અમદાવાદમાં જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શન, લોકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિરોપ્રદર્શન, લોકોએ શું કહ્યું?
અમદાવાદમાં જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શન, લોકોએ શું કહ્યું?
પ્રકાશિત

દિલ્હીના જંતર-મંતર સહિત દેશના અનેક ભાગોમાં બીજી ઑક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શન થયું હતું.

દિલ્હીમાં બીજી ઑક્ટોબરે જંતર-મંતર ખાતે 700થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યાં યોગેન્દ્ર યાદવ, મનોજ ઝા, સૌરભ ભારદ્વાજ તથા નેહા બોરા સહિતની અટકાયત કરવામાં આવી હતી.

મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે સીજેપીના દેખાવો યોજાયા હતા. જેમાં સીજેપીના સહસંસ્થાપક અભિજિત દીપકે, શબાના આઝમી અને વિશાલ દાદલાની જોડાયાં.

તો અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે નાગરિકોનું પ્રદર્શન યોજાયું. જેમાં મહિલાઓની સલામતી અને જ્ઞાનેશકુમારનું રાજીનામું મુખ્ય મુદ્દા હતા.

અમદાવાદ ખાતેના પ્રદર્શનમાં સામેલ થનારાઓએ શું કહ્યું, જાણો આ વીડિયોમાં.

રિપોર્ટર – રૉક્સી ગાગડેકર છારા

શૂટ – પવન જયસ્વાલ

ઍડિટ – કુશાન્ત જાદવ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન