ચીનમાં ડ્રૉનની મદદથી પૂરપીડિતોને કેવી રીતે મદદ પહોંચાડાઈ?

વીડિયો કૅપ્શન, ચીનમાં ડ્રૉનની મદદથી પૂરપીડિતોને કેવી રીતે મદદ પહોંચાડાઈ?
ચીનમાં ડ્રૉનની મદદથી પૂરપીડિતોને કેવી રીતે મદદ પહોંચાડાઈ?
પ્રકાશિત

વાવાઝોડા સાઉડેલને કારણે ચીનના ફુજિયાન પ્રાંતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ આ ડ્રૉન પાણી, ખોરાક તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને ઊડાણ ભરી રહ્યું છે.

જેના લીધે પુટિયાનના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં તથા અનેક લોકોએ પોતાના જ ઘરમાં અટવાઈ ગયાં હતાં.

ત્યારે રૅસ્ક્યૂ વર્કર્સે ડ્રોનની મદદથી જરૂરિયાતમંદો સુધી રાહત સામગ્રી પહોંચાડી હતી. અધિકારીઓનું કહેવું છે કે ડ્રૉને પચાસથી વધુ વખત ઊડ્ડાણો ભરી હતી.

આ સિવાય રૅસ્ક્યૂ કામગીરી સારી રીતે થઈ શકે તે માટેનાં ફૂટેજ મેળવવા અને તપાસ કરવા માટે પણ ડ્રૉનનો ઉપયોગ થઈ રહ્યો છે.

બીજી બાજુ, સ્થાનિક વહીવટીતંત્રે પૂરમાં ફસાયેલાં લોકોને રૅસ્ક્યૂ કરવાની કામગીરી પણ હાથ ધરી છે.

ચીનમાં ડ્રોનની મદદથી પૂરપીડિતોને કેવી રીતે મદદ પહોંચાડાઈ?

ઇમેજ સ્રોત, cns/ap

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન