કિમ જોંગ ઉન તેમનાં દીકરીને અનુગામી તરીકે આ રીતે તૈયાર કરી રહ્યા છે

કિમ જુ એએ કિમ જોંગ ઉન અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ સાથે પ્રથમ સત્તાવાર દેખા દીધી, તેનો ફોટોગ્રાફ 19મી નવેમ્બર, 2022ના રોજ પ્રસિદ્ધ થયો હતો.

ઇમેજ સ્રોત, Reuters / EPA / BBC

    • લેેખક, સાંગમી હાન
    • પદ, બીબીસી ન્યૂઝ કોરિયન
    • દ્વારા રિપોર્ટિંગ, સોલ
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ઉત્તર કોરિયામાં સમાજવાદ વિરોધી હોવાને કારણે પ્રતિબંધિત એવાં વેસ્ટર્ન લક્ઝરી ડિઝાઇનર બ્રાન્ડ્ઝ પહેરેલાં કિમ જોંગ ઉનનાં પુત્રીના વધુને વધુ ફોટા જોવા મળી રહ્યા છે.

પણ લેધર જૅકેટ્સ, "રૂસ્ટર" જેવી હેરસ્ટાઇલ અને પારદર્શક બ્લાઉઝ સહિતની કિમ જુ એની ફૅશન તરુણાવસ્થાનો બળવો નહીં, બલકે એવું સૂચવે છે કે તેમને સર્વોચ્ચ નેતાનાં અનુગામી તરીકે તૈયાર કરાઈ રહ્યાં છે.

અહેવાલ પ્રમાણે, 2013માં જન્મેલાં જુ એ સૌપ્રથમ નવેમ્બર, 2022માં તેમના પિતા સાથે એક વિશાળ આંતરખંડીય બૅલિસ્ટિક મિસાઇલની સામે ફરતાં જોવા મળ્યાં હતાં - તે સમયે તેમણે લાંબા વાળ પાછળ બાંધેલા હતા.

કાળા ટ્રાઉઝર અને સફેદ પેડેડ જૅકેટમાં તેઓ પ્રભાવશાળી જણાતાં હતાં. તે વખતે તેમણે પ્રથમ વખત સત્તાવાર રીતે દેખા દીધી હતી.

કિમ જુ એએ કિમ જોંગ ઉન અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ સાથે પ્રથમ સત્તાવાર દેખા દીધી, તેનો ફોટોગ્રાફ 19મી નવેમ્બર, 2022ના રોજ પ્રસિદ્ધ થયો હતો.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જુ એએ કિમ જોંગ ઉન અને આંતરખંડીય બૅલિસ્ટિક મિસાઇલ સાથે પ્રથમ સત્તાવાર દેખા દીધી, તેનો ફોટોગ્રાફ 19મી નવેમ્બર, 2022ના રોજ પ્રસિદ્ધ થયો હતો

ત્યારથી લઈને તેમની હેરસ્ટાઇલ વધુને વધુ વેસ્ટર્ન બની રહી છે. 2020માં ઉત્તર કોરિયાએ "બાહ્ય સંસ્કૃતિ" પર લગામ લગાવતાં રિએક્શનરી આઇડિયોલૉજી ઍન્ડ કલ્ચર રિજેક્શન ઍક્ટ લાગુ કર્યો હતો.

પરંતુ 2023માં સરકાર સંચાલિત કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ ફરી વખત જુ એનો એક વીડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તેઓ તેમના પિતા સાથે આંતરખંડીય બૅલિસ્ટિક મિસાઇલની સામે ફરી રહ્યાં હતાં.

આ વખતે તેમણે કાળું પેડેડ જૅકેટ પહેર્યું હતું. પાછળથી જાણવા મળ્યું હતું કે, તે લક્ઝરી ફ્રેન્ચ ફૅશન હાઉસ ક્રિસ્ટિયન ડિઓરમાંથી 1,900 ડૉલરમાં ખરીદવામાં આવ્યું હતું.

14મી એપ્રિલ, 2023ના રોજ ઉત્તર કોરિયાના સરકાર દ્વારા સંચાલિત ટેલિવિઝને હ્વાસોંગ-18 આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ સાથે કિમ જોંગ ઉન અને કિમ જુ એનું ફૂટેજ જાહેર કર્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 14મી એપ્રિલ, 2023ના રોજ ઉત્તર કોરિયાના સરકાર સંચાલિત ટેલિવિઝને હ્વાસોંગ-18 આંતરખંડીય બૅલિસ્ટિક મિસાઇલ સાથે કિમ જોંગ ઉન અને કિમ જુ એનું ફૂટેજ જાહેર કર્યું હતું

તે પછીના વર્ષે, રાજધાની પ્યોંગયાંગના બહુમાળી વેનગાર્ડ સ્ટ્રીટ રહેણાક વિસ્તારના એક સમારોહમાં કિમ જુ એએ જે ડ્રેસ પહેર્યો એ અંગે એક વીડિયો ભાષણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

ઉત્તર કોરિયન નેતૃત્વના એક નિકટના સ્રોતે રેડિયો ફ્રી એશિયાને જણાવ્યું હતું કે, તે ભાષણમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે, તેમની હેરસ્ટાઇલ અને વસ્ત્રો "સમાજવાદ વિરોધી અને બિનસમાજવાદી પ્રકારનાં હતાં, જે સમાજવાદી વ્યવસ્થાની છબિ ઝાંખી કરે છે. આ પ્રકારનાં લક્ષ્યો નાબૂદ થવાં જોઈએ.

મે, 2024માં પ્યોંગયાંગના વેનગાર્ડ સ્ટ્રીટ ડેવલપમેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં કિમ જુ એએ પારદર્શક બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં તેમના હાથ દેખાતા હતા.

ઇમેજ સ્રોત, News1

ઇમેજ કૅપ્શન, મે, 2024માં પ્યોંગયાંગના વેનગાર્ડ સ્ટ્રીટ ડેવલપમેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં કિમ જુ એએ જે ડ્રેસ પહેર્યો જેની ખૂબ ચર્ચા થઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પણ હવે, કેટલાક લોકો જુ એની સોફિસ્ટિકેટેડ સ્ટાઇલને અનુસરવા માગે છે.

કોરિયા ઇન્સ્ટિટ્યૂટ ફૉર નૅશનલ યુનિફિકેશન ખાતે નોર્થ કોરિયા રિસર્ચ ડિપાર્ટમેન્ટના વડા જોઉંગ યુનલીએ બીબીસી ન્યૂઝ કોરિયનને જણાવ્યા પ્રમાણે, "સમય બદલાયો છે અને મોટા પાયે પેઢીગત પરિવર્તન આવ્યું છે."

"2010થી વિદેશી ચલણ રળવા માટે વિદેશની વાટ પકડનારા કામદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે." કોવિડ-19 મહામારી દરમિયાન આશરે 2,000 ઉત્તર કોરિયન કામદારો ચીનમાં રહ્યા હતા. અને જ્યારે તેઓ રાજધાની પ્યોંગયાંગ પરત ફર્યા... ત્યારે તેઓ તેમની સાથે સ્થાનિક સંસ્કૃતિ લાવ્યા હતા.

"ભૂતકાળમાં લક્ઝરી ચીજો ઝૈનિચી કોરિયન્સ (તેમને 1960 તથા 70ના દાયકામાં ઘણી વખત ખોટા બહાના હેઠળ કહેવાતા રિપેટ્રિએશન શિપ્સ પર ઉત્તર કોરિયા સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. તે લોકોનાં માતાપિતા 1910થી 1945ના ગાળા દરમિયાન કોરિયન દ્વીપકલ્પ ઉપર જાપાનના શાસન વખતે કેટલીક વખત બળજબરીપૂર્વક મજૂરી કામ માટે જાપાન ગયાં હતાં) દ્વારા લાવવામાં આવતી જાપાનીઝ બ્રાન્ડ્ઝ પૂરતી સીમિત હતી. પણ હવે ઉત્તર કોરિયાના રહેવાસીઓ વિદેશી બ્રાન્ડ્ઝની વ્યાપક રેન્જથી વાકેફ હોય, એવું લાગે છે.

"બૅગ્ઝ અને વસ્ત્રો (ઉત્તર કોરિયામાં દાણચોરી કરીને લવાતાં હોય છે) મોંઘાંદાટ હોય છે, આથી, તેઓ પરફ્યૂમના અનુભવ પરથી શરૂઆત કરતા હોય, એવું લાગે છે."

જોકે, જુ એ તેમના પરિવારમાં પ્રથમ ફેશન આઇકોન નથી.

સેજોંગ ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી ડિરેક્ટર ચેઓંગ સિઓંગ-ચાંગ બીબીસી કોરિયનને જણાવે છે, "એવું લાગે છે કે, જુ એને તેમનાં માતા રી સોલ જુ પહેરે છે, તેવાં સમાન સૂટ-શૈલીનાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે, જેથી તેમની વય છુપાવી શકાય. પશ્ચિમી શૈલીનાં વસ્ત્રો સાથે ફૅશનનું નેતૃત્વ કરતી યુવતી? ઉત્તર કોરિયામાં તે લગભગ અશક્ય છે.

રી સોલ જુ, કિમ જુ એ અને કિમ જોંગ ઉને પહેલી જાન્યુઆરી, 2026ના રોજ કુમસુસાન પેલેસ ઓફ ધ સન ખાતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. કુમસુસાન એ પ્યોંગયાંગમાં આવેલો મકબરો છે, જ્યાં કિમ ઇલ સુંગ તથા કિમ જોંગ ઇલના પાર્થિવ દેહ રાખવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રી સોલ જુ, કિમ જુ એ અને કિમ જોંગ ઉને પહેલી જાન્યુઆરી, 2026ના રોજ કુમસુસાન પૅલેસ ઑફ ધ સન ખાતે શ્રદ્ધાંજલિ અર્પી હતી

"પશ્ચિમી ડિઝાઇનનાં વસ્ત્રો પહેરીને જુ એ અને રી સોલ જુ એવી 'તફાવતની વ્યૂહરચના' દર્શાવી રહ્યાં છે - જે મુજબ, તેમનો સામાજિક દરજ્જો સાધારણ રહેવાસીઓ કરતાં મૂળભૂત રીતે અલગ છે. જુ એ અને રી સોલ જુ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આવું કરી શકે છે, તેનું કારણ તેમનો વિશેષાધિકાર ધરાવતો દરજ્જો છે."

રી સોલ જુએ નવા વર્ષ પર જે જેકેટ પહેર્યું હતું, તેવું જ જેકેટ તેમનાં પુત્રી કિમ જુ એએ વર્કર્સ પાર્ટી ઓફ કોરિયાની સ્થાપનાની 79મી વર્ષગાંઠ પર પહેર્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રી સોલ જુએ નવા વર્ષ પર જે જૅકેટ પહેર્યું હતું, તેવું જ જૅકેટ તેમનાં પુત્રી કિમ જુ એએ વર્કર્સ પાર્ટી ઑફ કોરિયાની સ્થાપનાની 79મી વર્ષગાંઠ પર પહેર્યું હતું

પરંતુ જુ એને ફૅશનની આ સૂઝ માત્ર તેમનાં માતા પાસેથી જ નથી મળી.

"ઉત્તર કોરિયામાં પશ્ચિમની ફૅશન આઇટમ તરીકે જિન્સ પર પ્રતિબંધ હોવા છતાં, કિમ જોંગ ઉન જિન્સ પહેરતા જોવા મળ્યા છે. તેઓ વિદેશી સંસ્કૃતિ ઉપર ચાહે ગમે તેટલા પ્રતિબંધો લગાવે અને કાયદા ઘડે, પણ વાસ્તવમાં ઉત્તર કોરિયા એક એવું સ્થળ છે, જ્યાં સર્વોચ્ચ નેતા માટે કશું જ અશક્ય નથી," એમ યુનિવર્સિટી ઑફ નોર્થ કોરિયન સ્ટડીઝના પ્રોફેસર લી વૂ-યંગે જણાવ્યું હતું.

કિમ જુ એ અને કિમ જોંગ ઉને ફેબ્રુઆરી, 2023માં કોરિયન પીપલ્સ આર્મીની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એક ભોજન સમારંભમાં એક સરખાં વસ્ત્રો પહેર્યાં હતાં.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કિમ જુ એ અને કિમ જોંગ ઉને ફેબ્રુઆરી, 2023માં કોરિયન પીપલ્સ આર્મીની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એક ભોજન સમારંભમાં એકસરખાં વસ્ત્રો પહેર્યાં હતાં

ચેઓંગ જણાવે છે કે, જુ એએ પણ ઘણા પ્રસંગોએ લેધર જૅકેટ્સ પહેર્યાં છે, જેના પરથી જાણી શકાય છે કે, વર્કર્સ પાર્ટી ઑફ કોરિયા પ્રોપગેન્ડા ઍન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટ તેનું કામ સુપેરે કરી રહ્યો છે, જુ એને સામાન્ય નાગરિકો કરતાં અલગ દર્શાવી રહ્યો છે.

કિમ જુ એએ પણ ઘણા પ્રસંગોએ લેધર જેકેટ્સ પહેર્યાં છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કિમ જુ એએ પણ ઘણા પ્રસંગોએ લેધર જૅકેટ્સ પહેર્યાં છે

ચેઓંગ કહે છે, "ઊંચી ગુણવત્તાના લેધરમાંથી બનેલાં કપડાં પહેરવાનો અર્થ પોતાનો ખાસ દરજ્જાની અભિવ્યક્તિ કરવાનો છે. ઉત્તર કોરિયાના નાગરિકોમાં ચામડાંનાં વસ્ત્રો એટલાં સામાન્ય નથી. વૈભવી બ્રાન્ડ્ઝ, લેધર જૅકેટ્સ તથા ફર (રૂંવાદાર) કોટ અત્યંત કિંમતી વસ્ત્રો છે, જે ઉત્તર કોરિયાના સામાન્ય નાગરિકો પહેરી શકતા નથી."

ડિસેમ્બર, 2025માં કિમ જુ એ તેમના પિતા સાથે ર્યાંગગાંગ પ્રાંતમાં મિલ્યોંગ હોટેલમાં ગયાં હતાં, ત્યારે તેમણે ફરવાળાં વસ્ત્રો પહેર્યાં હતાં.

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ડિસેમ્બર, 2025માં કિમ જુ એ તેમના પિતા સાથે ર્યાંગગાંગ પ્રાંતમાં મિલ્યોંગ હોટલમાં ગયાં હતાં, ત્યારે તેમણે ફરવાળાં વસ્ત્રો પહેર્યાં હતાં

અને અનુગામી નેતાઓને સત્તામાં જાળવી રાખવા માટે ગત પેઢીઓની ફૅશનનું પ્રતિબિંબ પાડતી "ઇમેજ રેપ્લિકેશન" (છબિની નકલ)ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમાં જુ એના પિતાનો પણ સમાવેશ થાય છે, જેમણે તેમના નેતૃત્વના પ્રારંભિક તબક્કામાં તેમના દાદા કિમ ઇલ સુંગના ફેડોરા (ટોપી) અને કોટની નકલ કરીને પોતાની કાયદેસરતા સુરક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

કિમ જુ એએ કિમ જોંગ ઉન અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ સાથે પ્રથમ સત્તાવાર દેખા દીધી, તેનો ફોટોગ્રાફ 19મી નવેમ્બર, 2022ના રોજ પ્રસિદ્ધ થયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ ઉન (જમણે)એ મે, 2015માં ફાર્મ નંબર 1116ની મુલાકાત દરમિયાન તેમના દાદા જેવી ફેડોરા ટોપી પહેરી હતી

ચેઓંગ કહે છે, "નોર્થ કોરિયન પ્રોપગેન્ડા ઍન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટે એવા ઘટનાક્રમોની શ્રેણી તૈયાર કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, જેના કારણે કિમ ઇલ સુંગ (જેમણે 45 કરતાં વધુ વર્ષો સુધી ઉત્તર કોરિયાનું નેતૃત્વ કર્યું હતું) માટેનો આદર કિમ જોંગ ઉન તરફ સ્વાભાવિક રીતે જ વળ્યો."

"કહેવાય છે કે, કિમ જોંગ ઉન પ્રથમ વખત દેખાયા, ત્યારે ઉત્તર કોરિયાના રહેવાસીઓને તો આશ્ચર્ય થયું જ હતું, પણ દક્ષિણ કોરિયાના નિષ્ણાતો પણ અચંબિત થઈ ગયા હતા. તેનું કારણ એ છે કે, કિમ જોંગ ઉનની પહેલી ઝલક અદ્દલ યુવાન કિમ ઇલ સુંગ જેવી જ દેખાતી હતી."

2017ના મિસાઇલ ટેસ્ટ વખતે કિમ જોંગ ઉન (જમણે)એ તેમના દાદાએ 1967માં હુઇચોન મશીન ટૂલ ફેક્ટરીમાં પહેર્યો હતો, એવો જ પહેરવેશ પહેર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2017ના મિસાઇલ ટેસ્ટ વખતે કિમ જોંગ ઉન (જમણે)એ તેમના દાદાએ 1967માં હુઇચોન મશીન ટૂલ ફૅક્ટરીમાં પહેર્યો હતો, એવો જ પહેરવેશ પહેર્યો હતો

"અનુગામી તરીકે યુવાન કિમ જોંગ ઉન સામે રહેલી અનુભવના અભાવ અને નાની વય જેવી મર્યાદાઓ માત્ર એ હકીકત દ્વારા સરભર કરી શકાય છે કે, તેઓ તેમના દાદા કિમ ઇલ સુંગ જેવા દેખાતા હતા.

2019માં રશિયા પ્રવાસ દરમિયાન, કિમ જોંગ ઉન (જમણે)એ વ્લાદિવોસ્તોક રેલવે સ્ટેશન પર જે વસ્ત્રો પહેર્યાં હતાં, તે તેમના દાદાએ 1950ના દાયકામાં ચીનના સૈનિકો ઉત્તર કોરિયામાંથી ઉચાળા ભરવા માંડ્યા, તે સમયે પહેરેલાં વસ્ત્રો સાથે ઘણાં મળતાં આવતાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2019માં રશિયા પ્રવાસ દરમિયાન, કિમ જોંગ ઉન (જમણે)એ વ્લાદિવોસ્તોક રેલવે સ્ટેશન પર જે વસ્ત્રો પહેર્યાં હતાં, તે તેમના દાદાએ 1950ના દાયકામાં ચીનના સૈનિકો ઉત્તર કોરિયામાંથી ઉચાળા ભરવા માંડ્યા, તે સમયે પહેરેલાં વસ્ત્રો સાથે ઘણાં મળતાં આવતાં હતાં

"વાત એ હદે પહોંચી ગઈ હતી કે, ઉત્તર કોરિયનોમાં એવો ગણગણાટ થવા માંડ્યો હતો કે, કિમ ઇલ સુંગનો પુનર્જન્મ થયો છે."

2026માં વક્તવ્ય આપતી વખતે કિમ જોંગ ઉન (જમણે)એ રૂંવાદાર ટોપી પહેરી હતી, જે તેમના દાદાએ ફેબ્રુઆરી, 1948માં પ્યોંગયાંગમાં લશ્કરી પરેડ વખતે પહેરેલી ટોપીને મળતી આવતી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2026માં ભાષણ આપતી વખતે કિમ જોંગ ઉન (જમણે)એ રૂંવાદાર ટોપી પહેરી હતી, જે તેમના દાદાએ ફેબ્રુઆરી, 1948માં પ્યોંગયાંગમાં લશ્કરી પરેડ વખતે પહેરેલી ટોપીને મળતી આવતી હતી

દક્ષિણ કોરિયાની ડોંગયાંગ યુનિવર્સિટીના પ્રોફેસર ચુંગ યંગ-તાઇ કહે છે, "ઉત્તર કોરિયામાં કિમ ઇલ સુંગ એક દેવતા જેવું સ્થાન ધરાવે છે." અને તે દૈવીકરણ પેઢી દર પેઢી પસાર થઈને કિમ જોંગ ઉન અને હવે જુ એ સુધી જઈ પહોંચ્યું છે.

12મી જૂન, 2018ના રોજ સિંગાપોર ખાતે ઉત્તર કોરિયા-યુએસ સમિટ માટે આવી પહોંચનારા કિમ જોંગ ઉન (જમણે)એ જે વસ્ત્રો, ચશ્માં અને હેરસ્ટાઇલ ધારણ કર્યાં હતાં, તે પહેલી એપ્રિલ, 1980ના રોજ તેમના દાદાનાં વસ્ત્રોને મળતાં આવતાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 12મી જૂન, 2018ના રોજ સિંગાપોર ખાતે ઉત્તર કોરિયા-યુએસ સમિટ માટે આવી પહોંચનારા કિમ જોંગ ઉન (જમણે)એ જે વસ્ત્રો, ચશ્માં અને હેરસ્ટાઇલ ધારણ કર્યાં હતાં, તે પહેલી એપ્રિલ, 1980ના રોજ તેમના દાદાનાં વસ્ત્રોને મળતાં આવતાં હતાં

જુ એ અગાઉથી જ ઉત્તર કોરિયામાં રાજકુમારી તરીકે જાણીતાં છે અને આ નામકરણ પણ તેમના પૂર્વજોના દૈવી લોહીના વંશનો સંદર્ભ છે.

આઠમી માર્ચ, 2026ના રોજ પ્યોંગયાંગના ર્યુગ્યોંગ ચુંગ જુ-યુંગ જીમ્નેશિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એકબીજાંનો હાથ પકડીને પરફોર્મન્સ જોઈ રહેલાં કિમ જુ એ અને કિમ જોંગ ઉન.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, આઠમી માર્ચ, 2026ના રોજ પ્યોંગયાંગના ર્યુગ્યોંગ ચુંગ જુ-યુંગ જિમ્નેશિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એકબીજાંનો હાથ પકડીને પર્ફૉર્મન્સ જોઈ રહેલાં કિમ જુ એ અને કિમ જોંગ ઉન

કુવૈત ખાતેના ભૂતપૂર્વ કાર્યકારી ઉત્તર કોરિયન રાજદૂત અને પછીથી દક્ષિણ કોરિયામાં આવી ગયેલા ર્યુ હ્યુન-વૂ કહે છે, "જ્યાં સુધી કિમ જુ એનો જન્મ નહોતો થયો, ત્યાં સુધી ઉત્તર કોરિયાના ઉચ્ચ પદાધિકારીઓ કિમ જોંગ ઉનનાં બહેન કિમ યો જોંગ માટે રાજકુમારી શબ્દ વાપરતા હતા, કારણ કે જ્યારે તેમના પિતા અને કિમ ઇલ સુંગના પુત્ર કિમ જોંગ ઇલ જીવતા હતા, ત્યારે કિમ યો જોંગને રાજકુમારી તરીકે સંબોધવામાં આવતાં હતાં."

હ્યુનજુંગ કિમ, ઍન્ડ્રૂ વેબ અને સ્ટિફન હોકેસ દ્વારા સંપાદિત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન