગુજરાન ચલાવતા આદિલે પહલગામ હુમલામાં પ્રવાસીઓનો જીવ બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.
28 વર્ષના આદિલ પરિવારમાં સૌથી મોટા હતા.
તેમના નાના ભાઈ નૌશાદ કદાચ જ એ દિવસ ભૂલી શકે જ્યારે બધી જવાબદારી તેમના માથે આવી પડી.
નૌશાદ જણાવે છે કે મોટા ભાઈની છત્રછાયા જતા રહ્યા પછી ભયને કારણે તેમનું અને પરિવારનું જીવન બદલાઈ ગયું છે.
એક વર્ષ પહેલાં 2025માં પહલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો.
ભારતે પાકિસ્તાનસ્થિત જૂથ પર આ હુમલાનો આરોપ લગાવ્યો હતો, જેના આરોપને ઇસ્લામાબાદે નકારી કાઢ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન