You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેસમાં પલંગને લઈને આ લોકો કેમ દોડે છે?
રેસમાં પલંગને લઈને આ લોકો કેમ દોડે છે?
શ્રીલંકામાં દર વર્ષે એક પરંપરાના ભાગ રુપે આ રેસ થાય છે જેમાં ભાગ લેનાર સ્પર્ધકો 35 કિલોનો લાકડાનો પલંગ ઉંચકીને આ રીતે 8 કિલોમીટર સુધી દોડે છે.
કૉલંબો શહેરની સરહદે આવેલા પિલિયન્ડાલા વિસ્તારમાં સિંહાલા અને તામિલના નવા વર્ષની ઉજવણીના ભાગ રુપે લોકો ભેગા થઈને રમત ગમતમાં ભાગ લે છે.
આ રેસના આયોજકો કહે છે કે 1930થી આ રેસ ચાલી રહી છે અને આ ગામનાં લાકડાંના કામકાજના લાંબા ઇતિહાસનું પ્રતિબિંબ પાડે છે. ભૂતકાળમાં અહીંથી ગામ લોકો આ લાકડાનો પલંગ બનાવીને દેશના અન્ય વિસ્તારોમાં રોજગારી માટે ગયા હોવાનું આ અહેવાલ કહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન