કચ્છ : ઊંટને ખાવા શું જોઇએ અને કઈ વનસ્પતિ ખાય?

વીડિયો કૅપ્શન, કચ્છ : ઊંટને ખાવા શું જોઇએ અને કઈ વનસ્પતિ ખાય?
કચ્છ : ઊંટને ખાવા શું જોઇએ અને કઈ વનસ્પતિ ખાય?
પ્રકાશિત

પરંપરાગત રીતે ઊંટ દૂધાળા પશુ કરતાં માલ-સામાનની હેરફેર કરતાં પશુ તરીકે વધારે જાણીતા છે.

પરંતુ હવે સંજોગો બદલાઈ ગયા છે. ભારતમાં ઊંટની વસ્તીમાં છેલ્લા ત્રણ દાયકામાં કડાકો બોલી ગયો છે.

ભારત સરકારના પશુપાલન વિભાગના આકડા અનુસાર દેશમાં 1997માં ઊંટની વસ્તી 9.10 લાખ હતી. 2012માં તે માત્ર ચાર લાખ થઈ થઈ.

2019માં વસ્તી વધારે ઘટીને માત્ર 2.5 લાખ થઈ ગઈ. આમ, એક દાયકા કરતાં ઓછા સમયમાં વસ્તીમાં 37 ટકાનો ઘટાડો થયો. તેમાં પણ નર ઊંટોની વસ્તીમાં તો 56 ટકા કરતાં પણ વધારે ઘટાડો થયો. 2012થી 2019 વચ્ચે નર ઊંટોની વસ્તી 1.90 લાખથી ઘટીને માત્ર 80,000 થઈ ગઈ.

ત્યારે ઊંટને ખાવા શું જોઇએ અને કઈ વનસ્પતિ ખાય?

પરંપરાગત રીતે ઊંટ દૂધાળા પશુ કરતાં માલ-સામાનની હેરફેર કરતાં પશુ તરીકે વધારે જાણીતા છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન