મહિલા એશિયા કપ : ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું, પાકિસ્તાન 55 રનમાં ઑલઆઉટ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને સરળતાથી સાત વિકેટે હરાવી દીધું છે.
56 રનના લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી, પરંતુ પછી હરમનપ્રીતકોર અને દીપ્તિ શર્માની આક્રમક બેટિંગને કારણે ભારતને સરળતાથી જીત મળી ગઈ.
ભારતનાં બંને ઓપનર બૅટર ઓછા સ્કારે આઉટ થઈ ગયાં હતાં. શેફાલી વર્મા 6 બૉલમાં 12 રન કર્યાં અને ફાતિમા સનાએ તેમને આઉટ કર્યાં.
તો ઓપનર સ્મૃતિ મંધાનાને પણ ફાતિમાએ એલબીડબલ્યુ આઉટ કર્યાં હતાં. બાદમાં ભારતનો સ્કોર બે વિકેટ પર 18 રન હતો.
ત્રીજા નંબરે આવેલાં પ્રતિકા રાવલ પણ માત્ર ચાર બનાવીને આઉટ થઈ ગયાં. પછી હરમનપ્રીતકોર અને દીપ્તિ શ્રમાએ બાજી સંભાળી અને ભારતને જીત અપાવી.
કોર 18 અને શર્મા 12 રન કરીને નૉટઆઉટ રહ્યાં. ભારત નવમી ઓવરમાં મૅચ જીતી ગયું.
પાકિસ્તાનનાં કપ્તાન ફાતિમા સનાએ આ મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી.
આ મૅચમાં પાકિસ્તાનની ટીમ માત્ર 55 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શ્રી ચરણીએ માત્ર 7 રન આપીને 3 વિકેટ અને પ્રેમા રાવતે 9 રન આપીને 3 વિકેટ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેન યુદ્ધ : પુતિન અને ટ્રમ્પના વાર્તાકારો વચ્ચે બંધ દરવાજે શું વાતચીત થઈ?

ઇમેજ સ્રોત, Gavriil GRIGOROV / POOL / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાએ ફરી યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાના પ્રયત્નો તેજ કર્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાર્તાકારોએ મૉસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
ક્રેમલિન તરફથી જાહેર કરાયેલા ફૂટેજમાં સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર પુતિનનું અભિવાદન કરતા જોઈ શકાય છે.
પુતિને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ "એટલી સરળ નથી." તેમણે કહ્યું કે રશિયા બતાવશે કે "પરિસ્થિતિને કઈ રીતે જુએ છે."
વિટકૉફે ત્રણ દિવસ માટે એકબીજાની રાજધાનીઓ પર હુમલા રોકવા પર યુક્રેન સાથે સહમત થવા અંગે પુતિનનો આભાર માન્યો. રવિવારે આ દૂત આગળની વાતચીત માટે યુક્રેનની રાજધાની કિએવ જશે.
શુક્રવારે ટ્રમ્પે કહ્યું હતું કે વિટકૉફ અને કુશનર "યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે." હજુ સુધી અમેરિકા અને તેના સહયોગીઓના શાંતિકરાર કરાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
શનિવારે ક્રેમલિનમાં થયેલી વાતચીત દરમિયાન પુતિને એ પણ કહ્યું કે "કોઈ પણ સ્થિતિમાં, ભલે કંઈ પણ થાય, આવા સંપર્ક ખરેખર હંમેશાં ઉપયોગી હોય છે."
તેમણે શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના પ્રયાસો માટે તેમનો આભાર પણ માન્યો.
તેમણે દૂતોને કહ્યું કે તેઓ તેમની સાથે કામ કરવામાં "સહજ" છે.
રશિયન સરકારી મીડિયા અનુસાર, વાતચીત રશિયાની રાજધાનીના કેન્દ્રમાં આવેલા પુતિનના સત્તાવાર નિવાસે બંધ દરવાજામાં ચાલુ રહી અને ત્રણ કલાક ચાલી.
શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું, "મેં હાલમાં અમેરિકાના પ્રતિનિધિઓ સાથે વાત કરી. તેમણે આજથી જ રશિયન પક્ષ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર બાદ અમે વાતચીતની પ્રક્રિયામાં સામેલ શહેરો પર હવાઈ હુમલા રોકવા માટે તૈયાર છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















