લદ્દાખની એ પરંપરાગત ચીઝ જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મળ્યો

વીડિયો કૅપ્શન, લદ્દાખની પરંપરાગત ચીઝને આંતરરાષ્ટ્રીય ઓળખ
લદ્દાખની એ પરંપરાગત ચીઝ જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મળ્યો
પ્રકાશિત

લદ્દાખની યાક ચુરપીએ બ્રાઝિલમાં યોજાયેલી મંડિયલ દો કેજો દો બ્રાઝિલ 2026ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે પરંપરાગત રીતે બનતા આ ચીઝને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

પણ આ ચીઝ ક્યાંથી આવે છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે. એ જાણવા માટે અમે લદ્દાખના ચાંગથાંગ વિસ્તારની મુલાકાત લીધી. આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ચીઝ થિનલે નૂરબૂ બનાવે છે.

ચુરપી, જેને છુરા તરીકે પણ ઓળખવામાં આવે છે, લદ્દાખના વિચરતા સમુદાયોનાં ઘરોમાં લાંબા સમયથી બનતી અને ખવાતી આવી છે.

14 હજાર ફૂટ કે તેથી વધુની ઊંચાઈએ રહેતા આ સમુદાયો યાકના દૂધમાંથી પેઢીઓથી પરંપરાગત રીતે ચુરપી બનાવતા આવ્યા છે.

બીબીસી ગુજરાતી, ચીઝ, લદ્દાખ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન