'આમ તો અમારો પાક બળી જશે,' અરવલ્લીના ખેડૂતો ચિંતામાં કેમ છે?

વીડિયો કૅપ્શન, 'આમ તો અમારો પાક બળી જશે,' અરવલ્લીના ખેડૂતો ચિંતામાં કેમ છે?
'આમ તો અમારો પાક બળી જશે,' અરવલ્લીના ખેડૂતો ચિંતામાં કેમ છે?
પ્રકાશિત

અરવલ્લી જિલ્લાના ખેડૂતોની એક ચિંતા અને ફરિયાદ છે.

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં મોસમનો માત્ર 48 ટકા જેટલો જ ઓછો વરસાદ નોંધાયો છે.

અરવલ્લીમાં 1 લાખ 76 હજાર હેક્ટર વિસ્તારમાં ખેતીનું કુલ વાવેતર થયું હતું. એમાં સૌથી વધુ 67045 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું હતું.

ખેડૂતો કહે છે કે વરસાદ ખેંચાતાં જ મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો રોગ આવી જતા ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન